Monday, January 27, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિનાગા સાધુઓનું પરાક્રમ, જેમની મદદથી મહારાણા પ્રતાપે મુઘલ સૈન્યને ચડાવ્યું હતું હાંફે:...

    નાગા સાધુઓનું પરાક્રમ, જેમની મદદથી મહારાણા પ્રતાપે મુઘલ સૈન્યને ચડાવ્યું હતું હાંફે: છાપલી તાલાબ-રાણાકડા ઘાટની સમાધિઓ આજે પણ પૂરે છે શૌર્યગાથાઓની સાક્ષી

    આ સાધુઓએ જ વારાણસીને ઔરંગઝેબના વિનાશથી બચાવ્યું હતું. ઔરંગઝેબની સેના અને આ સાધુઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આમાં ભારે રક્તપાત થયો હતો. નાગા સંન્યાસીઓની યુદ્ધકળા જોઈને ઔરંગઝેબે તેમના પર અસ્ત્ર-શસ્ત્ર રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

    - Advertisement -

    દેશમાં પ્રયાગરાજ મહાકુંભ 2025 (Prayagraj Mahakumbh 2025) શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં દેશભરમાંથી સંતોના 13 અખાડા ભાગ લેશે. નાગા સાધુઓ (Naga Sadhus) સામાન્ય રીતે મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે, કારણ કે તેમની દુનિયા એટલી રહસ્યમય છે કે તેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. નાગા સાધુઓને સામાન્ય રીતે સંન્યાસીઓના સૈન્ય પંથ તરીકે ઓળખવામાં આવે છે. તેમના કુલ સાત અખાડા (Akhada) છે, જે લશ્કરી રેજિમેન્ટની જેમ વિભાજિત છે. આ સાધુઓએ મુઘલો વિરુદ્ધના યુદ્ધમાં મહારાણા પ્રતાપની મદદ કરી હતી.

    નાગા સાધુઓના આ અખાડા છે- પંચદશનામી જૂના અખાડા, નિરંજની અખાડા, મહાનિર્વાણી અખાડા, અટલ અખાડા, અગ્નિ અખાડા, આનંદ અખાડા અને આહ્વાન અખાડા. નાગા સાધુઓ વૈરાગી હોય છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તેઓ રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે શસ્ત્રો પણ ઉપાડી લે છે. નાગા સાધુઓને શસ્ત્રોની તાલીમ પણ આપવામાં આવે છે. નાગા સાધુઓ સાથે જોડાયેલ એવા ઘણા કિસ્સા છે જે પ્રસિદ્ધ છે.

    કહેવાય છે કે જ્યારે મેવાડના મહારાણા પ્રતાપ મુઘલ આક્રમણખોર અકબર સામે લડી રહ્યા હતા ત્યારે નાગા સાધુઓએ પણ તેમનો સાથ આપ્યો હતો. જે યુદ્ધમાં નાગા સંન્યાસીઓએ મહારાણા પ્રતાપની મદદ કરી હતી યુદ્ધ તે રાજસ્થાનના પંચમહુઆમાં છાપલી તળાવ અને રાણાકડા ઘાટ વચ્ચે લડવામાં આવ્યું હતું. આ યુદ્ધમાં મુઘલોના છક્કા છૂટી ગયા હતા. બલિદાન આપનાર સંતોની સમાધિઓ આજે પણ ત્યાં સાક્ષી પૂરી રહી છે.

    - Advertisement -

    મુઘલ આક્રમણખોરો વિરુદ્ધ યુદ્ધ

    વર્ષ 1666માં પણ, ઔરંગઝેબની સેનાએ હરિદ્વાર કુંભ મેળા પર હુમલો કર્યો અને હિંદુ ધર્મ વિરુદ્ધ તેના ઇસ્લામી અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું. તે સમય દરમિયાન, નાગા સંન્યાસીઓએ સાધુ-સંતોને ભેગા કર્યા અને યુદ્ધ કરીને મજહબી સેનાને ભગાડી દીધી હતી. એ જ રીતે, 1751માં, અહમદ અલી બંગસે પ્રયાગરાજ કુંભ દરમિયાન હુમલો કર્યો. તે સમયે 50 હજાર નાગા સંન્યાસીઓએ બંગસ સેનાને પરત ભાગી જવા મજબૂર કરી હતી.

    જ્યારે ઔરંગઝેબે વારાણસીના વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો ત્યારે આ સાધુઓએ મંદિરની સુરક્ષા માટે હથિયાર ઉપાડ્યા હતા. આ સાધુઓએ જ વારાણસીને ઔરંગઝેબના વિનાશથી બચાવ્યું હતું. ઔરંગઝેબની સેના અને આ સાધુઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આમાં ભારે રક્તપાત થયો હતો. નાગા સંન્યાસીઓની યુદ્ધકળા જોઈને ઔરંગઝેબે તેમના પર અસ્ત્ર-શસ્ત્ર રાખવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

    જૂના અખાડાના નાગા સાધુઓએ 1757માં અફઘાન આક્રમણખોર અહમદ શાહ અબ્દાલીને મથુરા-વૃંદાવનને લૂંટતા અટકાવ્યો હતો. આ કારણે અબ્દાલીનું ગોકુળ લૂંટવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું. નાગા સાધુઓએ ગુજરાતના જૂનાગઢના નિઝામ સાથે ભીષણ યુદ્ધ લડ્યું હતું. આ યુદ્ધમાં નાગા સંન્યાસીઓએ નિઝામ અને તેની સેનાને હરાવ્યા હતા.

    અંગ્રેજો વિરુદ્ધ પણ વિદ્રોહ

    નાગા સંન્યાસીઓ અંગ્રેજો સામે પણ લડ્યા હતા. અત્યાચારીઓ સામે સંતોનું યુદ્ધ બંગાળમાં ખૂબ પ્રખ્યાત છે. બંગાળી વાર્તાકાર અને કવિ બંકિમચંદ્ર ચેટર્જીએ આના પર તેમનું પુસ્તક ‘આનંદ મઠ’ લખ્યું છે. આ પુસ્તકમનું વંદે માતરમ ગીત આજે આપણું રાષ્ટ્રીય ગીત છે. નાગા સંન્યાસીઓએ અયોધ્યાની રામજન્મભૂમિ માટે પોતાનું યોગદાન આપ્યું છે.

    કેવી રીતે બનાય નાગા સાધુ

    અખાડાના સંન્યાસી બનવા માટે એક સંકલ્પ પૂરો કરવો પડે છે. આ સંકલ્પ 12 વર્ષ માટે હોય છે. આ સંકલ્પ લેનાર બ્રહ્મચારી કહેવાય. બ્રહ્મચર્ય દરમિયાન વ્યક્તિને અખાડાના નિયમો અને પરંપરાઓ શીખવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ગુરુની સેવા કરવાની હોય છે. જ્યારે બ્રહ્મચારીનો 12 વર્ષનો સંકલ્પ પૂર્ણ થાય ત્યારે તેને આવનાર કુંભમાં નાગા સાધુ તરીકે દીક્ષા આપવામાં આવે છે.

    શરૂઆતમાં સંન્યાસની દીક્ષા ગુરુ દ્વારા આપવામાં આવે છે. મંત્રો વગેરેનો જાપ કરીને શરીર પર વિવિધ વસ્તુઓ ધારણ કરાવવામાં આવે છે. ત્યારપછી વિજય સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે. વિજય સંસ્કારમાં, સંન્યાસ લેનાર વ્યક્તિ પિંડ દાન અને અન્ય અહૂતિઓ કરાવીને તેને સંસારિક મોહ-માયાથી દૂર કરવામાં આવે છે. આહુતિ દીક્ષા પ્રાપ્ત કર્યા પછી નાગા સંન્યાસી બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.

    આ સંસ્કાર દરમિયાન તમામ સાધુઓને ધર્મ ધ્વજ નીચે ભેગા કરવામાં આવે છે અને પછી નાગા સાધુને દીક્ષા આપવામાં આવે છે. આ દરમિયાન એક અલગ ગુરુ બનાવવામાં આવે છે, જે દિગમ્બર હોય છે. આ પછી સારા નાગાઓની અખાડામાં ડ્યુટી લગાવવામાં આવે છે. નાગા સંન્યાસીઓના હાથમાં સામાન્ય રીતે ત્રિશૂળ, તલવાર, શંખ હોય છે અને તેઓ તેમના ગળા અને શરીર પર રુદ્રાક્ષ વગેરે ધારણ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં