Monday, January 27, 2025
More
    હોમપેજદેશઅહમદ શાહ અબ્દાલીને હરાવ્યો, મુઘલ હોય કે અંગ્રેજ..તમામ સામે લડ્યા: વાંચો કોણ...

    અહમદ શાહ અબ્દાલીને હરાવ્યો, મુઘલ હોય કે અંગ્રેજ..તમામ સામે લડ્યા: વાંચો કોણ છે જૂના અખાડાના સંન્યાસીઓ, કઈ રીતે થઈ હતી અખાડાની સ્થાપના

    એવું કહેવાય છે કે નાગા સંન્યાસીઓએ મુઘલોથી લઈને અંગ્રેજો સુધી દરેક સાથે યુદ્ધો કર્યાં છે. જૂના અખાડામાં એક શસ્ત્રાગાર પણ છે, જેમાં 400 વર્ષ જૂનાં શસ્ત્રો રાખવામાં આવ્યાં છે. કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓ આ શસ્ત્રો સાથે નીકળે છે.

    - Advertisement -

    પ્રયાગરાજ મહાકુંભ-2025ની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં ભાગ લેવા માટે વિવિધ અખાડાઓના સાધુ-સંતો આવી રહ્યા છે. આ અખાડાઓમાંનો એક એટલે ભૈરવ અખાડો. 13 અખાડાઓમાં સૌથી મોટા ભૈરવ અખાડાને પંચદશનામ જૂના અખાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. નાગા સંન્યાસીઓના આ અખાડાનો ઇતિહાસ આધ્યાત્મિકતાની સાથે-સાથે બહાદુરીથી પણ ભરેલો છે.

    આ જ કારણ છે કે નાગા સાધુઓ પણ પોતાની સાથે અસ્ત્ર-શસ્ત્ર પણ રાખે છે. તેમના હાથમાં તલવાર, ત્રિશૂળ, ભાલો, ફરસી જેવા અનેક પ્રકારના શસ્ત્રો હોય છે. એવું કહેવાય છે કે નાગા સંન્યાસીઓએ મુઘલોથી લઈને અંગ્રેજો સુધી દરેક સાથે યુદ્ધો કર્યાં છે. જૂના અખાડામાં એક શસ્ત્રાગાર પણ છે, જેમાં 400 વર્ષ જૂનાં શસ્ત્રો રાખવામાં આવ્યાં છે. કુંભ મેળા દરમિયાન નાગા સાધુઓ આ શસ્ત્રો સાથે નીકળે છે.

    જૂના અખાડાની સ્થાપનાનો હેતુ 

    જૂના અખાડાનો સંબંધ શૈવ સંપ્રદાયના 7 અખાડાઓ સાથે છે. તેની સ્થાપના ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં ઇ.સ. 1145માં થઈ હતી. આ અખાડાનો પહેલો મઠ પણ અહીં બાંધવામાં આવ્યો હતો. જોકે, હિંદુ ધર્મના કેટલાક નિષ્ણાતો માને છે કે આ અખાડાની સ્થાપના ઇ.સ. 1259માં કરવામાં આવી હતી. આ અખાડાની ઇ.સ. 1860માં  સરકારી દસ્તાવેજોમાં નોંધણી કરવામાં આવી હતી.

    - Advertisement -

    જૂના અખાડાના ઇષ્ટ અથવા આરાધ્ય ભગવાન શિવ અથવા તેમના રુદ્રાવતાર ભગવાન દત્તાત્રેય છે. આ અખાડાનું કેન્દ્ર અને મુખ્યાલય વારાણસીના હનુમાન ઘાટ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ અખાડાનો આશ્રમ હરિદ્વારના મહામાયા મંદિર પાસે બનાવવામાં આવ્યો હતો. આ સિવાય આ અખાડાના કેન્દ્રો ઉજ્જૈનથી તમામ મુખ્ય કેન્દ્રોમાં સ્થિત છે. કહેવાય છે કે આ અખાડામાં 5 લાખથી વધુ નાગા સાધુઓ છે.

    એવું કહેવાય છે કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયોના વર્ચસ્વને તોડવા માટે આ અખાડાઓની સ્થાપના કરવામાં આવી હતી. નાગા સાધુઓને શાસ્ત્રો તેમજ શસ્ત્રો શીખવીને યુદ્ધ કૌશલ્યમાં નિપુણ બનાવવામાં આવ્યા હતા, જેથી તેઓ હિંદુ ધર્મની સ્થાપનામાં મદદ કરી શકે. શંકરાચાર્યના નિર્દેશ હેઠળ સ્થપાયેલા આ અખાડાઓ પાછળથી મુસ્લિમ આક્રમણકારો વિરુદ્ધ પણ લડ્યા હતા.

    અબ્દાલી, નિઝામ અને મુઘલો વિરુદ્ધ પણ લડ્યા

    એવું કહેવાય છે કે આ અખાડાના નાગા સાધુઓએ મંદિરો અને મઠોની સુરક્ષા માટે મુઘલો સામે લડાઈ લડી હતી. એવું પણ કહેવાય છે કે અફઘાન આક્રમણખોર અહમદ શાહ અબ્દાલી મથુરા-વૃંદાવનને લૂંટ્યા બાદ ગોકુળને લૂંટવાના ઈરાદાથી આગળ વધ્યો હતો, પરંતુ નાગાઓએ તેને રોકી લીધો હતો. જેના કારણે અબ્દાલી ગોકુળને લૂંટવામાં સફળ થયો નહોતો.

    એવું પણ કહેવાય છે કે નાગા સાધુઓએ ગુજરાતમાં જૂનાગઢના નિઝામ સાથે ભીષણ યુદ્ધ લડ્યું હતું. આ યુદ્ધમાં નાગા સંન્યાસીઓએ નિઝામ અને તેની સેનાને હરાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે નિઝામ પણ નાગા સાધુઓની લશ્કરી કુશળતાથી પ્રભાવિત થયો હતો. આખરે, જૂનાગઢના નિઝામે આ સાધુઓ સમક્ષ ઘૂંટણિયે પડીને તેમને સંધિ માટે આમંત્રણ આપવું પડ્યું.

    જુના અખાડાના સંરક્ષક મહંત હરિગિરી કહે છે કે અખાડાના સાધુઓ નિઝામ પાસે સંધિ માટે ગયા હતા. જૂનાગઢ સોંપીશું તેમ કહી સંન્યાસીઓને ભોજન માટે બોલાવ્યા હતા. આ સમય દરમિયાન, નિઝામે કપટપૂર્વક સાધુઓના ભોજનમાં ઝેર ભેળવી દીધું. આ કારણે સેંકડો સાધુઓ મૃત્યુ પામ્યા. જેઓ બચી ગયા તેમણે જૂના અખાડાની સ્થાપના કરી.

    નાગા સંન્યાસીઓને લઈને બીજી એક કથા પણ છે. એવું કહેવાય છે કે મુઘલ આક્રમણખોર જહાંગીર એક વખત પ્રયાગરાજ કુંભ મેળામાં આવવાનો હતો. ત્યારે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયોના સંન્યાસીઓએ સાથે મળીને એક પિરામિડ બનાવ્યો અને તેની સાથે છદ્મ યુદ્ધ કર્યું. આમાં એક સાધુએ પિરામિડ પર ચડીને જહાંગીરને ખંજર પણ ભોંકી દીધું હતું. આ રીતે તેઓ મુઘલો સામે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી શક્યા નહોતા.

    પંચદશનામ જૂના અખાડાના અષ્ટ કૌશલ મહંત યોગાનંદ ગિરી કહે છે કે નાગા સંન્યાસીઓ કે જેઓ અસ્ત્ર-શસ્ત્ર લઈને ફરે છે, તેઓ મુઘલો સામે લડ્યા હતા. આ પછી બ્રિટિશ શાસન દરમિયાન પણ સંન્યાસીઓએ વિદ્રોહ કર્યો હતો. યોગાનંદ ગિરી કહે છે, “અમે આ અસ્ત્રોને કાતર કહીએ છીએ, જે અમારા માટે પૂજનીય છે.”

    કેવી રીતે બનાય છે નાગા સાધુ

    અખાડાના સંન્યાસી બનવા માટે એક સંકલ્પ પૂરો કરવો પડે છે. આ સંકલ્પ 12 વર્ષ માટે હોય છે. આ સંકલ્પ લેનાર બ્રહ્મચારી કહેવાય. બ્રહ્મચર્ય દરમિયાન વ્યક્તિને અખાડાના નિયમો અને પરંપરાઓ શીખવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ગુરુની સેવા કરવાની હોય છે. જ્યારે બ્રહ્મચારીનો 12 વર્ષનો સંકલ્પ પૂર્ણ થાય ત્યારે તેને આવનાર કુંભમાં નાગા સાધુ તરીકે દીક્ષા આપવામાં આવે છે.

    શરૂઆતમાં સંન્યાસની દીક્ષા ગુરુ દ્વારા આપવામાં આવે છે. મંત્રો વગેરેનો જાપ કરીને શરીર પર વિવિધ વસ્તુઓ ધારણ કરાવવામાં આવે છે. ત્યારપછી વિજય સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે. વિજય સંસ્કારમાં, સંન્યાસ લેનાર વ્યક્તિ પિંડ દાન અને અન્ય અહૂતિઓ કરાવીને તેને સંસારિક મોહ-માયાથી દૂર કરવામાં આવે છે. આહુતિ દીક્ષા પ્રાપ્ત કર્યા પછી નાગા સંન્યાસી બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.

    આ સંસ્કાર દરમિયાન તમામ સાધુઓને ધર્મ ધ્વજ નીચે ભેગા કરવામાં આવે છે અને પછી નાગા સાધુને દીક્ષા આપવામાં આવે છે. આ દરમિયાન એક અલગ ગુરુ બનાવવામાં આવે છે, જે દિગમ્બર હોય છે. આ પછી સારા નાગાઓની અખાડામાં ડ્યુટી લગાવવામાં આવે છે. નાગા સંન્યાસીઓના હાથમાં સામાન્ય રીતે ત્રિશૂળ, તલવાર, શંખ હોય છે અને તેઓ તેમના ગળા અને શરીર પર રુદ્રાક્ષ વગેરે ધારણ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં