Monday, November 11, 2024
More
    હોમપેજદેશ‘જિસને હુજૂર કે ખિલાફ બાત કી હૈ, ઇન્શાલ્લાહ માર દેંગે’: 20 વર્ષીય...

    ‘જિસને હુજૂર કે ખિલાફ બાત કી હૈ, ઇન્શાલ્લાહ માર દેંગે’: 20 વર્ષીય લારેબ હાશમીએ હિંદુ બસ કન્ડક્ટરનું ગળું કાપ્યું, વીડિયો પણ બનાવ્યો; એનકાઉન્ટર બાદ UP પોલીસે દબોચ્યો

    એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોપી લારેબ બસ કન્ડક્ટર પર હુમલો કર્યો હોવાનું સ્વીકારે છે અને કારણ પણ કહે છે. 1 મિનીટ 28 સેકન્ડના આ વીડિયોમાં તે ‘અસ્સલામ આલેકુમ’થી શરૂઆત કરે છે અને કહે છે કે તેણે કન્ડક્ટર પર ‘ઈસ્લામના અપમાન’ બદલ હુમલો કર્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક 20 વર્ષીય મુસ્લિમ યુવકે એક બસ કન્ડક્ટર પર છરા વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તે ભાગી છૂટ્યો અને પછીથી એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમાં તે કહેતો જોવા મળે છે કે કન્ડક્ટરે ‘ઈસ્લામનું અપમાન’ કર્યું હતું એટલે તેણે તેની ગરદન કાપી નાખી. પછીથી યુપી પોલીસે એનકાઉન્ટર કરીને તેની ધરપકડ કરી લીધી હતી. 

    ઘટના શુક્રવારે (24 નવેમ્બર, 2023) સવારે બની હતી. આરોપીની ઓળખ લારેબ હાશ્મી (20) તરીકે થઈ છે. તેણે ચાલતી બસમાં કન્ડક્ટર પર છરાથી હુમલો કરી દીધો હતો, જેના કારણે તેમને ગળા અને અન્ય ભાગોમાં ઈજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ તે બસમાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો.  લોકોનું કહેવું છે કે ભાગતાં-ભાગતાં તેણે ‘અલ્લાહુ અકબર’ અને ‘જમાત અભી જિંદા હૈ’ના નારા પણ લગાવ્યા હતા. 

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરોપી લારેબ બસ કન્ડક્ટર પર હુમલો કર્યો હોવાનું સ્વીકારે છે અને કારણ પણ કહે છે. 1 મિનીટ 28 સેકન્ડના આ વીડિયોમાં તે ‘અસ્સલામ આલેકુમ’થી શરૂઆત કરે છે અને કહે છે કે તેણે કન્ડક્ટર પર ‘ઈસ્લામના અપમાન’ બદલ હુમલો કર્યો છે અને હવે તે બચી શકશે નહીં. 

    - Advertisement -

    વિડીયોમાં તે કહે છે, “વો મુસલમાનો કો ગાલી દે રહા થા, મેંને ઉસ હ%મઝાદે કો મારા હૈ, ઇન્શાલ્લાહ વો બચેગા નહીં, વો મરેગા…..’લબ્બેક યા રસુલઅલ્લાહ, હમ જિયેંગે આપકે લિયે, મરેંગે આપકે લિયે. ઇન્શાલ્લાહ માર દેંગે.” આગળ તે કહે છે, “કોઇ યે ના સમજે કી હુકુમત યોગી કી યા મોદી કી હૈ, હમારે દિનોં પર રાજ સિર્ફ મુસ્તફા રહેમત કા ચલતા હૈ.”

    વિડીયોમાં આગળ તે મુસ્લિમોને હજૂર માટે જીવ કુરબાન કરવા માટે અપીલ કરે છે. તે કહે છે કે જે ઈસ્લામનું અપમાન કરે તેને બતાવવાનું છે કે હજૂરના ગુલામો કેવા હોય છે. આગળ તે ખાદીમ હુસૈન રીઝવીનું નામ લઈને કહે છે કે, “આપને ફરમાયા થા, અલ્લાહ કી રાહ મેં નીકલો, ફરિશ્તે આયેંગે….એક કતલ નહીં કરના, ઈસ્લામ કે લિયે લાશોં કે ઢેર લગા દેને હૈ ઈન્શાલ્લાહ.” આગળ તે ‘લબ્બેક યા રસૂલઅલ્લાહ’ અને ‘અલ્લાહુ અકબર’ના પણ નારા લગાવે છે. વિડીયોને અંતે તે પોતાની પાસે રહેલું હથિયાર બતાવે છે, જેના વડે તેણે કન્ડક્ટર પર હુમલો કર્યો હતો. 

    ઘટના બાદ પ્રયાગરાજ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પરંતુ સાંજે જ્યારે હથિયાર રિકવર કરવા માટે જ્યાં છુપાવ્યું હતું તે સ્થળે લઇ જવામાં આવ્યો ત્યારે તેણે પોતે સંતાડી રાખેલી પિસ્તોલથી પોલીસ પર હુમલો કરી દીધો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કરવો પડ્યો, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં હાલ સારવાર ચાલી રહી છે. 

    UPના ભાજપ ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીએ આ બાબતની જાણકારી આપતાં X પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘UP પોલીસે જરૂરી ઇલાજ કર્યો છે. અથડામણમાં ગંભીર રીતે ઈજા પામ્યો છે. ડોક્ટરો અનુસાર, જીવ બચી ગયો તોપણ પોતાના પગ પર ચાલી શકશે નહીં.’ તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં પોલીસ કર્મચારીઓ આરોપીને હોસ્પિટલ લઇ જતા જોવા મળે છે. 

    પ્રયાગરાજના DCP અભિનવ ત્યાગીએ કાર્યવાહીને લઈને જણાવ્યું હતું કે, “ઘટના બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને IPCની સંગત ધારાઓ હેઠળ કેસ દાખલ કરી દીધો હતો. હાલ આગળની તપાસ ચાલી રહી છે.” તેમણે ઉમેર્યું કે, આરોપી લારેબ હાશ્મી પ્રયાગરાજના હાજીગંજ વિસ્તારમાં રહે છે અને શહેરની યુનાઈટેડ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા મોહમદાસ યુનુસ શહેરમાં પોલ્ટ્રી ફાર્મ ચલાવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં