Saturday, December 7, 2024
More
    હોમપેજક્રાઈમપહેલાં પથ્થરને લીલો રંગ કરીને મજાર બનાવી, પછી બની ગઈ મોટી મસ્જિદ:...

    પહેલાં પથ્થરને લીલો રંગ કરીને મજાર બનાવી, પછી બની ગઈ મોટી મસ્જિદ: જે પર્વત પર પ્રભુ શ્રીરામે મહાદેવનો જળાભિષેક કર્યો, ત્યાં મઝહબી બાંધકામ તાણી બંધાયું હોવાની રાવ

    ઘટના બાંદાના બામ્બેશ્વર પર્વતની છે. આ પર્વતનું નામ આ નામ અહીં આવેલા અતિ પ્રાચીન બમદેવ મહાદેવ શિવાલયના નામ પરથી પડ્યું છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામે તેમના વનવાસ દરમિયાન અહીં ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બાંદાના (Banda) એક ગામમાં હિંદુઓ માટેના અતિપવિત્ર અને મહત્વપૂર્ણ ધામ બામ્બેશ્વર પર્વત (Bambeshwar hill) નજીક મસ્જિદ ઉભી કરી દેવામાં આવતાં હોબાળો થયો છે. બાંદાના જે પવિત્ર પર્વત પર ભગવાન શ્રીરામે ભગવાન મહાદેવનો જળાભિષેક કર્યો હતો, તેની નજીકમાં જ એક મોટી મસ્જિદ ઉભી કરી દેવામાં આવી હોવાની ફરિયાદ હિંદુઓએ કરી છે. બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહીને સંગઠનોએ સરકાર સમક્ષ કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના બાંદાના બામ્બેશ્વર પર્વતની છે. આ પર્વતનું નામ આ નામ અહીં આવેલા અતિ પ્રાચીન બમદેવ મહાદેવ શિવાલયના નામ પરથી પડ્યું છે. કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામે તેમના વનવાસ દરમિયાન અહીં ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. અહીં ભગવાન રામે મહાદેવનો જળાભિષેક કર્યો હોવાનું માનવામાં આવે છે. આ સ્થાન હિંદુઓ માટે અતિપવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પવિત્ર બામ્બેશ્વર પર્વત નજીક જ મસ્જિદ નિર્માણ કરી દેવામાં આવતાં હોબાળો થયો છે. હિંદુ સંગઠનોએ બુલડોઝર એક્શનની માંગ સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યાં હતાં.

    કોરોના લોકડાઉનમાં પહેલાં મજાર અને બાદમાં મસ્જિદ ઉભી કરી દેવાઈ

    આ બાંધકામને લઈને વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના સ્થાનિક હિંદુ સંગઠનોનો આરોપ છે કે કોરોના કાળમાં જ્યારે લોકડાઉન લાગ્યું, તે સમયે મુસ્લિમોએ અહીં છાનામાના એક મજાર ઉભી કરી દીધી. મજાર બનાવ્યાના થોડા સમય બાદ જ અહીં મસ્જિદનું નિર્માણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું અને જોત-જોતામાં અહીં ગેરકાયદેસર રીતે મસ્જિદ ઉભી કરી દેવામાં આવી. સંગઠનોનો આરોપ છે કે થોડા જ સમયમાં પર્વત પર ઠેકઠેકાણે મજારો ઉભી કરી દેવામાં આવી છે. અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ નમાજ પઢવાનું પણ શરૂ કરી દીધું છે.

    - Advertisement -

    આ મામલે વિશ્વ હિંદુ પરિષદના સ્થાનિક નેતા ચંદ્રમોહન બેદીએ જણાવ્યું હતું કે આ પર્વત ખૂબ જ પ્રાચીન છે અને અહીં કોરોના સમયે ગેરકાયદેસર રીતે મસ્જિદ ઉભી કરી દેવામાં આવી છે. તેમનો આરોપ છે કે મુસ્લિમ સમુદાયના લોકોએ અહીં ગેરકાયદેસર રીતે જમીનો પર કબજા જમાવી લીધા છે. તેમણે દાવો કર્યો હતો કે મજાર બનાવવા માટે જમીનમાં ઊંડે સુધી ખોદવું પડે અને બાદમાં ત્યાં કોઈ વ્યક્તિને દાટવામાં આવે, પરંતુ અહીં તમામ જમીન પથરાળ છે અને ખોદકામ શક્ય જ નથી. તો પછી આખરે મજાર બની કેવી રીતે?

    હિંદુ સંગઠનો આકરા પાણીએ, સીએમ યોગી-પ્રશાસનને લખ્યો પત્ર

    આ પ્રકારની ગતિવિધિઓને લઈને આક્રોશિત હિંદુ સમુદાયે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, જિલ્લા કલેકટર તેમજ પોલીસ અધીક્ષકને પત્ર લખ્યો છે. આ પત્રમાં ફરિયાદ કરવામાં આવી છે કે જે સ્થળ હિંદુઓ માટે આસ્થાનું કન્દ્ર હતું અને જ્યાં એક સમયે મુસ્લિમોની કોઈ જ વસ્તી નહોતી, ત્યાં આજે ભારે સંખ્યામાં મુસ્લિમોની વસ્તી ઉભી થઈ ગઈ છે. પત્રમાં પ્રશાસનને ત્વરિત કાર્યવાહી કરીને મસ્જિદ અને મજારોને હટાવવાની માંગ કરવામાં આવી છે.

    આ મામલે VHPના મહામંત્રી દીપુ દીક્ષિતે જણાવ્યું હતું કે, મુસ્લિમોએ પવિત્ર પર્વતના પથ્થરોને લીલા રંગથી રંગીને તેને મજાર બનાવી દીધી છે. ત્યારબાદ તેના પર જ મોટી મસ્જિદ ઉભી કરી દેવામાં આવી. તેમનો દાવો છે કે મસ્જિદ બન્યા બાદથી અહીં નિયમિત રીતે અઢળક લોકો જુમ્માની નમાજ અને અન્ય મજહબી ગતિવિધિઓ માટે આવવાના શરૂ થઈ ગયા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો આ બધું નહીં રોકવામાં આવે તો હિંદુઓએ તેમનું પવિત્ર તીર્થસ્થળ ખોવાનો વારો આવશે.

    નોંધવું જોઈએ કે માત્ર હિંદુ સમુદાય કે સંગઠનો જ નહીં, બામ્બેશ્વર પર્વતના અતિપ્રાચીન મંદિરના મહંત અને મંદિર કમિટી પણ આ મસ્જિદને લઈને ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે જો અહીંની ગતિવિધિઓને વહેલી તકે નહીં અટકાવવામાં આવે તો અહીં પણ અયોધ્યા અને કાશી-મથુરા જેવી સ્થિતિનું નિર્માણ થશે. તેમને ડર છે કે ફરી એક વાર હિંદુઓએ તેમના ઇષ્ટના ધર્મસ્થળને ખોવાનો વારો આવશે. નોંધવું જોઈએ કે અહીં ભગવાન રામે મહાદેવ પર જળાભિષેક કર્યો હતો અને મહાદેવ સાક્ષાત પ્રકટ થયા હતા ભગવાન રામને દર્શન આપ્યા હતા. આ ધામ હિંદુઓ માટે અતિ મહત્વ ધરાવે છે. હાલ આખા મામલાને લઈને ઉત્તર પ્રદેશ પ્રશાસન તપાસ કરી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં