Thursday, May 2, 2024
More
    હોમપેજક્રાઈમભારતમાં મસ્જિદો બનાવવા માટે વિદેશી ફન્ડિંગ, મહાનગરોમાં રોહિંગ્યા મુસ્લિમોને વસાવવાનું કાવતરું: દેવબંદ...

    ભારતમાં મસ્જિદો બનાવવા માટે વિદેશી ફન્ડિંગ, મહાનગરોમાં રોહિંગ્યા મુસ્લિમોને વસાવવાનું કાવતરું: દેવબંદ સાથે જોડાયેલા છે આતંકીઓના તાર, UP ATSએ અત્તર-ટોપીવાળાને ઝડપ્યો

    પહેલા તબક્કામાં પાકિસ્તાન સરહદ પર પંજાબ અને બાંગ્લાદેશ સરહદ પાસે પશ્ચિમ બંગાળમાં મસ્જિદોનું નિર્માણ થવાનું હતું. જોકે ATS હાલ આ આતંકી નેટવર્ક અને તેના આર્થિક સ્ત્રોતોના મૂળને શોધી કાઢવામાં લાગી છે. સાથે જ આ મસ્જિદોના નિર્માણનો હેતુ પણ હજુ સુધી સામે આવવાનો બાકી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશ પોલીસની ATSએ 11 ઓકટોબર 2023ના રોજ 10 શંકાસ્પદ આતંકીઓ વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. જેમાં આદિલ ઉર રહેમાન અશર્ફી, અબૂ હુરૈરા ગાઝી, શેખ નજીબુલ હક, મોહમ્મદ રાશિદ, કફીલુદ્દીન, અઝીમ, અબ્દુલ અવ્વલ, અબુ સાલેહ, અબ્દુલ ગફાર અને અબ્દુલ્લા ગાઝીનો સમાવેશ થાય છે. આ તમામ પર વિદેશથી ગેરકાયદેસર પૈસા લાવીને ભારતમાં મસ્જિદો બનાવવા, રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર રીતે વસાવવા અને દેશ વિરોધી ગતિવિધિઓ આચરવાના આરોપ છે. જેમના તાર દેવબંદ અને દારૂલ ઉલુમ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

    આ આખી ઘટનામાં ખાસ વાત તે છે કે ઉત્તર પ્રદેશ ATS દ્વારા ધરપકડ કરાયેલા મોટાભાગના આરોપીઓ દેવબંદ દારુલ સાથે જોડાયેલા છે. આ 10 આરોપીઓમાં દિલ્હીનો રહેવાસી અબ્દુલ અવ્વલ ગેરકાયદેસર રીતે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને આસામના રહેવાસીના કાગળિયાં ભેગા કરીને બેંક ખાતા ખોલાવતો હતી. બાદમાં તે આ એકાઉન્ટ દિલ્હીના અબ્દુલ ગફારને સોંપી દેતો હતો. ગફાર આ ખાતામાં વિદેશથી નાણા મંગાવતો હતો. આ રૂપિયામાં અબુ સાલેહ પણ ગફારની મદદ કરતો હતો.

    વિદેશ અને દેશના અનેક ભાગોમાંથી મંગાવવામાં આવેલા આ રૂપિયા હવાલા મારફતે નજીબુલ શેખ સુધી પહોંચી જતા હતા. નજીબુલ શેખની સરહાનપૂરમાં દેવબંદ પાસે ટોપી અને અત્તરની દુકાન છે.

    - Advertisement -

    બંગાળનો નજીબુલ, દારુલ ઉલુમની સામે અત્તર-ટોપીની દુકાન

    ATSના જણાવ્યા અનુસાર મૂળ પશ્ચિમ બંગાળમાં રહેતા અને અસ્થાયી રૂપે દેવબંદમાં રહેતા નજીબુલે બાંગ્લાદેશી અતિક ઉર રહેમાનને પોતાના સહયોગી તરીકે રાખ્યો હતો. અતિક ઉર રહેમાને નકલી દસ્તાવેજોથી ભારતનું આધાર અને પાનકાર્ડ વગેરે બનાવી રાખ્યા હતા. આ બધા એક એવી ગેંગ તરીકે કામ કરતા હતા જે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા નાગરિકોને ભારતમાં ઘૂસણખોરી કરીને તેમના ભારતીય કાગળો બનાવતા હતા. આ બાંગ્લાદેશીઓને દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પૂર્વોત્તર ભારતના જુદા જુદા ભાગોમાં વસાવવામાં આવી રહ્યા હતા.

    11 ઓક્ટોબર 2023ના રોજ ATSને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે લખનૌના ચારબાગ સ્ટેશન પર આ નેટવર્ક સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદ લોકો હાજર છે. ATSએ આદિલુર રહેમાન અશર્ફી ઝડપી લીધો હતો. એ જ દિવસે ATSના સહારનપુર યુનિટે અબુ હુરૈરા અને નજીબુલ શેખની પણ ધરપકડ કરી હતી. આ તમામને ATS હેડક્વાર્ટર લખનઉ લાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના રહેવાસી તરીકે ઓળખ આપનાર નજીબુલ હાલ દેવબંદના દારુલ ઉલૂમની સામે અત્તર અને ટોપીની દુકાન ચલાવતો હતો.

    પૂછપરછ દરમિયાન નજીબુલે કબૂલાત કરી હતી કે તે હવાલાથી પૈસા મેળવતો હતો. આદિલુર રહેમાને પોતાનું અસલી નામ આદિલ અહમદ અશર્ફી જણાવ્યું હતું, જે મૂળ બાંગ્લાદેશનો રહેવાસી છે. નકલી ઓળખપત્રોથી ભારતીય બનેલો આદિલ અહેમદ હાલ દેવબંદ દારુલ ઉલૂમમાં અભ્યાસ કરતો હતો. આ નેટવર્કે તાજેતરમાં જ એક બાંગ્લાદેશી મહિલાને ગેરકાયદેસર રીતે ઇબ્રાહિમ નામના ભારતીય વ્યક્તિને 70,000 રૂપિયામાં વેચી દીધી હતી. મહિલાને શોધ કર્યા બાદ ઇબ્રાહિમ સહિત તેની ધરપકડ કરવામાં આવી હતી, તેના ઓળખપત્રો પણ બોગસ હોવાનું જાણવા મળ્યું છે. પશ્ચિમ બંગાળના રહેવાવાળા ત્રીજા આરોપી અબૂ હુરૈરાએ જણાવ્યું હતું કે હાલ તે દારુલ ઉલૂમ દેવબંદની છત્તા મસ્જિદમાં રહેતો હતો.

    UP ATSને આ તમામ પાસેથી ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો, મોબાઇલ, એટીએમ કાર્ડ, સંયુક્ત અરબ અમીરાતના ચલણી નાણા, ભારતીય રોકડ, સિમકાર્ડ, આધાર કાર્ડ, મદરેસાનું કાર્ડ, પાનકાર્ડ અને પાસપોર્ટ મળી આવ્યા હતા. આ તમામ આરોપીઓ સામે IPCની કલમ 120-B, 419, 420, 467, 468, 471, 370 અને ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 14 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના નામ આદિલ ઉર રહેમાન, નજીબુલ શેખ અને હુરૈરા ગાઝી છે. બીજા તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે. હાલ આ કેસની તપાસ UP ATSના મેરઠ યુનિટના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર યાદવ કરી રહ્યા છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    ઑપઇન્ડિયાને સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પહેલા તબક્કામાં પાકિસ્તાન સરહદ પર પંજાબ અને બાંગ્લાદેશ સરહદ પાસે પશ્ચિમ બંગાળમાં મસ્જિદોનું નિર્માણ થવાનું હતું. જોકે ATS હાલ આ આતંકી નેટવર્ક અને તેના આર્થિક સ્ત્રોતોના મૂળને શોધી કાઢવામાં લાગી છે. સાથે જ આ મસ્જિદોના નિર્માણનો હેતુ પણ હજુ સુધી સામે આવવાનો બાકી છે.

    દારુલ ઉલૂમમાં કરવામાં આવી રહી હતી બાંગ્લાદેશી ઘૂસણખોરોની મદદ

    ઉત્તર પ્રદેશ ATSની તપાસમાં આદિલ ઉર રહેમાન અશર્ફી પાસેથી દારૂલ ઉલૂમ દેવબંદનું ઓળખપત્ર મળી આવ્યું હતું. તે મૂળ બાંગ્લાદેશનો રહેવાસી છે. જો કે બાદમાં દારુલ ઉલૂમે આદિલ ઉર રહેમાનને પોતાનો વિદ્યાર્થી હોવાનું નકારી કાઢ્યું હતું. જોકે ઑપઇન્ડિયાને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આદિલ ઉર રહેમાન અવારનવાર દેવબંદની મુલાકાત લેતો હતો. તેને અહીં અનેક વાર નમાજ પઢતા પણ જોવામાં આવ્યો હતો.

    આ જ કેસમાં પકડાયેલો અન્ય એક આરોપી પણ દેશ વિરોધી કૃત્યોમાં સંડોવાયેલો હતો. તે પોતાને ગાઝી તરીકે ઓળખાવતો હતો. તેનું અસલ નામ અબુ હુરૈરા છે, જે મૂળ તો પશ્ચિમ બંગાળના 24 પરગના જિલ્લાનો રહેવાસી છે, પરંતુ હાલમાં તે દારુલ ઉલૂમ દેવબંદની છત્તા મસ્જિદમાં રહેતો હતો. પશ્ચિમ બંગાળના 24 પરગનાનો રહેવાસી શેખ નજીબુલ ઘણા સમયથી દારુલ ઉલૂમ દેવબંધની સામે અત્તર અને ટોપી વેચવાની દુકાન ચલાવી રહ્યો હતો.

    આ પહેલા 19 જુલાઈ 2023ના રોજ યુપી એટીએસે બીજી FIR નોંધી હતી. તે સમયે FIRએ હબીબુલ્લા મિસ્બાહ અને અહમદુલ્લાહની ધરપકડ કરી હતી. મૂળ બાંગ્લાદેશના દિનાજપુરનો રહેવાસી હબીબુલ્લા પાસે પણ દારૂલ ઉલૂમ દેવબંધનું ઓળખપત્ર મળી આવ્યું હતું. તે દારુલ ઉલૂમ દેવબંદ નજીક રૂખસાના બિલ્ડિંગમાં રહેતો હતો. હબીબુલ્લાહ છેલ્લા કેટલાક સમયથી આદિલ ઉર રહેમાનનો રૂમ પાર્ટનર પણ રહી ચુક્યો છે. આ ગેરકાયદેસર ઘૂસણખોરોએ ગેરકાયદેસર રીતે ભારતીય ઓળખપત્રો બનાવડાવી રાખ્યા હતા.

    આ બધા ઉપરાંત ATSએ 28 એપ્રિલ 2022ના રોજ પણ એક FIR નોંધી હતી. તે સમયે તલહા તાલુકદાર બિન ફારૂક નામના આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. મૂળ બાંગ્લાદેશનો રહેવાસી તલહા નકલી દસ્તાવેજો સાથે ભારત આવ્યો હતો અને દારુલ ઉલૂમ દેવબંદની ઇમારત દાર-એ-જદીદના રૂમ નંબર 61માં રહેતો હતો. ATSને તલહા તાલુકદાર પાસેથી દારુલ ઉલૂમ દેવબંધના વઝીફાની રસીદ પણ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તલહા તાલુકદારે કબૂલાત કરી હતી કે તેની સાથે સલાહુદ્દીન સલીમ અને ઇફ્તાકર નામના અન્ય બે બાંગ્લાદેશીઓ પણ દારુલ ઉલૂમમાં ગેરકાયદેસર રીતે અરબી ભાષાનો અભ્યાસ કરી રહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં