Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશ'શાહજહાંએ નહતો બનાવડાવ્યો તાજમહલ, ખોટી રીતે દર્શાવાયો ઇતિહાસ': દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની...

    ‘શાહજહાંએ નહતો બનાવડાવ્યો તાજમહલ, ખોટી રીતે દર્શાવાયો ઇતિહાસ’: દિલ્હી હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી, ASI પાસે પહોંચ્યો મામલો

    આ અરજીમાં ભારત સરકાર, આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા, નેશનલ આર્કાઇવ્સ ઑફ ઇન્ડિયા અને ઉત્તર પ્રદેશ સરકારને પ્રતિવાદી બનાવવામાં આવ્યાં હતાં. ગુરૂવારે અરજી દાખલ કરવામાં આવ્યા બાદ શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. 

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દલીલ કળવામાં આવી કે તાજમહલ શાહજહાંએ બનાવ્યો ન હતો અને જેથી આ અંગે સાચો ઈતિહાસ જણાવવામાં આવે. કોર્ટે આ મામલો ASI પાસે મોકલી આપ્યો છે. 

    PIL હિંદુ સેના નામના એક સંગઠન દ્વારા દાખલ કરવામાં આવી છે. સુરજીતસિંઘ યાદવ નામના વ્યક્તિએ અરજીમાં કહ્યું કે, રાજા માનસિંઘનો મહેલ તોડીને તે જ સ્થળે તાજમહલનું બાંધકામ કરવામાં આવ્યું હોય તેવા કોઇ ઐતિહાસિક પુરાવા મળતા નથી. તેમણે માંગ કરી કે ASI આ મામલે તપાસ કરે અને તાજમહલની સાચી ઉંમર જાણે અને કોર્ટ સમક્ષ રિપોર્ટ દાખલ કરે. 

    આ અરજીમાં ભારત સરકાર, આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા, નેશનલ આર્કાઇવ્સ ઑફ ઇન્ડિયા અને ઉત્તર પ્રદેશ સરકારને પ્રતિવાદી બનાવવામાં આવ્યાં હતાં. ગુરૂવારે (2 નવેમ્બર) અરજી દાખલ કરવામાં આવ્યા બાદ શુક્રવારે દિલ્હી હાઈકોર્ટની 2 જજની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. 

    - Advertisement -

    બેન્ચે સુનાવણી દરમિયાન નોંધ્યું કે આ જ અરજદારે અગાઉ આવી જ માંગ સાથે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે તેમને ASI સમક્ષ આ મામલો ઉઠાવવા માટે જણાવ્યું હતું. પરંતુ તેમની દલીલ છે કે ASIએ હજુ સુધી આ મામલે કોઇ કાર્યવાહી કરી નથી. આખરે દિલ્હી હાઈકોર્ટે ASIને નિર્દેશ કર્યો કે તેઓ આ મામલે વિચાર કરે. 

    અરજીમાં કહ્યું- હિંદુ રાજાના મહેલનો જીર્ણોદ્ધાર જ થયો, ક્યારેય તોડવામાં આવ્યો ન હતો

    કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે દાવો કર્યો કે તેમણે તાજમહલ વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. ‘તાજ મ્યુઝિયમ’ નામના એક પુસ્તકનો સંદર્ભ આપીને તેમણે જણાવ્યું કે, મુમતાઝ મહલને (શાહજહાંની પત્ની) દફનાવવા માટે સુંદર સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. તેમનો દાવો છે કે આ સ્થળ રાજા માનસિંઘનું હતું. તેમણે કહ્યું કે, આ મહેલ ક્યારેય તોડવામાં નહીં આવ્યો અને હાલ જે તાજમહલનું માળખું છે તે પહેલેથી ઊભેલા રાજા માનસિંઘના મહેલનું જ નવું સ્વરૂપ છે. 

    અરજીમાં દાવો કરવામાં આવ્યો કે, “પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે મુમતાઝનો મૃતદેહ રાજા જયસિંહની જમીનમાં એક કામચલાઉ ગુંબજ જેવી સંરચના નીચે દફનાવવામાં આવ્યો હતો અને ઇતિહાસમાં ક્યાંય પ્રમાણ નથી કે તાજમહલના નિર્માણ માટે રાજા માનસિંઘનો મહેલ ધ્વસ્ત કરવામાં આવ્યો હોય.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં