Sunday, July 14, 2024
More
  હોમપેજદેશ‘વી વિલ રિપ યુ અપાર્ટ’: પતંજલિ કેસમાં જસ્ટિસ અમાનુલ્લાહે કરેલી ટિપ્પણી ચર્ચાનો...

  ‘વી વિલ રિપ યુ અપાર્ટ’: પતંજલિ કેસમાં જસ્ટિસ અમાનુલ્લાહે કરેલી ટિપ્પણી ચર્ચાનો વિષય બની, પૂર્વ ન્યાયાધીશોએ યાદ કરાવી શબ્દોની ગરિમા

  જસ્ટિસ અમાનુલ્લાહની આ ટિપ્પણી સામે આવ્યા બાદ હવે પૂર્વ જજ નારાજ થયા છે. તેમનું કહેવું છે કે ન્યાયાલયની કાર્યવાહીએ સંયમના માપદંડો સ્થાપિત કર્યાં છે, પરંતુ જે ભાષા જસ્ટિસ સુનાવણી દરમિયાન વાપરે છે, તે રસ્તા પર મળતી ધમકી જેવી છે.

  - Advertisement -

  ભ્રામક પ્રચાર કરવાના મામલે પતંજલિ અને યોગગુરુ બાબા રામદેવની સંસ્થા પતંજલિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી હાલ ચર્ચામાં છે. કારણ છે જસ્ટિસ અમાનુલ્લાહની કડક ટિપ્પણી. ગત 10 એપ્રિલે બાબા રામદેવ અને પતંજલિના MD બાલકૃષ્ણ દ્વારા જ્યારે ન્યાયાલય સમક્ષ બિનશરતી માફી માંગવા માટે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું ત્યારે કોર્ટે તેને રદ કરી દીધું. બીજી તરફ, સુનાવણી દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહે ઉત્તરાખંડની સ્ટેટ લાઈસેન્સિંગ ઑથોરિટી પ્રત્યે ઊંડી નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે- ‘વી વિલ રિપ યુ અપાર્ટ.’ (આમ તો આ શબ્દોને ગુજરાતી કરવું કઠિન છે, પરંતુ એ અર્થમાં કહેવામાં આવ્યું હતું કે તમને છોડવામાં નહીં આવે.)

  જસ્ટિસ અમાનુલ્લાહની આ ટિપ્પણી સામે આવ્યા બાદ હવે પૂર્વ જજ નારાજ થયા છે. તેમનું કહેવું છે કે ન્યાયાલયની કાર્યવાહીએ સંયમના માપદંડો સ્થાપિત કર્યાં છે, પરંતુ જે ભાષા જસ્ટિસ સુનાવણી દરમિયાન વાપરે છે, તે રસ્તા પર મળતી ધમકી જેવી છે. પૂર્વ જજ અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશોએ સલાહ આપી છે કે જસ્ટિસ અમાનુલ્લાહે ન્યાયિક આચરણથી પરિચિત થવા માટે સુપ્રીમ કોર્ટના બે નિર્ણયો પર નજર મારવી જરૂરી છે. આ કેસ એટલે કૃષ્ણા સ્વામી વિ. ભારત સંઘ (1992) અને સી રવિચંદ્રન અય્યર વિ. જસ્ટિસ એ એમ ભટ્ટાચાર્ય (1995) કેસ.

  કૃષ્ણ સ્વામી મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણીય ન્યાયાલયોના જજોનાં વર્તન-વ્યવહાર સમાજમાં સામાન્ય લોકો કરતાં ક્યાંય વધારે સારાં હોવાં જોઈએ. ન્યાયિક વ્યવહારનાં માપદંડો પછી તે બેન્ચ પર હોય કે બહાર, સામાન્ય કરતાં અનેક રીતે ઊંચાં હોય છે… એવું આચરણ જે જજની નિષ્પક્ષતા પર અસર કરે તેનો ત્યાગ કરવો જોઈએ. જજ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ સ્વેચ્છાએ ઉચ્ચ જવાબદારીઓ માટે ઉપ્યુક્તાની પુષ્ટિ કરતાં આચરણનાં સંપૂર્ણ માનક સ્થાપિત કરે.

  - Advertisement -

  બીજો કેસ રવિચંદ્રન કેસનો છે, જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “ન્યાયિક કાર્યાલય મૂળરૂપે તો એક સાર્વજનિક ટ્રસ્ટ છે. એટલે ન્યાયાધીશ એક ઉચ્ચ નિષ્ઠાવાન, ઈમાનદર વ્યક્તિ હોય અને તેની પાસે નૈતિક શક્તિ, નૈતિક દ્રઢતા અને ભ્રષ્ટ કે દ્વેષપૂર્ણ પ્રભાવોથી રહિત હોય તેવી આશા સમાજને હોય તે સ્વાભાવિક છે. ન્યાયાધીશ પાસેથી ન્યાયિક વ્યવહારમાં ઔચિત્યના સૌથી સટીક માપદંડોની અપેક્ષા રાખવામાં આવે છે. કોઇ પણ વ્યવહાર જે અદાલતની અખંડિતતા અને નિષ્પક્ષતામાં જનતાના વિશ્વાસને નબળો પડે તે ન્યાયિક પ્રક્રિયાની અસરકારકતા માટે હાનિકારક સાબિત થશે.”

  નોંધનીય છે કે જસ્ટિસ અમાનુલ્લાહની જેમ વર્ષ 2005માં બીએન અગ્રવાલની પીઠે પણ આવી જ એક ટિપ્પણી કરી હતી. તે સમયે બિહારના તત્કાલિન રાજ્યપાલ, વરિષ્ઠ નેતા બૂટા સિંઘ વારંવાર આદેશ આપી કહેવામાં આવ્યા છતાં આદેશો સામે આંખ આડા કાન કરી દિલ્હીના એક સરકારી બંગલામાં વસવાટ કરતા હતા. તે સમયે જજે કહ્યું હતું કે, “બિહારના રાજ્યપાલ દિલ્હીમાં બંગલો લઈને શું કરે છે? તેમને અહીં બંગલો ન ફાળવી શકાય. બહાર ફેંકી દો તેમને.” આ ઉપરાંત એ પણ ધ્યાને દોરવું જોઈએ કે નૂપુર શર્માના એક કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાએ કહ્યું હતું કે નૂપુર શર્માના નિવેદને આખા દેશમાં આગ લગાવી દીધી અને તેમણે આખા દેશની માફી માંગવી જોઈએ.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં