Wednesday, March 19, 2025
More
    હોમપેજરાજકારણજમ્મુ કાશ્મીર ભાજપના પરિહાર ભાઈઓની હત્યામાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ: ઓસામા,...

    જમ્મુ કાશ્મીર ભાજપના પરિહાર ભાઈઓની હત્યામાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ: ઓસામા, નિસાર સહિત 3 આતંકીઓની ધરપકડ, BJPએ આપી દીકરીને ટિકિટ

    ભાજપે શગુન પરિહારને કિશ્તવાડથી ઉમેદવાર બનાવ્યા છે. આ મામલે શગુને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં (Jammu-Kashmir) ભાજપ (BJP) નેતા અનિલ પરિહાર (Anil Parihar) અને તેમના ભાઈ અજિત પરિહારની હત્યા મામલે મહત્વની વિગતો સામે આવી હતી. અધિકારીઓ અનુસાર તેમની હત્યા ઓસામા અને નિસાર અહમદ શેખ, કે જેઓ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન (Hizbul Mujahiddin) સાથે જોડાયેલા છે તેમણે કરી હતી. આ મામલે હમણાં સુધી 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    જમ્મુ રેન્જના IG  મુકેશ સિંહે આ મામલે જાણકારી આપતા આ મામલે ખુલાસાઓ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, “આરોપીઓનું નામ નિસાર અહમદ અને ઓસામા છે, જે બંને આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “અનિલ પરિહાર અને તેમના ભાઈની હત્યા એ કિશ્તવાડમાં ફરીથી આતંકવાદને બેઠું કરવાનું ષડયંત્ર હતું. આતંકવાદીઓ સાથે સંપર્ક ધરાવતા કે કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

    ઉલ્લેખનીય છે કે 26 ઓગસ્ટે પોલીસે આ મામલે કિશ્તવાડમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. IG મુકેશ સિંહે એમ પણ કહ્યું હતું કે પાછલા એક વર્ષમાં કિશ્તવાડમાં 4 આતંકી ઘટનાઓ બની છે. આ મામલે CRPF, આર્મી અને NIAની મદદથી આ ચારેય ઘટનાઓના ખુલાસા થયા છે.

    - Advertisement -

    આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. અન્ય સુરક્ષા દળો પણ આ મામલે ધ્યાન આપી રહ્યા છે. ઘટનાનો મુખ્ય આરોપી વર્તમાનમાં ફરાર છે, જેને પકડવા માટે પોલીસના પ્રયત્નો શરૂ છે. ભાજપ નેતા અનિલ પરિહાર અને તેમના ભાઈની હત્યાના મામલે હમણાં સુધી 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    ભાજપે આપી અનિલ પરરિહારની ભત્રીજીને ટિકિટ

    જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં અનિલ પરિહારની ભત્રીજી શગુન પરિહારનું નામ પણ સામેલ છે. ભાજપે શગુન પરિહારને કિશ્તવાડથી ઉમેદવાર બનાવ્યા છે. આ મામલે શગુને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

    શું હતી સમગ્ર ઘટના

    નવેમ્બર 2018માં અનિલ પરિહાર અને તેમના ભાઈને આતંકીઓ દ્વારા નિશાનો બનાવમાં આવ્યા હતા. અનિલ પરિહાર અને અજિત પરિહાર જમ્મુ-કાશ્મીરના રાજ્ય BJP કારોબારીના પદ ધરાવતા હતા. નવેમ્બર 2018માં બંને ભાઈઓ કિશ્તવાડમાં તેમની દુકાનેથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો હતો.

    આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ બંને ભાઈઓ પર હુમલો કરવાની રાહ જોઈને બેઠા હતા. બંને ભાઈઓ નજરે પડતાં આતંકીઓએ તેમના પર ગોળીબાર કરી તેમની હત્યા કરી દીધી હતી. આ બાદ ઘટના સ્થળ કિશ્તવાડમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી, અને કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના 3 આંતકીઓની ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં