Thursday, October 10, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકપોતાના આઈડીથી અન્યની ટિકિટ કરાવવા પર થશે જેલ!: IRCTCના નામે વાયરલ થઈ...

    પોતાના આઈડીથી અન્યની ટિકિટ કરાવવા પર થશે જેલ!: IRCTCના નામે વાયરલ થઈ રહ્યો છે મેસેજ, જાણો શું છે વાસ્તવિકતા

    ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરવા માટેના પ્લેટફોર્મ IRCTCને લઈને સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા દાવાને લઈને હવે સંસ્થાએ સ્પષ્ટતા કરી છે. IRCTCએ પોતાના આધિકારીક X હેન્ડલ પર આ દાવાને ભ્રામક અને ખોટો ગણાવ્યો હતો.

    - Advertisement -

    સોશિયલ મીડિયામાં IRCTCના નામે દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અલગ અટકવાળી (સરનેમ) બૂક થયેલી ટિકિટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અલગ નામ કે અટકવાળી ટિકિટ પર મુસાફરી કરી રહેલા વ્યક્તિને જેલ પણ થઈ શકે છે. બીજી તરફ IRCTCએ આ મામલે X પર પોસ્ટ કરીને વાસ્તવિકતા જણાવી હતી.

    ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરવા માટેના પ્લેટફોર્મ IRCTCને લઈને સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા દાવાને લઈને હવે સંસ્થાએ સ્પષ્ટતા કરી છે. IRCTCએ પોતાના આધિકારીક X હેન્ડલ પર આ દાવાને ભ્રામક અને ખોટો ગણાવ્યો હતો. IRCTCએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સલાહ આપી છે. IRCTCએ જણાવ્યું છે કે આ સાઈટ પર બુકિંગ રેલવેની ગાઈડલાઈન્સ અનુસાર જ કરવામાં આવે છે.

    અન્ય એકાઉન્ટ પરથી ટિકિટ બુક કરવાને લઈને કરવામાં આવેલા દાવાનું ખંડન કરતા IRCTCએ કહ્યું છે કે સોશિયલ મીડિયામાં જે ન્યુઝ સર્ક્યુલેશનમાં છે કે અન્ય સરનેમ પર ટિકિટ બુકિંગ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે ખોટો અને ભ્રામક છે. IRCTCએ જણાવ્યું છે કે, “કોઈ પણ વ્યક્તિ પોતાના યુઝર આઈડીથી પોતાના મિત્ર, પરિવારના સભ્યો કે અન્ય સગા-સંબંધી માટે ટિકિટ બુક કરી શકે છે.”

    - Advertisement -

    IRCTCએ કહ્યું છે કે પર્સનલ યુઝર આઈડીથી બુક કરવામાં આવેલી ટિકિટને વેચી ન શકાય અને આમ કરવું ગુનો બને છે. આમ કરતા પકડાયેલા વ્યક્તિ વિરુદ્ધ રેલવે એક્ટ 1989ની કલમ 143 અંતર્ગત કડક કાર્યવાહી કરવાનું પ્રાવધાન છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં