Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમજે ઉદયપુરમાં થયું હતું કન્હૈયાલાલનું 'સર તન સે જુદા', ત્યાં હિંદુ વિદ્યાર્થીને...

    જે ઉદયપુરમાં થયું હતું કન્હૈયાલાલનું ‘સર તન સે જુદા’, ત્યાં હિંદુ વિદ્યાર્થીને સ્કૂલની બહાર જ છરીના ઘા ઝીંકાયા: હિંદુ સંગઠનો આકરા પાણીએ, બંધનું એલાન

    ઉદયપુરની ભટીયાણી ચોહટ્ટા વિસ્તારની સરકારી શાળાની બહાર મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલાથી બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. શાળાના શિક્ષકોએ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડતાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    કટ્ટરપંથીઓની ઘૃણાના ભોગ બનેલા કન્હૈયાલાલ લોહીથી રક્તરંજીત બની ચૂકેલા ઉદયપુરની શેરીઓ ફરી એકવાર લોહિયાળ બની છે. ઉદયપુરની એક સરકારી શાળામાં ભણતા એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી દેતાં વાતાવરણ ભારેલા અગ્નિ જેવું બન્યું છે. પીડિત વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સંગઠનો આકરા પાણીએ જોવા મળી રહ્યાં છે. સંગઠનો બંધના એલાન સાથે રોડ પર ધસી આવ્યાં હતાં. દરમિયાન એકલ-દોકલ આગચંપીની ઘટના પણ ઘટી.

    મળતી માહિતી અનુસાર, ઉદયપુરની ભટીયાણી ચોહટ્ટા વિસ્તારની સરકારી શાળાની બહાર એક મુસ્લિમ વિદ્યાર્થીએ હિંદુ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલાથી બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. શાળાના શિક્ષકોએ તેને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો અને ત્યારબાદ તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં હાલ સારવાર ચાલી રહી છે. બીજી તરફ હિંદુ વિદ્યાર્થીને છરીના ઘા મારવામાં આવ્યા હોવાની વાત દાવાનળની જેમ શહેરમાં ફેલાઈ ગઈ. આક્રોશિત થયેલાં હિંદુ સંગઠનો તાત્કાલિક પરિવારની મદદ દોડી આવ્યાં હતાં. ઘટના બાદ બજાર બંધ કરાવી દેવામાં આવ્યું તો કેટલાંક વાહનોમાં પણ તોડફોડ થઇ.

    શહેરના અનેક વિસ્તારોમાં હિંદુઓ રસ્તા પર ઉતરી આવતા પ્રશાસન દોડતું થઈ ગયું હતું. ચેતક ચોક, હાથી પોળ, અશ્વિની બજાર, બાપુ બજાર, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને શાંતિ જાળવીને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને ધારા 144 પણ લાગુ કરી દેવામાં આવી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

    - Advertisement -

    પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી સગીર વિદ્યાર્થિની ઉંમર 15 વર્ષની છે. તે અને પીડિત વિદ્યાર્થી એક જ વર્ગમાં ભણે છે. આ ઘટના રિસેસના સમયે બની હતી. ઘટના બાદ શાળાના શિક્ષકો દ્વારા ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની ICUમાં સારવાર ચાલી રહી છે. તાજી જાણકારી અનુસાર પીડિત બાળકનું સ્વસ્થ હાલ સ્થિર છે. બીજી તરફ આરોપી બાળક અને તેના અબ્બુની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ ઘટનાને લઈને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

    નોંધનીય છે કે ઉદયપુરમાં જ કન્હૈયાલાલ નામના હિંદુ દરજીની ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ માટે મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ગોસ નામના બે ઇસ્લામવાદીઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી હતી. પછીથી પ્રકાશમાં આવ્યું હતું કે કન્હૈયાલાલનું નામ, ફોટોગ્રાફ અને સ્થાન લીક કરવામાં આવ્યું હતું. તે તેમના જ પાડોશી નાઝિમ દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું, જેણે કથિત પોસ્ટ માટે કન્હૈયાલાલ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં