Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણમમતા સરકારના દમન સામે અડગ ભગવાધારી: બંગાળમાં પોલીસના પ્રહાર વચ્ચે પણ તિરંગો...

    મમતા સરકારના દમન સામે અડગ ભગવાધારી: બંગાળમાં પોલીસના પ્રહાર વચ્ચે પણ તિરંગો પકડેલા વૃદ્ધે યાદ અપાવ્યો ‘સંન્યાસી વિદ્રોહ’, જાણો શું હતો તપસ્વીઓનો વિદ્રોહ

    ‘સંન્યાસી વિદ્રોહ’નું મુખ્ય કારણ ભારતમાં અંગ્રેજોએ તીર્થયાત્રા લગાવેલ પ્રતિબંધ હતું. તીર્થયાત્રા પર લગાવેલા પ્રતિબંધના કારણે હિંદુઓ, નાગા સાધુઓ અને શાંતિપ્રિય તપસ્વીઓએ મજબૂરન બળવો કરવો પડ્યો હતો.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળની (West Bengal) RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાનો મોટા પાયે વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે  27 ઓગસ્ટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત લોકો રસ્તા પર વિરોધ કરવા ઉતરી આવ્યા હતા. ‘નબન્ના અભિયાન’ (Nabanna Abhiyan) નામ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે લોકો પર બેરીકેડિંગનો ઉપયોગ કર્યો હતો, ઉપરાંત ટિયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ પણ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા ભગવા વસ્ત્ર પહેરેલા પ્રદર્શનકારીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ભગવાધારી વૃદ્ધના હાથમાં રાષ્ટ્રધ્વજ છે. જે જોઈ લોકો ‘સંન્યાસી વિદ્રોહ’ (Sanyasi Vidroh) યાદ કરી રહ્યા છે.

    મમતા સરકાર સામેના વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો સામેલ થયા હતા. જેમને ડામવા મમતા સરકારની પોલીસે અલગ અલગ હથિયારો અખત્યાર કર્યા હતા. પરંતુ ભગવાધારી આ વૃદ્ધ ત્રિરંગો લહેરાવતા, ટીયર ગેસના શેલ અને વોટર કેનનના મારા વચ્ચે પણ નિર્ભયપણે ઊભા રહેલા જોઈ શકાય છે. તેમના હાવભાવ ઘણું બધુ કહી રહ્યા છે. પોલીસના આટલા બધા વિરોધ વચ્ચે પણ તેઓ પોતાની જગ્યાથી સહેજ પણ ડગ્યા નહીં. લોકો આ વડીલનો વિડીયો શેર કરી રહ્યા છે અને તેમને મુખ્યમંત્રી મમતા બેનરજીની દમનકારી સરકાર સામેના વિરોધનું પ્રતિક ગણાવી રહ્યા છે. ઘણા લોકો અનુસાર વિરોધ કરી રહેલા આ વડીલ સન્યાસી છે. આ વિડીયો જોતાં જ વર્ષ 1770માં પશ્ચિમ બંગાળમાં થયેલો ‘સંન્યાસી વિદ્રોહ’ લોકોની નજર સમક્ષ તરવરી રહ્યો છે. બંકિમચંદ્ર ચેટરજીએ તે ઘટનાની સંપૂર્ણ કહાની તેમની ‘આનંદ મઠ’ નામની નવલકથાના માધ્યમથી લોકો સુધી પહોંચાડેલી છે.

    આ જ સમયે ‘સંન્યાસી વિદ્રોહ’ દરમિયાન જ ભારતનું રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ પણ લોકપ્રિય થયું હતું. એવું કહેવાય છે કે ‘સંન્યાસી વિદ્રોહ’નું મુખ્ય કારણ ભારતમાં અંગ્રેજોએ તીર્થયાત્રા લગાવેલ પ્રતિબંધ હતું. તીર્થયાત્રા પર લગાવેલા પ્રતિબંધના કારણે હિંદુઓ, નાગા સાધુઓ અને શાંતિપ્રિય તપસ્વીઓએ મજબૂરન બળવો કરવો પડ્યો હતો. મહત્વની બાબત એ છે કે ખેડૂતો અને ફકીરોએ પણ આ બળવામાં સક્રિયપણે ભાગ લઈ સંન્યાસીઓ અને સાધુઓને મદદ કરી હતી. વિદ્રોહ કરનારા તપસ્વીઓમાં મોટાભાગના સાધુઓ શ્રીમદ આદ્ય શંકરાચાર્યના અનુયાયી હતા. ઉલ્લેખનીય છે કે બંગાળમાં અંગ્રેજોની નીતિ એટલી બધી દમનકારી અને શોષણરૂપ હતી કે, જમીનદારો, ફકીરો, ખેડૂતો અને કારીગરો બધા જ અંગ્રેજોની આ નીતિઓથી નારાજ અને આક્રોષિત હતા.

    - Advertisement -

    તપસ્વીઓએ તીર્થયાત્રા પર લાગેલા પ્રતિબંધનો વિરોધ કર્યો જેના કારણે બીજા વર્ગોને પણ અંગ્રેજોની દમનકારી નીતિનો વિરોધ કરવા મોકળો માર્ગ મળી ગયો હતો. સંન્યાસીઓએ અંગ્રેજોને લોઢાંના ચણા ચાવતા કરી દીધા હતા. સંન્યાસીઓ અને ફકીરો ત્યાં ફરતા હતા અને શ્રીમંત અને મોટા સરકારી અધિકારીઓના ઘરો લૂંટતા હતા. તે લૂંટેલા પૈસાથી ગરીબ લોકોને મદદ કરતાં હતા. આ ‘સંન્યાસી વિદ્રોહ’નું નેતૃત્વ પંડિત ભબાની ચરણ પાઠકે કર્યું હતું. આ ઐતિહાસિક ઘટના પર એક ફિલ્મ પણ બની રહી છે. જેનું નામ ‘1770’ એવું રાખવામાં આવ્યું છે. પ્રખ્યાત દિગ્દર્શક SS રાજામૌલીના પિતા અને ખ્યાતનામ લેખકોમાંના એક વી. વિજયેન્દ્ર પ્રસાદે ‘1770’ નામની આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં