Monday, March 24, 2025
More
    હોમપેજદેશ‘કોઈને ‘મિયાં-ટિયાં' કે 'પાકિસ્તાની' કહેવું એ ખોટું... પણ મજહબી લાગણીઓને ઠેસ પહોંચાડનાર...

    ‘કોઈને ‘મિયાં-ટિયાં’ કે ‘પાકિસ્તાની’ કહેવું એ ખોટું… પણ મજહબી લાગણીઓને ઠેસ પહોંચાડનાર અપરાધ નહીં’: એક હિંદુ વ્યક્તિને દોષમુક્ત કરતા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

    સુપ્રીમ કોર્ટે હિંદુ વ્યક્તિને મુસ્લિમ વ્યક્તિની મજહબી લાગણીઓ ભડકાવવાના તથા ઠેસ પહોંચાડવાના તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધી. આ ઉપરાંત હાઇકોર્ટે હિંદુ વ્યક્તિ વિરુદ્ધ કેસ ચલાવવાનો જે આદેશ આપ્યો હતો તે આદેશ પણ સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો હતો

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) તાજેતરમાં જ એક મામલે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, કોઈને ‘મિયાં-ટિયાં’ (Miyan-Tiyan) કે ‘પાકિસ્તાની’ (Pakistani) કહેવું એ ખોટું છે પરંતુ મજહબી લાગણીઓને ભડકાવવા જેવો ગુનો નથી. સુપ્રીમ કોર્ટે ઝારખંડના (Jharkhand) એક કેસમાં આ બધી ટિપ્પણીઓ કરી છે. ઝારખંડમાં ઉર્દૂ ટ્રાન્સલેટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ એક હિંદુ વ્યક્તિ પર મજહબી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકીને FIR નોંધાવી હતી. હિંદુ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.

    જસ્ટિસ નાગરત્ન અને જસ્ટિસ સતીશ શર્માની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, “FIRના અવલોકનથી જાણવા મળે છે કે આરોપી પર IPCની કલમ 353, 298 અને 504 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે પરંતુ જરૂરી પુરાવા હાજર નથી. આરોપીઓએ કોઈ હુમલો કર્યો ન હતો, તેથી IPCની કલમ 353 લાગુ પડતી નથી.”

    સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું, “આવી સ્થિતિમાં, હાઇકોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરવો જોઈતો હતો. આ ઉપરાંત, અપીલકર્તા પર ‘મિયાં-ટિયાં’ અને ‘પાકિસ્તાની’ શબ્દોનો ઉપયોગ કરીને મજહબી લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ચોક્કસપણે આવું કહેવું યોગ્ય નથી પણ તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચતી નથી.”

    - Advertisement -

    આ સાથે, સુપ્રીમ કોર્ટે હિંદુ વ્યક્તિને મુસ્લિમ વ્યક્તિની મજહબી લાગણીઓ ભડકાવવાના તથા ઠેસ પહોંચાડવાના તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધી. આ ઉપરાંત હાઇકોર્ટે હિંદુ વ્યક્તિ વિરુદ્ધ કેસ ચલાવવાનો જે આદેશ આપ્યો હતો તે આદેશ પણ સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો હતો. નોંધનીય છે કે હાઇકોર્ટે કેસ ચલાવવાનો આદેશ નીચલી અદાલતોના નિર્ણયને યથાવત રાખીને આપ્યો હતો.

    શું હતો સમગ્ર મામલો

    સમગ્ર ઘટના 4 વર્ષ પહેલાં ઝારખંડના બોકારોમાં બનેલી છે. જ્યાં ઉર્દૂ ટ્રાન્સલેટર તરીકે કામ કરતા એક મુસ્લિમ સરકારી કર્મચારીએ 2020માં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ હિંદુ વ્યક્તિ હરિ નંદન સિંઘ વિરુદ્ધ નોંધાવેલી હતી. તેણે હરિ નંદન સિંઘ પર એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે તેની મજહબી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. પોલીસે આ મામલે ચાર્જશીટ પણ દાખલ કરી હતી.

    નોંધનીય છે કે ચાર્જશીટમાં હરિ નંદન સિંઘ પર મજહબી લાગણીઓ ભડકાવવા અને શાંતિ ભંગ કરવા સહિતના અનેક ગુનાઓનો આરોપ મૂક્યો હતો. ત્યારપછી મેજિસ્ટ્રેટ કોર્ટે હરિ નંદન સિંઘને સમન્સ પાઠવીને કહ્યું હતું કે હરિ નંદન સિંઘ વિરુદ્ધ કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. જોકે હરિ નંદન સિંઘે આ નિર્ણય વિરુદ્ધ જિલ્લા અદાલતમાં અરજી દાખલ કરીને કેસ રદ્દ કરવાની માંગ કરી હતી. પરંતુ બોકારો કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

    ત્યારપછી હરિ નંદન સિંઘે ઝારખંડ હાઇકોર્ટનો સંપર્ક કર્યો. ત્યારે હાઇકોર્ટે પણ નીચલી અદાલતોના નિર્ણયને યથાવત રાખીને હરિ નંદનની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ હરિ નંદન સિંઘે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીને માંગ કરી કે તેમની સામે નોંધાયેલ કેસ રદ્દ કરવામાં આવે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જિલ્લા અદાલત અને હાઇકોર્ટે આ કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવા જોઈતા હતા પરંતુ તેમણે તેમ કર્યું નહીં. સુપ્રીમ કોર્ટે કેસ પર વિચાર કર્યા પછી, હરિ નંદન સિંઘને નિર્દોષ જાહેર કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં