રાજકોટમાં એક હિંદુ મહિલાનું શારીરિક શોષણ કરવા બદલ એક ઝુબેર કુરેશી નામના રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે. 25 માર્ચના રોજ નોંધાયેલા કેસની પીડિતા તાજેતરમાં સામે આવી હતી અને મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે કઈ રીતે ઝુબેરે બળજબરી કરી અને ઇસ્લામ કબૂલ કરાવવા માટે પણ દબાણ કર્યું હતું. એટલું જ નહીં તે પોતાને ‘આમ આદમી પાર્ટી’નો કાર્યકર ગણાવતો હોવાનું પણ પીડિતા અને તેને મદદ કરનાર વિશ્વ હિંદુ પરિષદના નેતાઓનું કહેવું છે.
મહિલાએ જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલાં તેમણે એક મંદિરે જવા માટે રિક્ષા કરી હતી. ઝુબેરે પોતે ‘મંદિરે જવા માટેના પૈસા નથી લેતો’ તેમ કહીને મહિલા સાથે સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ઘર જોઈ લીધું હોવાથી તે ઘરે આવી ગયો હતો. મહિલાનો આરોપ છે કે પછીથી અવારનવાર ઝુબેર બળજબરીપૂર્વક ઘરે ધસી આવતો અને શારીરિક શોષણ કરતો હતો. સાથે કોઈને જણાવવા પર ધાકધમકીઓ આપતો અને ફોટા-વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપતો.
રાજકોટનો ખૂબ જ ચોંકાવનારો મામલો…
— ઑપઇન્ડિયા (@OpIndia_G) April 21, 2026
હિંદુ મહિલાને ધમકાવીને 4 વર્ષ સુધી ચૂંથતો રહ્યો રિક્ષાચાલક ઝુબેર કાસમ કુરેશી… ધર્માંતરણનો પણ પ્રયાસ.
ખુદને આમ આદમી પાર્ટીનો માણસ ગણાવતો હતો આરોપી…
પીડિત મહિલાએ VHP પાસે માંગી મદદ… સાંભળો તેમની આપવીતી…#Rajkot #AAP #Rape #Conversion pic.twitter.com/avnafMKUB2
પીડિતાએ આગળ જણાવ્યું કે ઝુબેરએ તેનું બહાર નીકળવાનું-જીવવાનું મુશ્કેલ બનાવી દીધું હતું. ત્યારબાદ એક વખત પીડિતાએ પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે પણ ગુનો નોંધવાના સ્થાને ઝુબેરને સમજાવીને મોકલી આપ્યો હતો અને નક્કર કાર્યવાહી કરી ન હતી જેના કારણે ઝુબેરે ફરીથી ત્રાસ ગુજારવાનો શરૂ કરી દીધો હતો.
મહિલાનો આરોપ છે કે ઝુબેર તેમને દરગાહ લઈ ગયો હતો અને ત્યાં તાવીજ પહેરાવવાના પ્રયાસ કર્યા હતા. તેણે ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલ કરવા માટે પણ દબાણ કર્યું હોવાનું પીડિતાએ આપવીતીમાં જણાવ્યું છે.
પીડિતાનો આરોપ છે કે ઝુબેરના કારણે તેઓ કોઈ હિંદુ તહેવાર પણ ઉજવી શકતાં ન હતાં અને ક્યાંય જઈ પણ શકતાં ન હતાં. તેમનું કહેવું છે કે એક વખત ઝુબેરના પરિવારનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનું પણ કોઈ પરિણામ આવ્યું નહીં.
‘ઝુબેર પોતે આમ આદમી પાર્ટીમાં છું તેમ કહેતો’: પીડિતા
મહિલાએ આરોપ લગાવ્યો છે કે ઝુબેરે તેમને ધમકી આપીને કહ્યું હતું કે,”હું આમ આદમી પાર્ટીનો માણસ છું, મારું કોઈ કંઈ કરી ન શકે.” જેના કારણે પોલીસને ફરિયાદ કરવામાં આવી તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેમનું કહેવું છે કે ઝુબેરના ત્રાસના કારણે પોતે ત્રણથી ચાર વખત મકાન બદલવાનો વારો આવ્યો હતો અને સિમકાર્ડ પણ બદલ્યાં હતાં, પરંતુ તેમ છતાં સ્થિતિમાં કોઈ ફેર પડ્યો ન હતો.
આખરે પીડિતાએ સુરત બજરંગ દળનો સંપર્ક કર્યો અને ત્યાંથી રાજકોટ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓનો સંપર્ક કરાવવામાં આવ્યો. VHP કાર્યકર્તાઓ પીડિતાને લઈને કમિશનર કચેરીએ ફરિયાદ કરવા માટે ગયા અને કમિશનરના આદેશથી પછીથી ઝુબેર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના ધર્મ પ્રસાર આયામના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણી માહિતી આપી હતી કે મહિલાનું ન માત્ર શારીરિક શોષણ કરવામાં આવતું હતું, પરંતુ તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી હતી. તેમણે આગળ જણાવ્યું કે આરોપી ઝુબેર કુરેશી પોતે આમ આદમી પાર્ટીમાં હોવાનો રોફ જમાવીને મહિલાને પરેશાન કરતો હતો અને ધમકાવતો હતો કે પોલીસ સ્ટેશનમાં પણ તેની ફરિયાદ નહીં લેવામાં આવે કારણ કે પોલીસ તેના ખિસ્સામાં છે.
કઈ રીતે રાજકોરની ગેબનશાહ પીર દરગાહ ખાતે હિંદુ મહિલાઓનું કરાવતું ધર્માંતરણ…?
— ઑપઇન્ડિયા (@OpIndia_G) April 22, 2026
કઈ રીતે વિશ્વ હિન્દુ પરિષદે મહિલાને બચાવી?
અને આરોપી ઝુબેરનું AAP સાથે કનેક્શન!
VHP કેન્દ્રીય મંત્રી ધમેન્દ્ર ભાયાણી કરી રહ્યા છે મોટો પર્દાફાશ…#Rajkot #AAP #Rape #Conversion #VHP pic.twitter.com/0R7xiXW71B
વધુમાં VHP પદાધિકારીએ કહ્યું કે હિંદુ પીડિતાએ વારંવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. ત્યારબાદ મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વ હિંદુ પરિષદનો સંપર્ક કર્યો હતો ત્યારે VHPની એક ટીમ પોલીસ પાસે પહોંચી હતી અને મહિલાને ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવ્યું હતું કે આરોપી હાલ જેલમાં છે અને સેશન્સ કોર્ટે તેના જામીન નામંજૂર કરી દીધા છે.
તેમણે આગળ સરકાર સમક્ષ આ જેહાદીને કડક સજા આપવાની અને હિંદુ મહિલાને ન્યાય અપાવવાની માંગ કરી હતી. તેમણે આ ઘટનાને ઇસ્લામ પ્રેરિત જેહાદ અને ભારતને તોડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે હિંદુ મહિલાઓને પણ અપીલ કરી હતી કે જો કોઈ પણ મહિલા-બહેન સાથે આવી ઘટના ઘટતી હોય તો તે VHPનો સંપર્ક કરી શકે છે.
નોંધનીય છે કે VHPની મદદથી FIR નોંધાવ્યા બાદ આરોપી ઝુબેર વિરુદ્ધ આજીડેમ પોલીસે BNSની કલમ 64(2)(m), 115(2) અને 351(2) અંતર્ગત ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. હાલ આરોપી જેલના સળિયા પાછળ છે. તેણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જોકે અરજી ફગાવી દેવાઈ હતી.


