Monday, November 4, 2024
More
    હોમપેજગુજરાત'દેશનો વિકાસ કરવા વડાપ્રધાન મોદીના હાથ મજબુત કરો'- પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને...

    ‘દેશનો વિકાસ કરવા વડાપ્રધાન મોદીના હાથ મજબુત કરો’- પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને કરી અપીલ: ભાજપના રાજ્યસભા સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરીસિંહ રહ્યા હાજર

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ટંકારાના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હજરી આપી હતી. આ કાર્યક્રમમાં વાંકાનેર મહારાજ અને રાજ્યસભા સાંસદ કેસરીસિંહજી પણ હાજર હતા.

    - Advertisement -

    ક્ષત્રિય સંકલન સમિતિ અને પરશોત્તમ રૂપાલા વચ્ચેનો વિવાદ ઠંડો પડતો જઈ રહ્યો છે. નબળા પડી રહેલા આંદોલન વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજને અપીલ કરી છે કે તેઓ દેશના વિકાસમાં સહભાગી બને અને વડાપ્રધાન મોદીના હાથ મજબુત કરે. પડધરીના ટંકારાના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રૂપાલા સાથે મંચ પર વાંકાનેર સ્ટેટના વર્તમાન મહારાજ HH કેસરીસિંહ વાંકાનેર પણ જોવા મળ્યા હતા. સભામાં રૂપાલાના સમર્થના જય ભવાની, જય શિવાજીના નારા પણ લાગ્યા હતા.

    મળતી માહિતી અનુસાર રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ તાજેતરમાં ટંકારાના ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હજરી આપી હતી. આ કાર્યક્રમમાં વાંકાનેર મહારાજ અને રાજ્યસભા સાંસદ કેસરીસિંહજી પણ હાજર હતા. આ સભામાં પરશોત્તમ રૂપાલાએ ફરી એક વાર ક્ષત્રિય સમાજને અપીલ કરીને ભાજપને સહકાર આપવા આહ્વાન આપ્યું હતું. તેમણે જય ભવાની, જય શિવાજીના નારા લગાવીને કહ્યું હતું કે વર્તમાન સમયમાં નાની-મોટી વાતને દરગુજર કરવી જોઈએ.

    આ સભામાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, “હું પડધરી ટંકારાના કાર્યાલયના ઉદ્ઘાટનના શુભ પ્રસંગે ગરિમાપૂર્વક કહેવા માંગું છું કે, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું તે ચિહ્નને લગાવ્યું છે. (જય શિવાજી, જય ભવાનીના નારા લાગે છે) કલ્પના તો કરો, આઝાદીના 75 વર્ષ બાદ આ રાષ્ટ્રની ગરીમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે અમારા રાજ્યસભા સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજીએ આપણને ઘણીબધી વિગતો આપીને અપીલ કરી.”

    - Advertisement -

    તેમણે કહ્યું કે, “આ મંચ પર વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ પર બેસીને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીને જાહેર કર્યું છે, ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું. દેશની અંદર આ પ્રકારનું શાસન નરેન્દ્ર ભાઈના રાજમાં ચાલતું હોય, ત્યારે નાની મોટી વાતને દરગુજર કરવી જોઈએ. મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે મુજબ વિષયો મુકેલા છે તે આપ જાણો છો. ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના વિકાસના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબુત કરવા માટે અને સમર્થ ભારત બનાવવા માટે આપ સહુ પણ સાથે જોડાઓ તે અપીલ છે.”

    ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી ક્ષત્રિય સંકલન સમિતિ અને કેટલીક મહિલા આગેવાનો એક નિવેદનને લઈને પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહી હતી. માંગ હતી કે રૂપાલાની લોકસભા ટિકિટ રદ થાય. જોકે ટિકિટ તો રદ ન થઇ, પરંતુ વિરોધ વચ્ચે જ રૂપાલાએ ફોર્મ પણ ભર્યું અને પ્રચાર પણ શરૂ કરી દીધો. બીજી તરફ અંદોલન કરી રહેલી મહિલાઓ અને સંકલન સમિતિ વચ્ચે પણ ફાંટ પડતી દેખાઈ અને અંદોલન ઠંડુ પડી ગયું. તે છતાં ફરી એક વાર પરશોત્તમ રૂપાલાએ વિરોધ કરી રહેલા સંકલન સમિતિ અને મહિલા આગેવાનોને લઈને અપીલ કરી છે કે તેઓ બધું ભૂલીને દેશના વિકાસમાં સહયોગ આપે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં