Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાત'અમને અમારી દીકરી જોઈએ': દમણની હિંદુ યુવતીને વલસાડનો મુસ્લિમ યુવક ભગાડી ગયો...

    ‘અમને અમારી દીકરી જોઈએ’: દમણની હિંદુ યુવતીને વલસાડનો મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાનો આરોપ, પરિવાર-હિંદુ સંગઠનો વિરોધમાં; પોલીસ તપાસ શરૂ

    વલસાડ જિલ્લાની નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રહેતા પરિવારની 29 વર્ષીય યુવતી 1 ફેબ્રુઆરીના રોજ કોમ્પ્યુટર ક્લાસનું કહીને ઘરથી નીકળી હતી. જે બાદ તે ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ કરી હતી. આ અંગે પરિવારજનોએ મોબાઈલથી સંપર્ક કરતાં યુવતીનો મોબાઈલ પણ બંધ હોવાનું સામે આવ્યું હતું

    - Advertisement -

    વલસાડની નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રહેતી એક હિંદુ યુવતીને વલસાડનો મુસ્લિમ યુવક લાલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. યુવતી 10 દિવસ પહેલાં કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું કહીને ગુમ થઈ ગઈ હતી. જે હજુ સુધી મળી શકી નથી. તેને લઈને પરિવારજનોમાં ભારે રોષ વ્યાપેલો છે. પરિવારનો આરોપ છે કે, વલસાડના અંજલાવ (ઘણા રિપોર્ટમાં ગામનું નામ ધુમાળિયા કહેવામાં આવી રહ્યું છે.) ગામમાં રહેતો મુસ્લિમ યુવક યુવતીને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો છે. યુવતીના પરિવારે દમણ પોલીસમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પત્તો ના લાગતાં પરિવારજનો રોષે ભરાઈ ગયા હતા અને વલસાડ આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં હિંદુ સંગઠનો અને પરિવારના સભ્યો સહિત ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ બિનવાડા પહોંચ્યા હતા.

    વલસાડ જિલ્લાની નજીક આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રહેતા પરિવારની 29 વર્ષીય યુવતી 1 ફેબ્રુઆરીના રોજ કોમ્પ્યુટર ક્લાસનું કહીને ઘરથી નીકળી હતી. જે બાદ તે ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ કરી હતી. આ અંગે પરિવારજનોએ મોબાઈલથી સંપર્ક કરતાં યુવતીનો મોબાઈલ પણ બંધ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ તેમણે યુવતીના કોમ્પ્યુટર ક્લાસ અને મિત્રોને આ વિશે પૂછતાં જાણવા મળ્યું હતું કે, વલસાડનો એક મુસ્લિમ યુવક યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો છે. સાથે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પણ સામે આવ્યું હતું. જે બાદ પરિવારજનોએ દમણ SPને રજૂઆત કરી હતી.

    મોટી સંખ્યામાં પરિવારના સભ્યો પહોંચ્યા વલસાડ

    પરિવારે દમણ પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ દાખલ કરી હતી. 10 દિવસ થયા હોવા છતાં યુવતીની કોઈ ભાળ ના મળતા પરિવારજનો રોષે ભરાયા હતા. જે બાદ તેઓ વલસાડના બિનવાડા પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને હિંદુ સંગઠનો પણ એકઠા થઈ ગયાં હતાં. સાથે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ ત્યાં પહોંચી ગયા હતા. આ વિશે વલસાડ પોલીસને જાણ થતાં બિનવાડા અને આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વલસાડ રૂરલ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પરિવારજનો અને હિંદુ સંગઠનોએ મુસ્લિમ યુવકના ઘરે જવા માટે પ્રયાસ કર્યો હતો. જે બાદ પોલીસે હિંદુ સંગઠનો અને પરિવારને અટકવવા માટે રસ્તો પણ બંધ કરી દીધો છે. પરિવારજનો અને હિંદુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી યુવતી નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જાય. હિંદુ સંગઠનોએ રસ્તા પર બેસીને આ અંગે વિરોધ નોંધાવ્યો છે.

    ‘અમારી દીકરીને મુસ્લિમ યુવક ભગાડી ગયો’

    આ મામલે યુવતીના પરિવારનું નિવેદન પણ સામે આવ્યું છે. યુવતીના પરિવાર દ્વારા કહેવાયું છે કે, “અમારી દીકરી કોમ્પ્યુટર ક્લાસમાં જાવ છું એવું કહીને નીકળી હતી. પરંતુ તે સાંજ સુધી આવી નહીં, તેથી અમે શોધખોળ ચાલુ કરી હતી. પણ દીકરીની કોઈ જાણ થઈ નહોતી. એ પછી અમને જાણવા મળ્યું કે, તાંત્રિક વિદ્યા દીકરી પર કરીને એક મુસ્લિમ યુવક તેને ભગાડી ગયો છે. આ શોધખોળ કરતાં અમે તેના ગામ સુધી પહોંચ્યા પણ હજુ સુધી કોઈ નિવારણ નથી આવ્યું. તે જીવે છે કે, ચાલી ગઈ છે, તે વિશે પણ કોઈ જાણ થતી નથી.”

    બીજી તરફ આ મામલે જિલ્લા પોલીસ વડાનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નાની દમણના લોકો અહીં ભેગા થયા હતા, દીકરીને શોધવા માટે. વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ અને હનુમાન મંદિર પાસે તમામને રોકી લેવામાં આવ્યા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. બીજી તરફ નાની દમણના SP સાથે વાત કરી ત્યાંની પોલીસને પણ બોલાવી લેવામાં આવી હતી. જે દીકરી ગુમ થઈ છે તેને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે અને જેની સાથે ભાગી ગઈ છે તેને પણ હાલ શોધી રહ્યા છીએ. નાની દમણ પોલીસ સાથે વલસાડ પોલીસની તમામ ટીમ બંનેને શોધવામાં કામે લાગી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં