Thursday, September 12, 2024
More
    હોમપેજગુજરાતમહેસાણા હિંદુઓમાં આક્રોશ: મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા હુમલાઓના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદે...

    મહેસાણા હિંદુઓમાં આક્રોશ: મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા હુમલાઓના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદે યોજી ‘હિંદુ મહાસભા’, કલેકટરને આવેદનપત્ર આપ્યું

    ખેરાલુ, વિજાપુર, રાધનપુર ચોકડી, નંદાસણ જેવા સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રા પર હુમલા કરવા, ભગવાન શ્રી રામની શોભાયાત્રાના માર્ગમાં સુશોભિત કરેલી ભગવી ઝંડીઓ કાઢી નાખવી, હિંદુ બહેન દીકરીઓને લવ જેહાદના દુષણોમાં ફસાવવાની ઘટનાઓ વધી રહી છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવેલા હુમલાઓના વિરોધમાં મહેસાણામાં વિશ્વ હિંદુ પરિષદે ‘હિંદુ મહાસભા’ યોજી હતી. આ મહાસભામાં મોટી સંખ્યામાં હિંદુ પુરુષો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. જિલ્લામાં મુસ્લિમો દ્વારા હિંદુઓ પર કરવામાં આવેલા વિવિધ પ્રકારના હુમલાઓ તેમજ વધતા જતા લવ જેહાદ અને લેન્ડ જેહાદના દુષણો ડામવાની માંગ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન હિંદુઓની ‘મહારેલી’ પણ યોજાઈ હતી. ઉપરાંત તમામ હિંદુ સંગઠનોએ મળીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પણ પાઠવ્યો હતો.

    મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમો દ્વારા હિંદુઓ પર હુમલાઓ વધી રહ્યા છે. આટલું જ નહીં, જિલ્લામાં લવ જેહાદ અને લેન્ડ જેહાદની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી હોવાના દાવા સાથે હિંદુ સમાજને સાથે રાખી મહેસાણામાં વિશ્વ હિંદુ પરિષદે ‘હિંદુ મહાસભા’ યોજી હતી. આ કાર્યક્રમમાં તોરણવાડી માતા ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ મુસ્લિમો દ્વારા હિંદુઓ પર હુમલાની 8 જેટલી અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. સાથે જ લવ જેહાદ થતા લેન્ડ જેહાદ જેવા કિસ્સાઓ પણ યોજના પૂર્વક વધી રહ્યા છે.

    મીડિયા સાથે વાત કરતા પરિષદના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, “ખેરાલુ, વિજાપુર, રાધનપુર ચોકડી, નંદાસણ જેવા સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રા પર હુમલા કરવા, ભગવાન શ્રી રામની શોભાયાત્રાના માર્ગમાં સુશોભિત કરેલી ભગવી ઝંડીઓ કાઢી નાખવી, હિંદુ બહેન દીકરીઓને લવ જેહાદના દુષણોમાં ફસાવવાની ઘટનાઓ વધી રહી છે. આ પ્રકારની ઘટનાઓ મોટા ઘર્ષણો ઉભા કરવા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.”

    - Advertisement -

    આ મહાસભા દરમિયાન હિંદુ સંગઠનોએ તોરણવાડી માતા ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં માંગ કરવામાં આવી હતી કે, મહેસાણા જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં અવૈદ્ય ગતિવિધિ પર રોક લગાવવામાં આવે થતા ડ્રગ્સના વ્યાપાર સાથે સંકળાયેલા મોટા ભાગના વિધર્મીને પકડવામાં આવે. સાથે જ અગાઉ બનેલી હિંદુઓ પર હુમલા અને ઘર્ષણની ઘટનાઓ સંદર્ભે થતા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન ઘટે તે મામલે પ્રશાસન દ્વારા કડક પગલાં ભરવામાં આવે. આ ઉપરાંત ગેરકાયદેસર દબાણોને દુર કરવા સંગઠનો એ ગાયકવાડ સમયના સ્થળ, સ્થિતિ અને નકશા ચકાસી ગેરકાયદેસર ઉભા કરાયેલા મજારો , કબરો, મસ્જિદોને દુર કરવાની માંગ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ પણ વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં