Tuesday, October 8, 2024
More
    હોમપેજગુજરાત‘આપણી કોમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે…જીવતા જવા દેવાના નથી’: ઉશ્કેરણીજનક પોસ્ટ...

    ‘આપણી કોમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે છે…જીવતા જવા દેવાના નથી’: ઉશ્કેરણીજનક પોસ્ટ વિરૂદ્ધ કરાવી FIR, તો હિંદુ યુવકો પર મુસ્લિમ ટોળાએ કરી દીધો હુમલો, પોલીસની હાજરીમાં પથ્થર ફેંકાયા- મહુધાની ઘટના

    ફરિયાદી હિંદુ યુવકે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હુમલા સમયે લગભગ અઢીથી ત્રણ હજાર મુસ્લિમોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેઓ સતત મઝહબી નારા લગાવી રહ્યા હતા.

    - Advertisement -

    ખેડામાં ફરી અશાંતિ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તાજા કિસ્સામાં મહુધા ખાતે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફરિયાદ કરવાની અદાવત રાખીને મુસ્લિમ ટોળાએ હિંદુઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જે મામલે FIR દાખલ કરીને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અઢી-ત્રણ હજારના ટોળા સામે  મઝહબી નારા લગાવીને હિંદુઓ પર હિચકારો હુમલો કરીને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

    ઇન્સ્ટાગ્રામ પર મુસ્લિમ યુવકોએ ઉશ્કેરણીજનક પોસ્ટ કરતાં ત્રણ હિંદુ યુવકો પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં મુસ્લિમ ટોળાએ તેમને ધમકાવ્યા અને ત્યારબાદ ત્યાંથી પરત ફરતી વખતે પોલીસની હાજરીમાં જ હુમલો કરીને પથ્થરમારો કર્યો હતો. આ મામલે ખેડાના મહુધા પોલીસ મથકે FIR દાખલ કરવામાં આવી છે, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

    હિંદુ યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે (14 સપ્ટેમ્બર) તેઓ પોતાના શો રૂમ ખાતે હતા ત્યારે તેમના મિત્રએ આવીને મોબાઈલમાં એક વોટ્સએપ ગ્રુપમાં આવેલ સ્ક્રીનશૉટ બતાવ્યા હતા, જેમાં હિંદુઓની લાગણી દુભાય અને ઉશ્કેરણી થાય તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું. જેથી તેમણે મિત્ર સાથે આ પોસ્ટ વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના અન્ય એક મિત્રને જાણ કરતાં ત્રણેય મહુધા પોલીસ મથકે પહોંચ્યા હતા. 

    - Advertisement -

    શું હતી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ? 

    પોસ્ટ ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડી તાહિર અને કોનેન કાઝી પરથી કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે- ‘સ્પેશિયલ કઠલાલ વાલોં કે લિયે. જો કોમ કુફરો કે ડર સે સરકાર કે મિલાદ કા જુલુસ ન નિકાલ સકે વો કોમ કુત્તે સુવર આકા કે ખિલાફ બોલ્ટે હૈ ઉનકે ખિલાફ ક્યા બોલેંગે ડરપોક લૉગ. સરકાર કે મિલાદ કા જુલુસ દેખના હો તો આના મહુધા મેં, ઐસા જુલુસ નિકાલતે હૈ કી આકા કે દુશ્મન ઉપર સે નીચે તક જલ જાતે હૈ.’ 

    આગળ લખવામાં આવ્યું હતું કે, ‘અગર કિસી MLA યા કટ્ટરપંથી સંગઠન કે ડર સે યે ફૈસલા લિયા હૈ તો હમ મહુધા વાલોં કો કહતે હૈ કી આધાર કાર્ડ ઔર જામીન લેકર આયેંગે ઓર પરમિશન દિલવાયેંગે ઓર ઇત્મિનાન સે જુલુસ ફિરાકર દિખા દેંગે.’

    ત્રણ હિંદુ યુવકો ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે પહોંચે તે પહેલાં જ પોલીસે આ પોસ્ટ કરનારાઓને પકડીને બેસાડી દીધા હતા અને તેમને છોડાવવા માટે મુસ્લિમ આગેવાનો પણ ત્યાં દોડી આવ્યા હતા. જોકે, હિંદુ યુવકોએ તેમ છતાં ફરિયાદ નોંધાવવા માટેની તૈયારી દર્શાવતાં ત્યાં અમુક મુસ્લિમ સમાજના માણસોએ તેમની પાસે આવીને સમાધાનની વાત કરી અને કહ્યું હતું કે, તેઓ ફરિયાદ ન નોંધાવે અને જે-તે વ્યક્તિ પાસે માફીપત્ર લખાવી દેવામાં આવશે. પરંતુ હિંદુ યુવકોએ સમાધાનની વાત કર્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવા માટે પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. 

    હિંદુ યુવકો ફરિયાદ નોંધાવીને પરત ફરે ત્યાં સુધીમાં પોલીસ મથક બહાર સોએક મુસ્લિમોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમણે નારાબાજી શરૂ કરી દીધી હતી. પોલીસે સ્થિતિ સંભાળીને હિંદુ યુવકોને ત્યાંથી રવાના કર્યા હતા અને એક પોલીસ વાહન પણ રક્ષણ માટે મોકલ્યું હતું. ઉપરાંત, PI અને PSI હિંદુ યુવકોની કારમાં તેમની સાથે જ રવાના થયા હતા. 

    થોડે દૂર જતાં કરી દીધો હુમલો, PIની હાજરીમાં જ પથ્થર ફેંકાયા

    પોલીસ અધિકારીઓ સાથે હિંદુ યુવકો મહુધા ટાઉનમાંથી બહાર નીકળીને નડિયાદ-કઠલાલ રોડ પર પહોંચતાં ત્યાં ટોળાએ તેમને ફરી ઘેરી લીધા હતા અને ફરી નારાબાજી શરૂ કરી દીધી હતી. ફરિયાદ અનુસાર, આ એ જ લોકો હતા જેઓ પોલીસ મથક બહાર એકઠા થયા હતા. તેઓ ‘આ આપણી કોમના માણસો વિરુદ્ધ ફરિયાદ આપે છે…જીવતા નથી જવા દેવાના…’ની બૂમો પાડી રહ્યા હતા અને ટોળાના માણસો પાસે હાથમાં તલવાર-લાકડી, પાઈપ વગેરે હથિયારો પણ હતાં. 

    દરમિયાન હિંદુ યુવક કાર થોભાવીને બહાર આવતાં હુસૈન અબ્બાસ નામનો એક ઇસમ તલવાર લઈને ધસી આવ્યો હતો અને ‘અમારી વિરૂદ્ધ ફરિયાદ કેમ આપી? આજે તો તને મારી જ નાખીશ’ કહીને તલવારથી હુમલો કરી દીધો હતો, પણ હિંદુ યુવક નીચે નમી જતાં ઈજા થઈ ન હતી. આ દરમ્યાન ટોળાના મુસ્લિમ માણસો પણ ‘આજે આને છોડવાનો નથી….મારી નાખો’ની બૂમો પાડતા હતા. પરંતુ આ જ સમયે પોલીસ અધિકારીઓ અને પાછળનું વાહન આવી જતાં ટોળું વિખેરાઈ ગયું હતું અને ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસે પોતાના જ વાહનમાં હિંદુ યુવકોને રવાના કર્યા હતા. 

    હિંદુ યુવકે ઑપઇન્ડિયાને કહ્યું- અઢી-ત્રણ હજાર મુસ્લિમોનું ટોળું હતું

    FIRમાં સો-બસોના ટોળાનો ઉલ્લેખ છે, પરંતુ ફરિયાદી હિંદુ યુવકે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હુમલા સમયે લગભગ અઢીથી ત્રણ હજાર મુસ્લિમોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેઓ સતત મઝહબી નારા લગાવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, પોલીસ મથક બહાર પણ તેમની ઉપર ટોળામાંથી પથ્થર ફેંકવામાં આવ્યા હતા. ઉપરાંત, પરત ફરતી વખતે જ્યારે હુમલો થયો ત્યારે પણ પોલીસ અધિકારીઓ તેમની સાથે જ હતા, તેમ છતાં કટ્ટરપંથીઓ હુમલો કરતાં અચકાયા નહીં. 

    આ મામલે હિંદુ યુવકની ફરિયાદના આધારે 37 ઇસમો સામે નામજોગ અને બાકીના ટોળા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો 189(2), 189(4), 191(2), 191(3), 190, 109, 125, 324(5), 324(6), 352, 351(3) અને 61(2) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

    જેમની સામે FIR નોંધાઈ છે તેમાં મોઈન, શહેજાદ, તૌકીર, નાસિર, સમીર, વાજિદ, હુસૈન, નઝીર, ફારૂક, વાહિદ, જાવેદ, મોઇદ હુસૈન વગેરેનો સમાવેશ થાય છે. કુલ 37 મુસ્લિમ શખ્સો સામે નામજોગ જ્યારે બાકીના ટોળા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 

    પોલીસ તપાસ ચાલી રહી છે, આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે- PI

    મહુધા ટાઉનના PI કેકે ઝાલાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ મામલે FIR નોંધીને આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. જેમની સામે ગુનો નોંધાયો છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં