Saturday, November 2, 2024
More
    હોમપેજગુજરાત'ધ હિન્દુ'ના મહેશ લાંગાનું નવું કારસ્તાન: 'પત્રકાર' હોવાનો ફાયદો ઉઠાવી સરકારી દસ્તાવેજો...

    ‘ધ હિન્દુ’ના મહેશ લાંગાનું નવું કારસ્તાન: ‘પત્રકાર’ હોવાનો ફાયદો ઉઠાવી સરકારી દસ્તાવેજો મેળવીને લ્હાણી કરતો હોવાના આરોપ, મેરીટાઇમ બોર્ડની ઑફિસે તપાસ બાદ વધુ એક FIR

    GST કૌભાંડમાં ધરપકડ બાદ લાંગાની અમુક અધિકારીઓ સાથેની ચેટ બહાર આવી હતી, જેમાં તે સરકારી દસ્તાવેજો લીક કરતો હોવાનું ખુલ્યું હતું.

    - Advertisement -

    GST કૌભાંડમાં અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’ના ગુજરાત સ્થિત ‘પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) ધરપકડ બાદ મંગળવારે (22 ઑક્ટોબર) ગુજરાત પોલીસે ગાંધીનગર સ્થિત મેરીટાઇમ બોર્ડની (Gujarat Maritime Board) ઑફિસ ખાતે દરોડા પાડ્યા હતા. હવે આ કાર્યવાહી બાદ મોટા ઘટસ્ફોટ થયા છે અને મહેશ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂતીથી કસાયો છે. તેની વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    પોલીસે FIR ‘સંવેદનશીલ’ કેટેગરીમાં મૂકી છે તેથી સંપર્ક કરવામાં આવ્યા છતાં વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર, તપાસમાં ખુલ્યું છે કે મહેશ લાંગા પોતે પત્રકાર હોવાનો ફાયદો ઉઠાવીને સરકારી દસ્તાવેજો મેળવી લેતો અને બાદમાં તેને અન્યોને પાસ કરતો હતો. હવે આ દસ્તાવેજો તેણે કોને મોકલ્યા છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે હજુ તપાસનો વિષય છે. ઉપરાંત, આ માટે તેણે નાણાકીય લાભો મેળવ્યા છે કે કેમ તે બાબતે પણ વિગતવાર અને તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવશે.

    વધુ વિગતો જોઈએ તો, મંગળવારે ગાંધીનગર પોલીસની પાંચથી વધારે ટીમ મેરીટાઇમ બોર્ડની ઑફિસે પહોંચી હતી અને સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. અહીંથી અમુક દસ્તાવેજો મળી આવ્યા, જેનાથી જાણવા મળ્યું કે લાંગાએ અમુક અધિકારીઓ સાથે મળીને ખાનગી બંદર સંબંધિત મહત્વનો ડેટા લીક કરી દીધો હતો. જેના કારણે હવે અમુક અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે તેવું અહેવાલો જણાવી રહ્યા છે. અધિકારીઓ અને લાંગા વચ્ચે થયેલી અમુક ચેટ પણ પોલીસે રિકવર કરી હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે મહેશ લાંગાની ધરપકડ બાદ અમુક અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મહેશે સરકાર સંબંધિત અમુક દસ્તાવેજો અધિકારીઓ પાસેથી મેળવીને તેને વિપક્ષી પાર્ટીઓ અને ઉદ્યોગ જગતના અમુક માણસો સુધી પાસ કર્યા હતા. મહત્વની વાત એ છે કે આ દસ્તાવેજો સંબંધિત કોઈ અહેવાલો ‘ધ હિન્દુ’માં પ્રકાશિત થયા નથી. આ લીડના આધારે પછીથી પોલીસે મેરીટાઇમ બોર્ડની ઑફિસ ખાતે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.

    જાગરણે અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, પત્રકાર તરીકે લાંગાએ ગુજરાતનાં બંદરો, તેની નીતિઓ સંદર્ભના દસ્તાવેજો તેમજ અન્ય મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ મેળવીને અથવા તો ચોરી કરી તેનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે. તેણે તેનો ઉપયોગ રાજકીય કે પછી ધંધાકીય હરીફાઈ માટે કર્યાની પણ આશંકા છે. આ મામલે હાલ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ થઈ રહી છે. બીજી તરફ આ નવાં કારસ્તાન ખૂલ્યા બાદ મહેશ લાંગા વિરુદ્ધ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં વધુ એક FIR નોંધવામાં આવી છે.

    સેક્ટર 7 પોલીસ મથકના PI ભરતસિંહ ગોહિલે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં FIR દાખલ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. જોકે, મામલાની તપાસ ઉચ્ચ અધિકારીઓ પાસે હોઈ આ તબક્કે વધુ માહિતી સ્થાનિક પોલીસ પાસે પણ નથી. જાણવા મળ્યા અનુસાર, ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 303(2), 306, 316(5), 61(2) અને લાંચ રૂશ્વત અટકાયત એક્ટની કલમ 7(એ), 8(1), 12,13(1) અને 12(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે તો આરોપી તરીકે તેના એકલાનું જ નામ છે, પણ ભવિષ્યમાં તપાસ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં