Saturday, April 27, 2024
More
    હોમપેજગુજરાતસરકારની 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા' ઝુંબેશ રંગ લાવી: પોરબંદર ડેપોની સ્વચ્છતા જોઈને...

    સરકારની ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ ઝુંબેશ રંગ લાવી: પોરબંદર ડેપોની સ્વચ્છતા જોઈને પ્રભાવિત થયા મહારાષ્ટ્રના પ્રવાસીઓ, અધિકારીને પાઠવ્યો અભિનંદન પત્ર

    પોરબંદર બસ સ્ટેશન પર મહારાષ્ટ્ર વિસ્તારનો એક પ્રવાસી પરિવાર મુલાકાતે આવ્યો હતો. મહેમાન થયેલો આ પ્રવાસી પરિવાર પોરબંદર એસટી ડેપોની સ્વચ્છતા, બસોની થતી નિયમિત સફાઈ અને સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ.એમ. રૂઘાણીનું સતત મોનીટરીંગ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો હતો.

    - Advertisement -

    ગુજરાતમાં એસટી બસ સ્ટેશન અને બસની સ્વચ્છતા જાળવવા માટે સરકારે એક મિશન ચલાવ્યું છે. ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ નામની આ ઝુંબેશથી ગુજરાતના એસટી ડેપો અને બસોની નિયમિત સફાઈ કરવામાં આવે છે. બધી એસટી બસોમાં કચરાપેટીની સુવિધા પણ આપવામાં આવી છે. જેથી યાત્રિકો સ્વચ્છ યાત્રાનો આનંદ ઉઠાવી શકે. આ ઝુંબેશ અંતર્ગત પોરબંદર ડેપો પર પણ નિયમિત સ્વચ્છતા કામગીરી કરવામાં આવી રહી હતી. પોરબંદર ડેપોની સ્વચ્છતા કામગીરીથી પ્રભાવિત થઈને મહારાષ્ટ્રના એક પ્રવાસી પરિવારે એસટી અધિકારીને અભિનંદન પત્ર આપ્યો હતો.

    પોરબંદર બસ સ્ટેશન પર મહારાષ્ટ્ર વિસ્તારનો એક પ્રવાસી પરિવાર મુલાકાતે આવ્યો હતો. મહેમાન થયેલો આ પ્રવાસી પરિવાર પોરબંદર એસટી ડેપોની સ્વચ્છતા, બસોની થતી નિયમિત સફાઈ અને સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ.એમ. રૂઘાણીનું સતત મોનીટરીંગ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો હતો. જે બાદ તે પરિવારે ડેપો ઈન્ચાર્જ રૂઘાણીને અભિનંદન પત્ર પાઠવ્યો હતો. નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ મિશન અંતર્ગત પોરબંદર ડેપો દ્વારા નિયમિત સફાઈ કામગીરી, સફાઇ અંગે મુસાફરોમાં જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમો ઉપરાંત અન્ય ડેપો પરથી પોરબંદર આવેલી બસોની સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.

    GSRTCએ સોશિયલ મીડિયામાં આપી માહિતી

    પોરબંદર ડેપોની સરાહનીય કામગીરીથી પ્રભાવિત થઈને મહારાષ્ટ્રના પ્રવાસી પરિવારે ડેપો ઈન્ચાર્જને અભિનંદન પત્ર આપ્યો હતો. જેનો ફોટો GSRTCએ તેમના ઓફિશિયલ X પ્લેટફોર્મ પર મૂક્યો હતો. GSRTCએ તેને ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ ઝુંબેશનું સકારાત્મક પરિણામ ગણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, “પોરબંદરના બસ ડેપો ખાતે થતી સ્વચ્છતા કામગીરીથી પ્રભાવિત થઈને મહારાષ્ટ્રના પ્રવાસી પરિવારે એસટી અધિકારીને અભિનંદન પત્ર આપ્યો.” પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, “#ShubhYatraSwachhYatra મુસાફરોમાં સ્વચ્છતા અને સુંદરતાનો સુંદર સંદેશ પ્રસરાવી રહી છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ મિશન અંતર્ગત રાજ્યના તમામ બસ ડેપોમાં નિયમિત સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવે છે. ડેપો ઈન્ચાર્જ પણ નિયમિત રીતે કામગીરીનું નિરીક્ષણ કરતા રહે છે. રાજ્યના અનેક ડેપો પર સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે. તે ડેપો સિવાયના અન્ય ડેપોની બસની પણ સફાઇ કરવામાં આવે છે. તે માટેની સફાઈ કામદારોની ટીમો પણ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત બસમાં પણ હવે કચરાપેટીની સુવિધા આપવામાં આવી રહી છે. એ ઉપરાંત માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવી પોતે પણ અવારનવાર સરકારી બસોમાં યાત્રિકો સાથે મુસાફરી કરતા જોવા મળ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં