Saturday, September 14, 2024
More
    હોમપેજરાજકારણપરિવહન મંત્રી હર્ષ સંઘવીની ફુલ-ડે ડ્યુટી: ગાંધીનગર બસ ડેપો પર ઓચિંતી મુલાકાત,...

    પરિવહન મંત્રી હર્ષ સંઘવીની ફુલ-ડે ડ્યુટી: ગાંધીનગર બસ ડેપો પર ઓચિંતી મુલાકાત, વંદે ભારતમાં રાજકોટ પ્રવાસ અને ST બસમાં અમદાવાદ પરત

    રાજકોટથી અંદાજે 11:45 વાગે એસટી બસમાં મુસાફરી કરીને તેઓ અમદાવાદ પહોચ્યા હતા. મુસાફરી દરમિયાનના ફોટા સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરતા તેઓએ લખ્યું, "કુછ અપનો કે સાથ, રાસ્તે ઓર ભી યાદગાર બન જાતે હૈ."

    - Advertisement -

    ગુજરાતના ગૃહપ્રધાન અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ડેપોની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. ડેપોમાં સ્વચ્છતાનું નિરક્ષણ કર્યા બાદ ગૃહમંત્રી સંઘવીએ અમદાવાદથી રાજકોટ સુધી વંદે ભારત ટ્રેનમાં અને ત્યારબાદ રાજકોટથી ફરી પાછા અમદાવાદ સુધી ST બસમાં જાહેર જનતા સાથે મુસાફરી કરી હતી.

    ગાંધીનગર ડેપોની ઓચિંતી મુલાકાત, સ્વચ્છતાનું કર્યું નિરીક્ષણ

    ગુરૂવાર, 7 ડિસેમ્બર 2023ના રોજ ગુજરાતના ગૃહપ્રધાન અને પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા અચાનક ગાંધીનગર બસ ડેપોની સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે ડેપોમાં સ્વચ્છતા અને મુસાફરોને પડતી હાલાકી વિશે જાણકારી મેળવી હતી. તેઓએ બસ સ્ટેશન પર હાજર કર્મચારીઓ સાથે મુલાકાત કરી ડેપોમાં થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ બસમાં પ્રવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને પ્રવાસીલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી હતી.

    આ વિષયે ત્યાં હાજર મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં ગૃહમંત્રીએ લોકોને બસ ડેપો અને જાહેર સંસાધનો પર સ્વચ્છતા જાળવી રાખવા અને સંસાધનોની જાળવણી કરવાની અપીલ કરી હતી. જેનો વિડીયો અને ફોટા ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા તેમના સોશિયલ મીડિયા હેન્ડલ  x પર પોસ્ટ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ગુજરાત રાજ્યના એસટી વિભાગ દ્વારા ગત સપ્તાહે રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. જે માટેનો અમલ થઇ રહ્યો છે કે નહિ એ જાણવા ગૃહપ્રધાન અને વાહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર બસ ડેપોમાં પ્લેટફોર્મ, શૌચાલય સહિતના તમામ વિભાગો પર કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવે છે કે નહીં, તે જાણવા સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને કર્મચારીઓ તથા મુસાફરો સાથે વાતચીત પણ કરી હતી.

    વંદેભારતમાં કરી મુસાફરી, મુસાફરો સાથે પડાવ્યા ફોટા

    ગાંધીનગર બસ ડેપોની મુલાકાત બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુરૂવારે (7 ડિસેમ્બર 2023) રાજકોટની મુલાકાતે પહોચ્યા હતા. રાજકોટ જવા માટે વિશેષ કોઈ સુવિધા કે સુરક્ષાના ઉપયોગ વગર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી.

    તાજેતરમાં શરૂ થયેલ અમદાવાદ-રાજકોટ વંદે ભારત ટ્રેનમાં ગૃહમંત્રીએ પ્રવાસીઓ સાથે મુલાકાત કરી હતી. ટ્રેનમાં મુસાફરો માટેની સુવિધાઓનું નિરક્ષણ કર્યું હતું અને હાજર લોકો સાથે ફોટા પણ પડાવ્યા હતા. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્રેન મુસાફરી દરમિયાનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

    ST બસમાં રાજકોટથી અમદાવાદ પરત આવ્યા

    રાજકોટ પહોચ્યા બાદ ત્યાં એક લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. બાદમાં ફરી પાછા રાજકોટથી અંદાજે 11:45 વાગે એસટી બસમાં મુસાફરી કરીને તેઓ અમદાવાદ પહોચ્યા હતા. મુસાફરી દરમિયાનના ફોટા સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કરતા તેઓએ લખ્યું, “કુછ અપનો કે સાથ, રાસ્તે ઓર ભી યાદગાર બન જાતે હૈ.”

    ગુજરાત એસટી વિભાગ સ્વચ્છતાનું અભિયાન

    ગુજરાત રાજ્યના એસટી વિભાગ દ્વારા ગત સપ્તાહે રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. આ અભિયાનના પ્રારંભ સમયે ગુજરાતના તમામ બસ સ્ટેશન અને આસપાસના શૌચાલયને સંપૂર્ણ ફ્રી કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી રાજ્ય સરકારે અંદાજે મહીને 10 લાખ જેટલી આવક જતી કરી છે. આ પહેલાં બસ ડેપોના શૌચાલયમાં પે એન્ડ યુઝ સીસ્ટમ હતી. જેમાં 1 થી લઇ 5 રૂપિયા સુધી વસુલવામાં આવતા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં