Saturday, October 5, 2024
More
    હોમપેજદેશમુફ્તી સલમાન અઝહરીની ધરપકડ બાદ બચાવમાં કુદી પડ્યા ઇસ્લામવાદીઓ, વિડીયો કટ કરીને...

    મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ બાદ બચાવમાં કુદી પડ્યા ઇસ્લામવાદીઓ, વિડીયો કટ કરીને ફક્ત પેલેસ્ટાઇન વિશે વાત કરતો હોવાનો કર્યો દાવો: જાણો વાસ્તવમાં શું કહ્યું હતું મુફ્તીએ

    પોતાના મઝહબી સ્કોલરને બચાવવા કૂદી પડેલા તથાકથિત પત્રકાર સહિતના આ તમામ લોકો તે ભૂલી ગયા છે કે અઝહરીએ એ જ ભાષણમાં 'કાફિર કુત્તે' શબ્દ વાપરીને હિંદુઓને સંદર્ભિત કર્યા હતા. અઝ્હરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તેમજ વારાણસીમાં જ્ઞાનવાપી ઢાંચાની કાયદાકીય લડાઈના સંદર્ભમાં પણ ઝેર ઓક્યું હતું.

    - Advertisement -

    છેલ્લા 2 દિવસથી મુફ્તી સલમાન અઝહરી ચર્ચામાં છે. જૂનાગઢમાં જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ ગુજરાત ATSએ મુંબઈ પોલીસ સાથે મળીને અઝહરીની ધરપકડ કરી હતી. ભડકાઉ ભાષણ મુદ્દે ધરપકડ બાદ ઇસ્લામવાદી ગેંગ મુફ્તી સલમાન અઝહરીના બચાવમાં પોલીસ સ્ટેશનની બહાર હોબાળો મચાવ્યો હતો અને વિરોધમાં નારેબાજી કરી હતી. તેવામાં હવે સોશિયલ મીડિયામાં પણ ઇસ્લામવાદી ગેંગ આ મુફ્તીના બચાવમાં કુદી પડી છે. આ ગેંગ ઓરીજનલ વિડીયોને કાપકૂપ કરીને સોશિયલ મીડિયામાં ફેરવીને દાવો કરી રહી છે કે મુફ્તી સલમાન અઝહરીએ હિંદુ વિરોધી નિવેદનો નથી આપ્યા અને માત્ર પેલેસ્ટાઇન વિશે વાત કરી હતી.

    એવા અનેક લોકો છે જેમણે સોશિયલ મીડિયામાં મુફ્તી સલમાન અઝહરીના બચાવમાં પોસ્ટ કરી છે. માઈક્રો બ્લોગીંગ સાઈટ X પર લોકો મુફ્તીનો કટ કરેલો વિડીયો મુકીને તેનો બચાવ કરી રહ્યા છે . X યુઝર આફતાબ અહેમદ સિદ્દીકીએ મૂળ વિડીયોમાં કટ કરીને કલીપ શેર કરી હતી અને મુફ્તીની તરફેણમાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, “મુફ્તી સલમાન અઝહરીએ પેલેસ્ટાઇન પર વાત કરી હતી. તેમણે ક્યાંય પણ હિંદુઓનો ઉલ્લેખ નથી કર્યો. પરંતુ સંઘીઓએ છેલ્લી 22 સેકંડનો વિડીયો મુકીને મુફ્તી સાહેબને હિંદુઓ પર હુમલો કરવા વાળા અને તેમને ‘કુત્તો’ કહેવાવાળા કહીને ભાષણ આપનાર ચીતર્યા.”

    આ ઉપરાંત પોતાને પત્રકાર ગણાવતા અને ફેક ન્યુઝ ફેલાવવા માટે કુખ્યાત આસિફ ખાન દ્વારા પણ ક્રોપ કરીને શેર કરવામાં આવેલો વિડીયો મુકવામાં આવ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, “આ મુફ્તી સલમાન અઝહરીનો આખો વિડીયો છે. તેઓ પેલેસ્ટાઇન વિશે વાત કરી રહ્યા છે. હિંદુત્વ આઈટી સેલે તેમના વિડીયોને ક્રોપ કરીને ખોટા દાવા સાથે પ્રસારિત કર્યો છે અને દાવો કર્યો છે કે એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવ્યો છે.”

    - Advertisement -

    અન્ય એક નરગીસ બાનો નામના યુઝરે પણ મુફ્તીના સમર્થમાં પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “હું નરગીસ બાનો મુફ્તી મુફ્તી સલમાન અઝહરીને મુક્ત કરવાની માંગ કરું છું. તેમના આખા બયાનમાં ક્યાય પણ કોઈ પણ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક કે વિવાદિત ટીપ્પણી નથી કરવામાં આવી.” આ સાથે જ નરગીસે અન્ય લોકોને પણ મુફ્તીને મુક્ત કરવાના કેમ્પેઈનમાં જોડાવવા આહ્વાન કર્યું છે.

    મુફ્તી સલમાન અઝહરીના સમર્થનમાં અન્ય કેટલાક લોકો સામે આવ્યા હતા, તે પૈકી હેટ ડીટેકટર નામના એકાઉન્ટ પરથી પણ આ વિડીયો ક્લિપ શેર કરવામાં આવી છે. અને લખવામાં આવ્યું છે કે, “મુફ્તી સલમાન અઝહરી પેલેસ્ટાઇન, મ્યાનમાર અને અરબ દેશો વિશે વાત કરી રહ્યા છે. પરંતુ હિંદુત્વના કટ્ટર લોકો આ બયાનમાં પોતાને જોડી રહ્યા છે.” સાથે જ આ એકાઉન્ટ પરથી પણ મુફ્તી સલમાન અઝહરીને કોઈ પણ શરત વગર મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.”

    શેર કરવામાં આવી રહેલી વિડીયો ક્લિપ અને દાવો વચ્ચે વાસ્તવિકતા શું?

    ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે મુફ્તી સલમાન અઝહરીના બચાવમાં કુદી પડ્યા છે અને જે વિડીયો કલીપ શેર કરવામાં આવી રહી છે તે અડધી વાસ્તવિકતા છે.જે ભાષણને લઈને આ આખો બખેડો ઉભો થયો છે તેનો વિડીયો જે ચેનલ પર મુકવામાં આવ્યો હતો, તેને હવે હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ મુફ્તી સલમાન અઝહરીએ જૂનાગઢમાં જે કશું પણ કહ્યું હતું તેનો આખો 53 મિનીટ અને 40 સેકંડનો વિડીયો ઑપઇન્ડિયા પાસે પહેલેથી છે અને તેના આધારે જ અમે આપને જણાવીશું કે મુફ્તી સલમાન અઝહરીએ ક્યારે અને શું ભડકાઉ ભાષણ આપ્યું હતું.

    પોતાના મઝહબી સ્કોલરને બચાવવા કૂદી પડેલા તથાકથિત પત્રકાર સહિતના આ તમામ લોકો તે ભૂલી ગયા છે કે અઝહરીએ એ જ ભાષણમાં (વિડીયોમાં 5 મિનીટે) ‘કાફિર કુત્તે’ શબ્દ વાપરીને હિંદુઓને સંદર્ભિત કર્યા હતા. આટલું જ નહીં, પોતાના ‘કુત્તા’વાળા સંદર્ભ પહેલા સલમાન અઝ્હરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તેમજ વારાણસીમાં જ્ઞાનવાપી ઢાંચાની કાયદાકીય લડાઈના સંદર્ભમાં પણ ઝેર ઓક્યું હતું.

    વિડીયોમાં અઝહરી કહે છે કે, “અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ…કુછ દેર કી ખામોશી હૈ, ફિર શોર આયેગા… આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” (હજુ તો કરબલાનું અંતિમ યુદ્ધ બાકી છે… થોડા સમયની શાંતિ છે, પછી ફરી અવાજ થશે. આજે કૂતરાઓનો સમય છે, કાલે આપણા જમાના પણ આવશે.) આટલું કહીને તે ‘લબ્બેક યા રસૂલલ્લાહ’ના નારા લગાવે છે અને સામેની ભીડ પણ તેનું પુનરાવર્તન કરે છે.

    આ જ વિડીયોમાં 5 મિનીટ 2 સેકંડ આસપાસ તેણે કહ્યું હતું કે, “, “મારો આ પેગામ પહોંચાડી દેજો, કોઇ મસ્જિદમાં બૂત રાખી દેવાથી મસ્જિદ બૂતખાના નથી બની જતી. કારણ કે તમે તો એક રાખી છે, કાબામાં તો 360 રાખ્યા હતા, પણ તેમ છતાં કાબા કાબા જ રહ્યું, ત્યાં ન તવાફ બંધ થઈ ન હજ.” નોંધવું જોઈએ કે ‘બુત’ શબ્દનો અર્થ મૂર્તિ અથવા પ્રતિમા થાય છે અને ‘બૂત ખાના’ શબ્દ મંદિરના સંદર્ભમાં વાપરી શકાય છે. જે મુજબ દાવા કરવામાં આવી રહ્યા છે કે મુફ્તીએ માત્ર પેલેસ્ટાઇન કે અન્ય કોઈ ઇસ્લામિક દેશના સંદર્ભમાં કશું કહ્યું હતું અને તના વિરુદ્ધ ખોટી કાર્યવાહી થઇ રહી છે તે દાવો ગેરમાર્ગે દોરનારા છે.

    ઑપઇન્ડિયા પાસે મુફ્તી સલમાન અઝહરીના ભાષણનો 53 મિનીટ અને 40 સેકંડનો આખો વિડીયો ઉપલબ્ધ છે. આ ભડકાઉ ભાષણમાં તેણે શું-શું કહ્યું હતું તે અમે અગાઉના અહેવાલમાં લખી ચુક્યા છીએ જે આપ અહીં ક્લિક કરીને વાંચી શકશો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં