Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મુસ્લિમ સમાજના કારણે હું ધારાસભ્ય બન્યો છું, તમે મારા માટે અલ્લાહ સમાન’:...

    ‘મુસ્લિમ સમાજના કારણે હું ધારાસભ્ય બન્યો છું, તમે મારા માટે અલ્લાહ સમાન’: કોંગ્રેસી MLAનો વિડીયો વાયરલ, કહ્યું- હિંદુ વિસ્તારમાં દવાખાનું નહીં બનવા દઉં 

    ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આ વિડીયો ટ્વિટ કર્યો છે. આ નેતા કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર હોવાનું કહેવાય છે. તેઓ મહુધા બેઠક પરથી MLA છે. 

    - Advertisement -

    ‘મુસ્લિમ સમાજ જ દેશ અને કોંગ્રેસ પાર્ટીને બચાવી શકે’ તેમ કહેતા કોંગ્રેસ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયા બાદ આ મુદ્દો ચર્ચામાં છે ત્યાં વધુ એક કોંગ્રેસી ધારાસભ્યનો આવો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, મુસ્લિમો તેમના માટે અલ્લાહ સમાન છે અને તેમના કારણે જ તેઓ ધારાસભ્ય બન્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ હિંદુ વિસ્તારમાં દવાખાનું બનવા દેશે નહીં. 

    ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આ વિડીયો ટ્વિટ કર્યો છે. આ નેતા કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રજીત પરમાર હોવાનું કહેવાય છે. તેઓ મહુધા બેઠક પરથી MLA છે. 

    વિડીયોમાં ધારાસભ્ય કહેતા સંભળાય છે કે, “ઘણા બધા મુસ્લિમ ભાઈઓ-બિરાદરો માતાઓ ખોટી અફવા ફેલાવે છે કે આપણા ધારાસભ્ય આપણી સાથે નથી. પરંતુ મારા માટે તમે અલ્લાહ સમાન છો. મા-બાપ છો. આ દવાખાનું ત્યાં જાય એટલે કોઈ કામનું નહીં. એ ખાનગી દવાખાનામાં જ દવા કરતા હોય છે. ખાલી આ મુસ્લિમ સમાજ જ એવો છે જે આરોગ્યમાં જાય છે.” 

    - Advertisement -

    તેઓ આગળ કહે છે કે, “હું જે ધારાસભ્ય બન્યો છું એ આપ સૌના પ્રતાપે છે. મુસ્લિમ સમાજે મને પેટીઓ ભરીને મત આપ્યા છે. પરંતુ આની હું બાહેંધરી આપું છું કે ત્યાં એ દવાખાનું નહીં થવા દઉં.” 

    ભાજપ નેતા પ્રદીપસિંહે ટ્વિટ કરીને કહ્યું કે, અહીં જે ‘ત્યાં’ અને ‘પેલા વિસ્તાર’ તરીકે વાત થાય છે એ હિંદુ વિસ્તારના સંદર્ભે કહેવામાં આવી રહી હતી. 

    ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, કોંગ્રેસી ધારાસભ્ય ઇન્દ્રજીત પરમારે ધાર્મિક ભેદભાવના આરોપો નકારી કાઢ્યા હતા અને કહ્યું કે આ વિડીયો 2017નો છે. 

    ઉલ્લેખનીય છે કે શનિવારે (19 નવેમ્બર 2022) સિદ્ધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, દેશને અને કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો તે મુસ્લિમ સમાજ જ બચાવી શકે. સાથે તેમણે મુસ્લિમોને કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે તેમની હજ સબસિડી બંધ કરી દીધી તેમજ ટ્રિપલ તલાકનો કાયદો લાવીને અન્યાય કર્યું પરંતુ કોંગ્રેસ પાર્ટી તેમની પડખે રહેશે અને તેમનું રક્ષણ કરશે. 

    આ વિડીયો શૅર કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, હાર ભાળી જતાં પાર્ટી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં