Wednesday, April 9, 2025
More
    હોમપેજરાજકારણ'મચ્છીમાર્કેટ બંધ કરવા ભાજપ કાર્યકર્તાઓએ બંગાળીઓને ધમકાવ્યા': મહુઆ મોઈત્રાએ ફેલાવ્યું જૂઠાણું, તપાસ...

    ‘મચ્છીમાર્કેટ બંધ કરવા ભાજપ કાર્યકર્તાઓએ બંગાળીઓને ધમકાવ્યા’: મહુઆ મોઈત્રાએ ફેલાવ્યું જૂઠાણું, તપાસ કરી તો ખુલી ગઈ પોલ; સ્થાનિકોએ કહ્યું– TMC સાંસદે ફેમસ થવા આમ કર્યું

    મહુઆ મોઇત્રાએ જે પણ પોસ્ટ કરી અને તેમાં માછલી માર્કેટ બંધ કરવાના દાવા કરવામાં આવ્યા જે ભ્રામક નીકળ્યા. સ્થાનિકો અનુસાર મહુઆએ વિસ્તારનું વાતાવરણ બગાડવા માટે આવી પોસ્ટ કરી હતી.

    - Advertisement -

    તૃણમૂલ કોંગ્રેસના (TMC MP) સાંસદ મહુઆ મોઇત્રાએ (Mahua Moitra) 8 એપ્રિલે એક વિડીયો પોસ્ટ કરીને એવો દાવો કર્યો હતો કે દક્ષિણ-પૂર્વ દિલ્હીના (Delhi CR Park) ચિત્તરંજન પાર્કમાં માછલી અને માંસની દુકાનો બંધ કરાવી દેવામાં આવી છે. નોંધવા જેવું છે કે આ વિસ્તારમાં બંગાળી લોકોનું પ્રભુત્વ છે. ત્યારે મોઇત્રાએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે ‘ભાજપના ગુંડાઓ’ માછલી બજારના (Fish Market) વેપારીઓને આ વિસ્તારમાં એક મંદિરની બાજુમાં પોતાનો વ્યવસાય ચલાવવા બદલ ‘ધમકી’ આપી રહ્યા છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે (Saurabh Bhardwaj) પણ મહુઆના આ દાવાઓનું સમર્થન કર્યું હતું. જોકે પછીથી સામે આવ્યું કે તેમના આ દાવા પાયા વિહોણા છે.

    મહુઆ મોઇત્રાએ X પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “કૃપા કરીને જુઓ ભગવા બ્રિગેડ ભાજપના ગુંડાઓ દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં માછલી ખાનારા બંગાળીઓને કેવી ધમકી આપે છે. 60 વર્ષમાં આવું ક્યારેય બન્યું નથી.” આ વિડીયોમાં એક વ્યક્તિ મંદિરની પાસે આ માર્કેટમાં નોનવેજ વેચવાનો ઇનકાર કરી રહ્યો છે.

    આ સિવાય પણ તેમણે એક પોસ્ટ કરી હતી જેમાં દાવો કર્યો હતો કે, “CR પાર્કમાં જે મંદિરનો ભાજપના ગુંડાઓ દાવો કરી રહ્યા છે કે તે નોન-વેજ માર્કેટના વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું! તેઓ ત્યાં પ્રાર્થના કરે છે – ત્યાં મોટી પૂજા થાય છે. દિલ્હીમાં ભાજપ સરકારના 3 મહિના. સરસ વર્ષગાંઠની ભેટ.”

    - Advertisement -

    આટલું જ નહીં TMC સાંસદે વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પણ શેર કરતા લખ્યું હતું કે, “CR પાર્ક પાસે રહેતા એક બંગાળીનો વોટ્સએપ સંદેશ જેમાં માંસ અને માછલીની દુકાનો બળજબરીથી બંધ થવાથી પરિસ્થિતિ કેટલી ગંભીર બની ગઈ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે.”

    આ સ્ક્રીનશોટના મેસેજમાં લખ્યું હતું કે, “દીદી, મેં તમારી માછલીની દુકાન બંધ કરવા વિશેની પોસ્ટ જોઈ. હું CR પાર્ક પાસે રહું છું. અમારા બધા માછલી બજારો અને માંસની દુકાનો લગભગ 10 દિવસથી બંધ છે. ભયાનક પરિસ્થિતિ છે.”

    AAPના ભારદ્વાજે પણ પુરાવ્યા સૂર

    AAP નેતા સૌરભ ભારદ્વાજે પણ મહુઆના સૂરમાં સૂર ભેળવતા લખ્યું કે, “આ માછલીની દુકાનો DDA દ્વારા ફાળવવામાં આવી હતી, આ ગેરકાયદેસર અતિક્રમણ નથી. જો ભાજપને CR પાર્કના બંગાળીઓ દ્વારા માછલી ખાવાથી સમસ્યા હતી, તો તેમણે તેમના મેનિફેસ્ટોમાં તેનો ઉલ્લેખ કરવો જોઈતો હતો. CR પાર્કમાં રહેતા બંગાળીઓ દિલ્હીના સૌથી શિક્ષિત સમુદાયોમાંનો એક છે. તેમની લાગણીઓ અને ખાવાની આદતોનો આદર કરવો જોઈએ. હું શાકાહારી છું અને મને ક્યારેય તેમની ખાવાની આદતોથી કોઈ સમસ્યા નથી થઈ, તો પછી ભાજપ આટલા શાંત વિસ્તારમાં મુશ્કેલી કેમ ઉભી કરી રહી છે?”

    જોકે, વાસ્તવિકતા તપાસતા સામે આવ્યું કે TMC સાસંદ મહુઆ મોઇત્રાના આ બધા જ દાવા ભ્રામક છે. આ અંગે Zee ન્યુઝના પત્રકાર શિવમ પ્રતાપ સિંઘે ગ્રાઉન્ડ ઝીરોનો વિડીયો શેર કર્યો હતો. જેમાં તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. સ્થાનિક વ્યક્તિઓએ મહુઆના દાવાને ખોટા ગણાવ્યા હતા.

    એક વ્યક્તિએ કહ્યું હતું કે, “મહુઆ ફેમસ થવા માટે આ બધું કરી રહી છે.”

    આ સિવાય મહુઆએ જે મંદિરની વાત કરી હતી તે મંદિરના પૂજારીએ પણ દાવાઓને ભ્રામક ગણાવ્યા હતા. સ્થાનિક વ્યક્તિનું કહેવું છે કે મહુઆએ વાતાવરણ બગાડવા માટે આવો વિડીયો પોસ્ટ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર વેપારીઓને કે કોઈને પણ કોઈ જ પ્રકારની ધમકીઓ આપવામાં આવી નથી.

    આ બજારમાં વેપાર કરતા વેપારીઓને પણ જ્યારે પૂછવામાં આવ્યું કે તમને ધમકાવવામાં આવ્યા છે કે નહીં, ત્યારે વેપારીઓએ પણ કહ્યું હતું કે તેઓ સવારથી રાત સુધી ત્યાં ધંધો કરે છે, પણ આજ સુધી તેમને ધમકાવવામાં આવ્યા નથી. તેમણે કહ્યું હતું કે તેમને ક્યારેક ફીશ માર્કેટ બંધ કરવાનું કહેવામાં આવ્યું નથી.

    મહુઆ મોઇત્રાએ જે પણ પોસ્ટ કરી અને તેમાં માછલી માર્કેટ બંધ કરવાના દાવા કરવામાં આવ્યા જે ભ્રામક નીકળ્યા. સ્થાનિકો અનુસાર મહુઆએ વિસ્તારનું વાતાવરણ બગાડવા માટે આવી પોસ્ટ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં