Wednesday, October 16, 2024
More
    હોમપેજરાજકારણNIAએ સાક્ષી તરીકે ભાજપ નેતાની કરી પૂછપરછ, કોંગ્રેસ ઈકોસિસ્ટમે ‘આરોપી’ ગણાવીને મચાવ્યો...

    NIAએ સાક્ષી તરીકે ભાજપ નેતાની કરી પૂછપરછ, કોંગ્રેસ ઈકોસિસ્ટમે ‘આરોપી’ ગણાવીને મચાવ્યો હોબાળો: બેંગ્લોર બ્લાસ્ટ કેસમાં BJP નેતાની સંડોવણીની વાતો છે પાયાવિહોણી

    દાવો એવો કરવામાં આવ્યો કે બેંગ્લોર બ્લાસ્ટ કેસ મામલે ભાજપ કાર્યકર્તા સાંઈ પ્રસાદની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી. તેમને આરોપી ગણાવી દેવામાં આવ્યા અને કેસમાં સંડોવણી હોય તેવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું. પણ હકીકત જુદી છે.

    - Advertisement -

    શુક્રવારથી (5 એપ્રિલ) સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી ફેલાવવામાં આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે બેંગ્લોરના રામેશ્વરમ્ કાફે બ્લાસ્ટ કેસમાં ભાજપના એક કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસ પાર્ટીથી લઈને તેમના સમર્થકો અને અન્ય અમુક વામપંથી-ઇસ્લામી તત્વોએ આ સમાચાર બહુ ફેલાવ્યા. પરંતુ હકીકત કંઈક જુદી જ છે. આ મામલે મામલાની તપાસ કરતી એજન્સી NIA પણ સ્પષ્ટતા કરી ચૂકી છે. 

    દાવો એવો કરવામાં આવ્યો કે બેંગ્લોર બ્લાસ્ટ કેસ મામલે ભાજપ કાર્યકર્તા સાંઈ પ્રસાદની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી. તેમને આરોપી ગણાવી દેવામાં આવ્યા અને કેસમાં સંડોવણી હોય તેવું ચિત્ર રજૂ કરવામાં આવ્યું. 

    કોંગ્રેસ પાર્ટીએ X પર ભાજપ નેતાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, 1 માર્ચે બેંગ્લોરમાં રામેશ્વરમ્ કાફેમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. હવે આ મામલે NIAએ એક ભાજપ નેતાને કસ્ટડીમાં લીધો છે. તેનું કનેક્શન બ્લાસ્ટ સાથે નીકળ્યું છે. કોંગ્રેસે લખ્યું કે, આ સમાચાર કોઈ પણ ટીવી ન્યૂઝ ચેનલમાં જોવા નહીં મળે અને કારણ તમે જાણો છો. સાથે કોંગ્રેસે એવો પણ પ્રશ્ન કરી દીધો કે ભાજપનું હંમેશા આતંકવાદી કનેક્શન કેમ નીકળે છે? 

    - Advertisement -

    ત્યારબાદ કોંગ્રેસના નેતાઓથી માંડીને સમર્થકોએ આ દાવો આગળ ચલાવ્યો અને વધુ જાણ્યા-સમજ્યા વગર ભાજપ નેતાને આરોપી ગણાવી દેવામાં આવ્યા. પરંતુ હકીકત એ છે કે તેમની ન તો ધરપકડ કરવામાં આવી છે કે ન અટકાયત, તેમની માત્ર પૂછપરછ કરવામાં આવી હતી અને તે પણ કેસના એક સાક્ષી તરીકે. પૂછપરછ બાદ ફરી ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. 

    શું છે હકીકત?

    વાસ્તવમાં બન્યું હતું એવું કે તાજેતરમાં બેંગ્લોર બ્લાસ્ટ કેસમાં NIA દ્વારા પકડાયેલા એક આતંકવાદી મુઝમ્મિલ શરીફ પાસેથી એક ફોન મળી આવ્યો હતો. આ ફોન મૂળ રીતે ભાજપ નેતા સાંઈ પ્રસાદે ખરીદ્યો હતો. જોકે, પછી તેમણે વેચી દીધો હતો. આ ફોન મામલે પૂછપરછ કરવા માટે જ તેમને બોલાવાયા હતા. કેસમાં તેમની કોઇ સંડોવણી નથી. 

    ભાજપ નેતા પ્રસાદને નાવિદ નામના એક યુવકની મોબાઈલની દુકાને અવારનવાર જવાનું થતું રહેતું હતું. તેમણે પોતાનો મોબાઈલ ફોન નાવિદને જ વેચ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ભાજપ નેતાએ જે મોબાઈલ વેચ્યો હતો તે મુઝમ્મિલ શરીફ વાપરતો હતો. જેના કારણે ભાજપ નેતાની પૂછપરછ કરવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, સંતોષકારક જવાબો મળ્યા બાદ એજન્સીએ તેમને મુક્ત કરી દીધા હતા. 

    પછીથી આ મામલે NIAએ પણ સ્પષ્ટતા કરી હતી. એજન્સીએ સ્પષ્ટ જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં માત્ર એક જ ધરપકડ થઈ છે અને તે છે આરોપી મુઝમ્મિલ શરીફ. જેને 2 મુખ્ય આરોપી મુસાવીર હુસૈન અને અબ્દુલ તાહાને મદદ પૂરી પાડવા માટે પકડવામાં આવ્યો છે. હાલ પકડાયેલા અને ફરાર આરોપીઓને ઓળખતા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    એજન્સીએ આગળ જણાવ્યું કે, આ કેસ આતંકવાદને લગતો હોવાના કારણે કોઇ પણ સાક્ષીની ઓળખ છતી થાય તો તપાસને અસર કરી શકે છે અને જે-તે વ્યક્તિનો જીવ પણ જોખમમાં મૂકી શકે છે. NIAએ એમ પણ કહ્યું કે, ખોટી માહિતી સાથેના સમાચાર આ કેસની તપાસને અસર કરી શકે છે. 

    જેથી સ્પષ્ટ છે કે ભાજપ નેતાની ધરપકડ કે અટકાયત કરવામાં નથી આવી કે ન તેમને આરોપી તરીકે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કેસના સાક્ષી તરીકે પૂછપરછ માટે બોલાવાયા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં