Saturday, April 20, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકમોદી બોલ્યા સંસ્કૃત શ્લોક, કોંગ્રેસને તેમાં પણ દેખાઈ અશ્લીલતા: મોદી વિરોધની આડમાં...

    મોદી બોલ્યા સંસ્કૃત શ્લોક, કોંગ્રેસને તેમાં પણ દેખાઈ અશ્લીલતા: મોદી વિરોધની આડમાં સંસ્કૃત અને સનાતન ધર્મનું અપમાન

    વડાપ્રધાન ન્યાયની સંકલ્પના સમજાવવા માટે સંસ્કૃત શ્લોક બોલ્યા હતા, પરંતુ કોંગ્રેસીઓએ તેમાં પણ અશ્લીલતા શોધી કાઢી હતી.

    - Advertisement -

    કોંગ્રેસ સમર્થકો સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વિડીયો શૅર કરી રહ્યા છે. જેમાં ભાષણ દરમિયાન પીએમ મોદી સંસ્કૃતમાં એક શ્લોક બોલતા સંભળાય છે. પીએમના આ વિડીયોને શૅર કરીને તેમણે જાહેર મંચ પરથી અશ્લીલ શબ્દો કહ્યા હોવાનો ભ્રામક દાવો કરવામાં આવી રહ્યો છે. અનેક કોંગ્રેસ સમર્થક સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી આ વિડીયો શૅર કરીને પીએમની મજાક ઉડાવવામાં આવી છે.

    કોંગ્રેસ સમર્થક ગૌરવ પાંધીએ પીએમનો એક 11 સેકન્ડનો વિડીયો શૅર કર્યો છે. જેમાં પીએમ મોદી એક શ્લોક બોલતા નજરે પડે છે. આ વિડીયો શૅર કરીને તેણે વડાપ્રધાનની સરખામણી ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ના પાત્ર ચતુર રામલિંગમ સાથે કરી હતી. નોંધનીય છે કે ફિલ્મમાં આ પાત્ર એક દ્રશ્યમાં જાહેર મંચ પરથી ભાષણ આપતી વખતે અશ્લીલ શબ્દો બોલે છે. 

    અન્ય પણ કેટલાંક અકાઉન્ટ પરથી આ વિડીયો શૅર કરીને વડાપ્રધાને અશ્લીલ શબ્દો બોલ્યા હોવાના ખોટા દાવા કરીને મજાક ઉડાડવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પીએમનું અપમાન કરતો હૅશટેગ પણ ટ્રેન્ડ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસે પણ આ જ વિડીયો શૅર કરીને પ્રોપેગેન્ડા આગળ ધપાવ્યો હતો.

    - Advertisement -

    જોકે, કોંગ્રેસીઓએ ખોટા દાવા સાથે વિડીયો વાયરલ કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝરોએ જ આ દાવાની પોલ ખોલી હતી. વાસ્તવમાં વડાપ્રધાને સંસ્કૃત ભાષાનો એક શ્લોક પોતાના સંબોધન દરમિયાન ટાંક્યો હતો. આ શ્લોક છે-

    ‘અંગેના ગાત્રમ, નયનેન વક્ત્રમ, ન્યાનેં રાજયમ લવણેન ભોજ્યમ, 

    ધર્મેના હીનં ખાલૂ જીવિતં ચા ન રાજતે ચંદ્રમાસા બિના નિશા.’

    વડાપ્રધાને ન્યાયની સંકલ્પનાની વાત કરતાં આ શ્લોકની પ્રથમ પંક્તિ ટાંકી હતી. જે બાદ તેમણે શ્લોક સમજાવ્યો પણ હતો. તેમણે કહ્યું, ‘જેમ વિવિધ અંગોથી શરીરની, આંખોથી ચહેરાની અને મીઠાથી ભોજનની સાર્થકતા પૂર્ણ થાય છે, તેવી રીતે જ દેશ માટે ન્યાયનું પણ એટલું જ મહત્વ છે.” વડાપ્રધાન 30 જુલાઈએ દિલ્હીમાં આયોજીત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંબોધનમાં આ શબ્દો કહ્યા હતા. 

    વડાપ્રધાનના ભાષણનો આગળ-પાછળનો હિસ્સો કાઢીને માત્ર એક શ્લોકની 11 સેકન્ડ ક્રૉપ કરીને સોશિયલ મીડિયા ઉપર ફરતો કરી દેવામાં આવ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર યુઝરોએ આમ કરનારાઓની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસીઓ મોદીદ્વેષમાં એટલા આગળ પહોંચી ગયા છે કે હવે તેઓ સંસ્કૃત ભાષા અને હિંદુત્વનું પણ અપમાન કરવા માંડ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં