Friday, February 28, 2025
More
    હોમપેજદેશ‘પ્રયાગરાજ આવતી ટ્રેન ડાયવર્ટ, તમામ સ્પેશિયલ ટ્રેન રદ’: મહાકુંભમાં ભાગદોડ બાદ આજતકે...

    ‘પ્રયાગરાજ આવતી ટ્રેન ડાયવર્ટ, તમામ સ્પેશિયલ ટ્રેન રદ’: મહાકુંભમાં ભાગદોડ બાદ આજતકે ચલાવ્યા ફેક ન્યૂઝ, રેલવેની સ્પષ્ટતા બાદ ફેરવી તોળ્યું

    રેલવેની સ્પષ્ટતા બાદ આજતકે પોતે પણ પોતાના જ ફેક ન્યૂઝ પર અપડેટ આપી હતી અને ટ્રેન રદ કે ડાયવર્ટ ન થઈ હોવાનું જણાવ્યું હતું.

    - Advertisement -

    બુધવારે (29 જાન્યુઆરી) મૌની અમવસ્યાના દિવસે તીર્થક્ષેત્ર પ્રયાગ (Prayagraj) ખાતે મહાકુંભમાં (Mahakumbh) અમૃત સ્નાન કરવા માટે કરોડો લોકો એકસાથે એકઠા થયા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાના કારણે દુર્ઘટના પણ સર્જાઈ હતી. આ સંવેદનશીલ ઘટના બાદ પણ મીડિયામાં ફેક ન્યૂઝ ફેલાવીને લોકોને ગુમરાહ કરવાના પ્રયાસો થયા હતા. મીડિયા ચેનલ આજતકે (Aaj Tak) પણ રેલવેને લઈને ફેક ન્યૂઝ ફેલાવવાના તે જ પ્રયાસ કર્યા હતા. જોકે, બાદમાં રેલવેએ (Railway) સ્પષ્ટતા કરતા પોતાની જ પોસ્ટ પર સમાચારને ફેરવી તોળ્યા હતા.

    ઘટનાની વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ન્યૂઝ ચેનલ આજતકે એક પોસ્ટ કરી હતી. પોસ્ટમાં ફેક ન્યૂઝ આપતા કહેવામાં આવ્યું હતું કે, મહાકુંભમાં નાસભાગના કારણે પ્રયાગરાજ આવી રહેલી ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે અને તમામ સ્પેશ્યલ ટ્રેન રદ કરવામાં આવી છે. સાથે એવું પણ કહેવાયું હતું કે, આગલા આદેશ સુધી આવી જ સ્થિતિ રહેશે.

    વધુમાં વિગતે માહિતી આપતા આજતકે કહ્યું હતું કે, “પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે અત્યાધિક ભીડને જોતાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહાકુંભ મેલા સ્પેશયલ ટ્રેનોનું પરિચાલન રોકવામાં આવ્યું છે. જેના કારણે જંકશન પર પ્રયાગરાજ જતાં શ્રદ્ધાળુઓની ભીડ પણ એકઠી થઈ ગઈ છે. બાકી અલગ રુટ પર ચાલતી કુંભ મેલા સ્પેશયલ ટ્રેનો યથાવત રીતે દોડશે.”

    - Advertisement -

    રેલવેની સ્પષ્ટતા બાદ ફેરવી તોળ્યું

    જોકે, આજતકની ફેક ન્યૂઝ બાદ તરત જ રેલવે મંત્રાલયે આ બાબતે સ્પષ્ટતા કરી હતી. રેલવેએ કહ્યું હતું કે, “રેલવેએ આજે પ્રયાગરાજ ક્ષેત્રના વિભિન્ન સ્ટેશનો પરથી 360થી વધુ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે. હાલ સુધી કોઈપણ સ્પેશયલ ટ્રેનને રદ કરવાની કોઈ યોજના નથી.”

    આ ઉપરાંત નૉર્થન રેલવેએ પોતાના આધિકારિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા કહ્યું હતું કે, યાત્રિકોની સુવિધા માટે રેલવેએ ઘણી મહાકુંભ 2025 સ્પેશ્યલ ટ્રેનની યોજના બનાવી છે. યાત્રિકો આ સ્પેશ્યલ ટ્રેનો માટે પોતાની ટિકિટ બુક કરાવી શકે છે. આ સાથે એવું પણ કહેવાયું હતું કે, 30 જાન્યુઆરી, 2025થી 8 ફેબ્રુઆરી, 2025 સુધી આ સ્પેશયલ ટ્રેનો તારીખ અને વર્ગ મુજબ ઉપલબ્ધ છે.

    રેલવેની સ્પષ્ટતા બાદ આજતકે પોતે પણ પોતાના જ ફેક ન્યૂઝ પર અપડેટ આપી હતી અને ટ્રેન રદ કે ડાયવર્ટ ન થઈ હોવાનું જણાવ્યું હતું. આજતકે પોતાની અપડેટમાં જણાવ્યું હતું કે, “પ્રયાગરાજ જતી સ્પેશ્યલ ટ્રેન રદ નથી થઈ, રેલવેએ સ્પષ્ટતા કરી છે. રેલવેના શીર્ષ અધિકારીઓ અનુસાર, પ્રયાગરાજ મહાકુંભ માટેની કોઈપણ સ્પેશ્યલ ટ્રેનને રદ નથી કરી. તમામ સ્પેશયલ ટ્રેનનું સંચાલન યથાવત રહેશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં