24 જાન્યુઆરી શુક્રવારના રોજ, X પર ઇસ્લામવાદીઓએ ‘ભગવા લવ ટ્રેપ’ ષડ્યંત્ર થિયરીને (Bhagwa Love Trap Conspiracy Theory) વેગ આપવાના નાપાક ઉદ્દેશ્ય સાથે એક સમાચાર (Fake News) વહેતા કર્યા હતા. જે અનુસાર એક હિંદુ પતિને તેની મુસ્લિમ મહિલાની ક્રૂર રીતે હત્યા કરી હોવાના દાવા કરવામાં આવ્યા હતા.
આ ફેક ન્યૂઝને વાયરલ કરનાર યુઝર્સમાં કુખ્યાત ઇસ્લામી હેન્ડલ ‘તનવીર રંગરેઝ (@virjust18)’ અને ‘એડવોકેટ નાઝનીન અખ્તરનો (@NazneenAkhtar23)’ સમાવેશ થાય છે. તેમણે ખોટો દાવો કર્યો હતો કે, ગુલનાઝ નામની મુસ્લિમ મહિલાનો ટુકડા કરેલો મૃતદેહ રેફ્રિજરેટરમાંથી મળી આવ્યો હતો.
શ્રદ્ધા વોકર હત્યા કેસ સાથે સાંકળવાનો પ્રયાસ પ્રયાસ કરતા, ઇસ્લામવાદીઓએ દાવો કર્યો હતો કે, કથિત પીડિતા ગુલનાઝની હત્યા તેના હિંદુ પતિ સંજય પાટીદારે કરી હતી. તનવીર રંગરેઝે લખ્યું હતું કે, “જે સ્ત્રીઓ પોતાના માતાપિતાનું સાંભળતી નથી અને પોતાના નિર્ણયો જાતે લે છે, તેમની સાથે આવું જ થાય છે.” તેની પોસ્ટ સાથે એક વિડીયો પણ હતો જેમાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા હતા.
2882
— D-Intent Data (@dintentdata) January 25, 2025
ANALYSIS: Misleading
FACT: A video showing policemen recovering a body from a refrigerator has been circulated with the claim that a Hindu man, Sanjay Patidar, married a Muslim woman named Gulnaz and killed her at a rental property in Dewas, Madhya Pradesh. (1/3) pic.twitter.com/CQjjdHIzLt
આ રહી વાસ્તવિકતા…
આ ઘટના મધ્ય પ્રદેશના માળવા ક્ષેત્રના દેવાસ શહેરમાં બની હતી. મૃતક મુસ્લિમ નહીં પણ પ્રતિભા પ્રજાપતિ નામની હિંદુ મહિલા છે. માર્ચ 2024માં તેની હત્યા કરવામાં આવી હતી અને તેનો મૃતદેહ ભાડાના મકાનના રેફ્રિજરેટરમાં મૂકી રાખવામાં આવ્યો હતો. ગુનેગાર બીજું કોઈ નહીં પણ તેનો લિવ-ઇન પાર્ટનર સંજય પાટીદાર હતો.
આ મામલામાં ઇસ્લામિક હેન્ડલ્સે ઉભા કરેલ સાંપ્રદાયિક એન્ગલ જેવું કશું જ હતું નહીં. પીડિતા અને ગુનેગાર એક જ સમુદાયના છે, આવી ઘટનાને ‘ભગવા લવ ટ્રેપ’ ષડ્યંત્ર થિયરી સાથે જોડીને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ એક મોટા કાવતરાનો ભાગ છે.
However, this claim is misleading and false. Reports confirm that the deceased was identified as Pratibha Prajapati, and the accused, Sanjay Patidar, belonged to the same community as the victim. The incident has no connection to religion or a Muslim woman. (2/3) pic.twitter.com/9DhyskMAGf
— D-Intent Data (@dintentdata) January 25, 2025
ઇસ્લામિક કટ્ટરપંથીઓ વાસ્તવિકતાથી વિપરીત એવા દાવા કરતા હોય છે કે, હિંદુ પુરુષો મુસ્લિમ મહિલાઓને ‘પ્રેમજાળ’માં ફસાવીને હિંદુ ધર્મમાં પરિવર્તિત કરાવે છે, જોકે વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. આવું હિંદુ મહિલાઓ સાથે બનતું હોય છે ના કે મુસ્લિમ મહિલાઓ સાથે.
આવા આરોપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા ન હોવા છતાં, ‘ભગવા લવ ટ્રેપ’ ષડ્યંત્ર થિયરી સોશિયલ મીડિયા પર કટ્ટરપંથી મુસ્લિમોમાં સારી રીતે પડઘો પાડે છે. આના પરિણામે હિંદુ-મુસ્લિમ યુગલો સાથે ઉત્પીડન, છેડછાડ અને હુમલા જેવા મામલા સામે આવતા હોય છે.
ઓપઇન્ડિયાએ ‘ભગવા લવ ટ્રેપ’ સામે લડવાના નામે કટ્ટરપંથીઓએ હિંદુ પુરુષો અને તેમની મુસ્લિમ પત્ની કે મિત્રો પર વાસ્તવિક જીવનમાં થયેલા હુમલાઓના 100થી વધુ કેસોનું દસ્તાવેજીકરણ કર્યું છે.