Monday, April 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટશું બીજેપી ધારાસભ્યે મુસ્લિમોને વોટ નહીં આપે તો વિકાસ નહીં થવાની ધમકી...

  શું બીજેપી ધારાસભ્યે મુસ્લિમોને વોટ નહીં આપે તો વિકાસ નહીં થવાની ધમકી આપી હતી?: AltNewsના ઝુબૈરના જૂઠનું ફેક્ટ-ચેક કરતા સ્થાનિક મુસ્લિમો

  એક મુસ્લિમ મહિલાએ કહ્યું, “વિડિયો ભ્રામક છે. હિંદુ-મુસ્લિમ જેવું કંઈ નથી. અમારા વિસ્તારમાં જેમણે વિકાસના કાર્યો કર્યા છે તેમને અમે મત આપીશું. અમારો મત માંગવાનો અન્ય કોઈને અધિકાર નથી.

  - Advertisement -

  13મી ડિસેમ્બરના રોજ, AltNewsના જામીન પર બહાર ફરી રહેલાં ફેક્ટ-ચેકર, જેમણે પોતાને નોબેલ પુરસ્કાર જીતવાની કલ્પના કરી હતી (જે ખોટા સમાચાર હતા), એણે કર્ણાટક ભાજપના ધારાસભ્ય પ્રીતમ ગૌડાનો એક વિડીયો શેર કર્યો હતો. વિડીયો સાથેની ટ્વીટમાં મોહમ્મદ ઝુબૈરે કહ્યું, “કર્ણાટકના હાસનથી બીજેપી ધારાસભ્ય પ્રીતમ ગૌડાએ મુસ્લિમોને ચેતવણી આપી છે કે જો તેઓ આવનારી ચૂંટણીમાં તેમને વોટ નહીં આપે તો તેઓ તેમનાં કોઈ પણ વિકાસ કાર્ય હાથ ધરશે નહીં.”

  મોહમ્મદ ઝુબૈરે કરેલ આ ટ્વીટનું આર્કાઇવ વર્ઝન અહીં જોવા મળશે.

  AltNewsના ‘ફેક્ટ-ચેકર’ મોહમ્મદ ઝુબૈર દ્વારા કરવામાં આવેલ સાંકેતિક આરોપ એ હતો કે ભાજપના ધારાસભ્યએ આ વિસ્તારના મુસ્લિમોને એવો દાવો કરીને ધમકી આપી હતી કે જો તેઓ આગામી ચૂંટણીમાં તેમને મત નહીં આપે, તો તેઓ ખાતરી કરશે કે તે વિસ્તાર માં કોઈ વિકાસ કાર્ય થશે નહીં.

  - Advertisement -

  પરંતુ જો સંપૂર્ણ વિડીયો જોવામાં આવે તો, પ્રીતમ ગૌડાએ ખરેખર જે કહ્યું તે ઝુબેરે જે દાવો કર્યો હતો તેનાથી સંપૂર્ણપણે અલગ છે. ભાજપ નેતાના ભાષણનું પૂરું ભાષાંતર અહીં જોડીએ છીએ:

  “તમે અમને અન્ના કહો છો, પણ તમે અમને મત આપતા નથી. આવું થાય તો કોઈપણને ગુસ્સો આવશે. તમે કરેલા કામનું વેતન જો તમને ન મળે તો તમે ગુસ્સે નહીં થાવ? તમને નથી લાગતું કે વિકાસના અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા પછી પણ ભાજપને વોટ નહીં આપો તો હું પણ નારાજ થઈ જઈશ? હું આ બાબતને સરળ ભાષામાં કહી રહ્યો છું જેથી બાળકો પણ સમજી શકે. મેં હંમેશા તમને મારા પરિવારની જેમ જ માન્યા છે, અને આગળ પણ એમ જ રહેશે. જો કે, અમે (રાજકારણીઓ) એવા નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે મદદ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે ‘તેઓ’ ઘણા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ હાથ ધર્યા પછી પણ અમને મદદ કરશે નહીં. અમે આવા નિષ્કર્ષ પર ન આવીએ તે સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે”, તેમણે કહ્યું.

  “તમે મને ત્રણ વાર છેતર્યો છે. આગામી છ મહિનામાં ચૂંટણી યોજાશે. જો તમે ફરીથી મને મદદ નહીં કરો, તો હું પણ એવો જ રહીશ અને હું તમારા માટે ઉપલબ્ધ નહીં રહું. જો તમે મારા ઘરે આવો, તો હું કોફી આપીશ અને તમને પાછા મોકલીશ. પાણી, રોડ અને ડ્રેનેજનું કામ મારી ફરજ હોવાથી કરવામાં આવશે, પરંતુ હું તમારા અંગત કામ માટે નહીં આવું”, તેમણે આગળ કહ્યું.

  પ્રીતમ ગૌડાના ભાષણનો સંપૂર્ણ વિડિયો અહીં જોઈ શકાય છે;

  તેમના ભાષણના વિડિયો અને ટ્રાન્સક્રિપ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે એવું નથી કહ્યું કે તેઓ આ વિસ્તારમાં વિકાસના કામો અટકાવી દેશે, તેના બદલે, તેમણે કહ્યું કે તેઓ તેમના માટે વ્યક્તિગત ઉપકાર કરશે નહીં. બીજેપી ધારાસભ્ય સ્પષ્ટપણે કહે છે કે, “પાણી, રોડ અને ડ્રેનેજનું કામ મારી ફરજ હોવાથી કરવામાં આવશે, પરંતુ હું તમારા અંગત કામમાં નહીં આવું.”

  ભાજપના ધારાસભ્ય પ્રીતમ ગૌડાના ભાષણ અંગે વિસ્તારના મુસ્લિમોએ શું કહ્યું

  મોહમ્મદ ઝુબૈર નકલી સમાચાર ફેલાવી રહ્યો હતો તેની પુષ્ટિ કરતા સ્થાનિક મુસ્લિમોએ ગેરમાર્ગે દોરનારા દાવાઓનો વિરોધ કર્યો હતો.

  વિડીયોમાં મુસ્લિમ વ્યક્તિ કહે છે, “થોડા દિવસો પહેલા પ્રીતમ ગૌડા અમારી મુલાકાતે આવ્યા હતા. તેમણે ગરીબ મુસ્લિમો માટે ઘર બનાવવાનું વચન આપ્યું હતું. તેમણે અમને તેમની તરફેણમાં મત આપવાની માગણી કે ચેતવણી આપી ન હતી. આ એક જૂઠો અને ગેરમાર્ગે દોરનારો વીડિયો છે.”

  એક સ્થાનિક મુસ્લિમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

  એક મુસ્લિમ મહિલાએ કહ્યું, “વિડિયો ભ્રામક છે. હિંદુ-મુસ્લિમ જેવું કંઈ નથી. અમારા વિસ્તારમાં જેમણે વિકાસના કાર્યો કર્યા છે તેમને અમે મત આપીશું. અમારો મત માંગવાનો અન્ય કોઈને અધિકાર નથી. પ્રીતમ ગૌડા અમારા ભાઈ જેવા છે, મીડિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભ્રામક છે. જે લોકો ઇન્ટરનેટ પર ગેરમાર્ગે દોરતા વીડિયો શેર કરી રહ્યાં છે તેમની હકીકત સામે લાવવા અમે તૈયાર છીએ.”

  વિડિયોના ટ્રાન્સક્રિપ્ટ અને સ્થાનિક મુસ્લિમોએ શું કહ્યું તેમાંથી કેટલાક તથ્યો બહાર આવે છે:

  1. ધારાસભ્ય પ્રીતમ ગૌડાએ ક્યારેય એવી ધમકી આપી નથી કે જો મુસ્લિમો તેમને મત નહીં આપે તો વિકાસના કામો અટકાવી દેવામાં આવશે.
  2. તેમણે કહ્યું કે વિકાસ કાર્ય તેમની ફરજ છે, જો કે, તેઓ કોઈ અંગત ઉપકાર કરશે નહીં.
  3. સ્થાનિક મુસ્લિમો તેમને પોતાના “ભાઈ” માને છે.
  4. એક સ્થાનિક મુસ્લિમ વ્યક્તિએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તેમણે ગરીબ મુસ્લિમો માટે ઘર બાંધવાનું વચન આપ્યું હતું.
  5. મોહમ્મદ ઝુબેર ફેક ન્યૂઝ ફેલાવતો હતો.
  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં