Tuesday, April 1, 2025
More
    હોમપેજએક્સપ્લેઇનરTeslaની ગાડીઓ પર હુમલાખોરોએ બનાવ્યા નાઝી ચિહ્ન, પણ ઈલોન મસ્ક ગણાવી રહ્યા...

    Teslaની ગાડીઓ પર હુમલાખોરોએ બનાવ્યા નાઝી ચિહ્ન, પણ ઈલોન મસ્ક ગણાવી રહ્યા છે ‘સ્વસ્તિક’: જાણો હિંદુ પ્રતિકથી કેવી રીતે અલગ છે ઈસાઈ ‘હેકેનક્રુઝ’

    સ્વસ્તિકનો ઉલ્લેખ સૌપ્રથમ વેદોમાં થયો હતો અને તે સૂર્ય અને બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્મા જેવી બાબતોનું પ્રતીક છે. તેને શક્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને તે સૌભાગ્યના દેવતા ગણેશનું પણ પ્રતીક છે.

    - Advertisement -

    અમેરિકન ઓટોમોબાઈલ ઉત્પાદક ટેસ્લાના (Tesla) વાહનો અને તેના સુપરચાર્જર નેટવર્ક પર છેલ્લા કેટલાક દિવસોથી હુમલા (Attack) થઈ રહ્યા છે. અમેરિકાના વિવિધ ભાગોમાં ટેસ્લાની ગાડીઓને નિશાન બનાવવામાં આવી રહી છે. યુરોપમાં પણ ટેસ્લાની કારો પર હુમલા થયા છે. ટ્રમ્પ પ્રશાસનમાં સરકારી કામગીરીમાં અર્થતંત્ર લાવતા DOGEના વડા તરીકેની તેમની ભૂમિકાને કારણે ઈલોન મસ્ક (Elon Musk) સામે આ હુમલાઓ થઈ રહ્યા છે.

    આ હુમલાઓને મસ્ક સામેના વિરોધનું નામ આપવામાં આવી રહ્યું છે. 31 માર્ચે ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો પર પ્રતિક્રિયા આપી હતી. તેમાં એક ટેસ્લા કારના માલિકને એક એવા માણસનો સામનો કરતા દર્શાવવામાં આવ્યો હતો, જેણે તેની ટેસ્લા EV પર નાઝી પ્રતીક લગાવી દીધું હતું.

    તેના વિરોધમાં કરવામાં આવેલી એક પોસ્ટ પર મસ્કે તે ચિહ્નને નાઝી પ્રતીક હૂક્ડ ક્રોસ કહેવાને બદલે ‘સ્વસ્તિક’ કહ્યું. ઈલોન મસ્કે પોસ્ટમાં લખ્યું કે,” જેણે પણ ટેસ્લા પર સ્વસ્તિક દોર્યું છે, તેણે સ્પષ્ટપણે ઘૃણિત ગુનો કર્યો છે.”

    - Advertisement -

    વધી રહ્યો છે ટેસ્લાનો વિરોધ

    ટેસ્લા કાર પરના હુમલા ફક્ત અમેરિકા પૂરતા મર્યાદિત નથી. ઈટાલીમાં પણ તેના પર હુમલા થયા છે. તાજેતરમાં રોમમાં ટેસ્લા ડીલરશિપની અંદર 17 વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ઈલોન મસ્કે આ હુમલાઓની નિંદા કરી છે અને તેને ‘આતંકવાદ’ ગણાવ્યા છે.

    તે સિવાય સ્વીડનના સ્ટોકહોમ અને માલ્મોમાં બે ટેસ્લા સ્ટોર્સમાં તોડફોડ કરવામાં આવી હતી. ફ્રાન્સમાં પણ તાજેતરમાં સેન્ટ-ચામોન્ડમાં એક પાર્કિંગમાં 12 ટેસ્લા ઇલેક્ટ્રિક સુપરચાર્જરને આગ ચાંપી દેવામાં આવી હતી. અમેરિકામાં મસ્કની કંપનીના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે.

    આ પહેલાં પણ ટેસ્લા પર હુમલા થઈ ચૂક્યા છે. આવી જ એક ઘટનામાં કોલોરાડોમાં એક મહિલાને ટેસ્લા ડીલરશિપને આગ લગાડવાનો પ્રયાસ કરવા બદલ પકડી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ઓરેગનમાં ટેસ્લા ડીલરશિપ પર ગોળીબાર પણ થયો હતો.

    જ્યારે મસ્કે યુરોપિયન દેશોમાં ઘોર-જમણેરી પક્ષોને સમર્થન આપ્યું, ત્યારે ટેસ્લા વિરોધી આંદોલનને વધુ વેગ મળ્યો હતો. દરમિયાન યુરોપમાં ટેસ્લા ઇવીના વેચાણમાં 49%નો ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાં મસ્કે આરોપ લગાવ્યો હતો કે, ફંડ એકત્ર કરવાનું પ્લેટફોર્મ એક્ટબ્લ્યુ ટેસ્લા વિરોધી વિરોધ પ્રદર્શનોને ઉશ્કેરવામાં સામેલ હતું.

    નાઝી હેકેનક્રુઝ અને સ્વસ્તિક વચ્ચેનો તફાવત

    હિંદુઓ માટે પવિત્ર સ્વસ્તિક અને નાઝીઓના ઘૃણાના પ્રતીક હાકેનક્રુઝ વચ્ચે ઘણો મોટો તફાવત છે. સ્વસ્તિકમાં ‘સુ’ નો અર્થ ‘સારું’ અને ‘અસ્તિ’ નો અર્થ ‘હોવું’ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, કલ્યાણ. તે લગભગ 6,000 વર્ષ પહેલાં ખડકો અને ગુફાઓમાં બનાવેલા ચિત્રો સાથે જોડાયેલું છે.

    વિદ્વાનો પણ સંમત છે કે, તેની ઉત્પત્તિ ભારતમાં થઈ હતી. આ પ્રતીક હિંદુઓ, બૌદ્ધો અને જૈનો તેમજ વાઇકિંગ્સ અને ગ્રીકો સહિત અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ માટે સૌભાગ્ય, સમૃદ્ધિ અને બધી શુભ બાબતોનું પ્રતીક રહ્યું છે.

    નાઝીઓનું હેકેનક્રુઝ (ડાબે), હિંદુઓનું સ્વસ્તિક (જમણે)

    હિન્દુ પરંપરામાં સ્વસ્તિકની ભુજાઓના વળાંક પછીની સીધી રેખાને સરૂપ્ય (ભગવાન જેવું સ્વરૂપ ધરાવતું), સાલોક્ય (ભગવાન જેવા જ વિશ્વમાં હોવું), સામીપ્ય (ભગવાનની નજીક હોવું) અને સાયુજ્ય (ભગવાન જેવું સ્વરૂપ ધરાવતું) કહેવામાં આવે છે. આ દૈવી જોડાણના વિવિધ સ્તરોનું પ્રતિનિધિત્વ કરે છે.

    સ્વસ્તિકનો ઉલ્લેખ સૌપ્રથમ વેદોમાં થયો હતો અને તે સૂર્ય અને બ્રહ્માંડના સર્જનહાર બ્રહ્મા જેવી બાબતોનું પ્રતીક છે. તેને શક્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે અને તે સૌભાગ્યના દેવતા ગણેશનું પણ પ્રતીક છે. હિંદુ ધર્મ અને જૈન ધર્મ બંનેમાં, સ્વસ્તિકનો ઉપયોગ ખાતાવહી, દરવાજા અને ઉંબરાના શરૂઆતના પાનાઓને ચિહ્નિત કરવા માટે થાય છે.

    2013માં વિશ્વના સૌથી જૂના યહૂદી સંગઠનોમાંના એક, અમેરિકન યહૂદી સમિતિએ હિંદુ, જૈન અને બૌદ્ધ સંસ્કૃતિઓ દ્વારા સદીઓથી ઉપયોગમાં લેવાતા સ્વસ્તિક અને તેના નાઝી સંસ્કરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો. 2021માં ઓરેગન શિક્ષણ વિભાગે આ તફાવતને કાનૂની માન્યતા પણ આપી હતી.

    પશ્ચિમી મીડિયા લાંબા સમયથી તેમના રિપોર્ટિંગમાં નાઝી હેકેનક્રુઝ માટે સ્વસ્તિક શબ્દનો ઉપયોગ જાણી જોઈને કરી રહ્યું છે, જોકે, બંને એકબીજાથી ઘણા અલગ છે. પશ્ચિમી મીડિયા ઇચ્છે છે કે, હિંદુ પ્રતીકને નફરતનું પ્રતીક માનવામાં આવે અને લોકોમાં હિંદુઓ વિરુદ્ધ રોષ ફેલાય.

    મસ્કની ભૂલનું હિંદુઓએ ભોગવવું પડી શકે છે પરિણામ

    ઈલોન મસ્ક નાઝી પ્રતીકને સ્વસ્તિક કહે છે, તે તેમના જ્ઞાનનો અભાવ અને સંસ્કૃતિ પ્રત્યે અસંવેદનશીલતા દર્શાવે છે. ઈલોન મસ્કે અજાણતા કે જાણીજોઇને પણ, નાઝી હેકેનક્રુઝને સમૃદ્ધિનું નિશાન સ્વસ્તિક ગણાવી દીધું હતું. નાઝી ચિહ્ન યહૂદીઓ પ્રત્યે ઘૃણા અને નરસંહારનું પ્રતિક છે. મસ્ક ટેસ્લા વાહનો પરના હુમલાઓનો વિરોધ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ તેમાં સ્વસ્તિક ખેંચવું ઠીક નથી. કારણ કે, તેમાંથી એક આખા નિર્દોષ સમુદાય પર જોખમ થઈ પડે છે.

    ઈલોન મસ્કે આ ટિપ્પણી એવા સમયે કરી છે, જ્યારે અમેરિકામાં હિંદુઓ અને ભારતીય અમેરિકનો પહેલાંથી જ નફરતનો સામનો કરી રહ્યા છે. તાજેતરના સમયમાં અમેરિકામાં હિંદુફોબિયા પણ વધ્યો છે. જો લોકો ભૂલથી હિંદુઓને નાઝી સમર્થકો તરીકે સમજવા લાગશે તો તેમના માટે ખતરો પણ એટલો જ વધી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં