Tuesday, February 25, 2025
More
    હોમપેજરાજકારણ'પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સોંપી દીધા ભાજપને, ₹18 કરોડનું દેવું થઈ...

    ‘પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સોંપી દીધા ભાજપને, ₹18 કરોડનું દેવું થઈ ગયું માફ’: મહાકુંભની પોસ્ટ કરી કે તરત જ કોંગ્રેસે અભિનેત્રી વિશે ફેલાવ્યું જુઠ્ઠાણું, અહીં જાણો હકીકત

    પહેલાં ક્યારેય કોંગ્રેસને પ્રીતિ ઝિન્ટાથી કોઈ વાંધો નહોતો અને તેનો કોઈ જગ્યાએ ઉલ્લેખ પણ નહોતો. જેવી તે મહાકુંભમાં ગઈ કે, કોંગ્રેસે તેને ટાર્ગેટ કરી દીધી.

    - Advertisement -

    કાયમ ફેક ન્યૂઝ (Fake News) ફેલાવીને ઉત્પાત મચાવતી કોંગ્રેસ (Congress) હવે હિંદુ સંસ્કૃતિ વિશે વાત કરતા લોકોને પણ ટાર્ગેટ કરવા લાગી છે. તાજેતરમાં જ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ (Preity Zinta) મહાકુંભને (Mahakumbh) લઈને પોસ્ટ કરી હતી. હિંદુઓના સૌથી મોટા પર્વ પર માત્ર એક પોસ્ટ કરવાને લઈને કોંગ્રેસે તેને ‘ભાજપ એજન્ટ’ ગણાવી દીધી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જુઠ્ઠાણું ફેલાવ્યું અને પ્રીતિ ઝિન્ટાને નામ લીધા વગર જ ટાર્ગેટ કરી દીધી હતી.

    કેરળ કોંગ્રેસના આધિકારિક X હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં એક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ‘ધ સવેરા ટાઈમ્સ’ના ન્યૂઝનું કટિંગ દેખાઈ રહ્યું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે, “ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેન્કે પ્રીતિ ઝિન્ટા અને અન્યની ₹18 કરોડની લોન માફ કરી દીધી છે.” સાથે કોંગ્રેસે પણ કેપશનમાં લખ્યું છે કે, “તેણે (પ્રીતિ ઝિન્ટાએ) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભાજપને સોંપી દીધા છે અને ₹18 કરોડ માફ કરાવી દીધા છે. છેલ્લા અઠવાડિયે જ બેન્ક ડૂબી ગઈ છે. ડિપોઝિટર્સ પોતાના પૈસા માટે રસ્તા પર આવ્યા છે.”

    આ પોસ્ટ કર્યા બાદ કોંગ્રેસનું કામ પૂરું થયું અને અહીંથી જ કોંગ્રેસીઓ અને તેના મળતીયાઓએ કામ શરૂ કરી દીધું અને રિપોસ્ટ કરીને ભાજપ તથા પ્રીતિ ઝિન્ટાને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું. કોંગ્રેસ સિવાય તેના ઘણા કાર્યકર્તાઓ અને લિબરલોએ પણ આ પોસ્ટને આખરી સત્ય માનીને ફેલાવવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    શું છે હકીકત?

    આ પોસ્ટની તપાસ કરતા જાણવા મળ્યું કે, કોંગ્રેસે પીરસેલું ‘જ્ઞાન’ વાસ્તવમાં ‘ભ્રામક અજ્ઞાન’ છે. કોંગ્રેસની આ પોસ્ટ પર પ્રીતિ ઝિન્ટાએ પોતે પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસની ટીકા કરી છે. પ્રીતિ ઝિન્ટાએ પોસ્ટ કરીને કહ્યું છે કે, “ના, હું મારા સોશિયલ મીડિયા હેંડલ્સ પોતે જ ચલાવું છું અને આવા ખોટા સમાચારને પ્રોત્સાહન આપવા બદલ તમને શરમ આવવી જોઈએ. કોઈએ મારી કોઈપણ લોન માફ નથી કરી. હું હેરાન છું કે, કોઈ રાજકીય પાર્ટી અથવા તેનો પ્રતિનિધિ મારુ નામ અને તસવીરોનો ઉપયોગ કરીને ફેક ન્યૂઝને ફેલાવી રહ્યો છે.”

    પ્રીતિ ઝિન્ટાએ વધુમાં કહ્યું કે, “રેકોર્ડ માટે એક લોન લેવામાં આવી હતી, પરંતુ તે પણ સંપૂર્ણપણે ચૂકવાઈ ગઈ છે અને ચૂકવ્યાને પણ 10 વર્ષથી વધુનો સમય થઈ ચૂક્યો છે. આશા છે કે, અહીં બધુ સ્પષ્ટ થઈ જશે અને ભવિષ્યમાં પણ આવી કોઈ ભ્રમણા નહીં રહે.” અભિનેત્રીની સ્પષ્ટતા બાદ પણ કોંગ્રેસે હજુ સુધી તે પોસ્ટ ડિલીટ નથી કરી અને અન્ય કોંગ્રેસીઓ પણ તેમાં જ રત રહ્યા છે.

    અભિનેત્રીએ મહાકુંભ પર પોસ્ટ કર્યા બાદ કોંગ્રેસે કરી ટાર્ગેટ

    આ ઘટના પહેલાં અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ મહાકુંભને લગતી પોસ્ટ કરી હતી. તેણે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને સાથે લખ્યું હતું કે, “બધા જ રસ્તાઓ મહાકુંભ તરફ જઈ રહ્યા છે.” સાથે તેણે એવું પણ લખ્યું હતું કે, ‘At Prayagraj’. વધુમાં તેણે ‘સત્યમ શિવમ સુંદરમ’નું સૂત્ર લખ્યું હતું. તેણે પોસ્ટ કરેલા ફોટોમાં તેમના ગળામાં પુષ્પની માળા છે અને કપાળ પર ચંદનનું તિલક છે.

    અભિનેત્રીની માત્ર આ એક પોસ્ટ પર કોંગ્રેસે તેને ટાર્ગેટ કરી દીધી હતી. સ્પષ્ટપણે કહેવામાં આવે તો, હિંદુ પરંપરાને પ્રોત્સાહન આપનારા કોઈ જાણીતા લોકોને કોંગ્રેસ આ રીતે જ ટાર્ગેટ કરે છે. આ પહેલાં ક્યારેય કોંગ્રેસને પ્રીતિ ઝિન્ટાથી કોઈ વાંધો નહોતો અને તેનો કોઈ જગ્યાએ ઉલ્લેખ પણ નહોતો. જેવી તે મહાકુંભમાં ગઈ કે, કોંગ્રેસે તેને ટાર્ગેટ કરી દીધી. કોંગ્રેસને વાંધો ભાજપ કે પ્રીતિ ઝિન્ટાથી નથી, તેને વાંધો છે માત્ર સનાતન પરંપરાથી. હવે પછી કોંગ્રેસ અક્ષય કુમારને ટાર્ગેટ કરે તોપણ કોઈ નવાઈ નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં