દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં હતાશાની કગાર પર પહોંચી ચૂકેલી આમ આદમી પાર્ટી અને તેના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દરરોજ નવું તૂત ચલાવી રહ્યાં છે. સંભવતઃ કેજરીવાલ પણ એ વાત પામી ચૂક્યા છે કે આ વખતે તેમની પાર્ટી માટે ચૂંટણી એટલી સરળ નથી જેટલી આ પહેલાંનાં વર્ષોમાં હતી. હવે તેમની અને પાર્ટીની વાસ્તવિકતાઓ સામે આવતી જાય છે. એટલે જે કેજરીવાલ ‘રાજનીતિ બદલને આયે હૈ જી’ કહીને રાજનીતિમાં આવ્યા હતા તેમણે આ રાજકારણનું સ્તર એટલું નીચે પહોંચાડી દીધું છે કે હવે કોંગ્રેસ પણ આપણને સારી લાગવા માંડી છે.
તાજેતરમાં કેજરીવાલે દાવો કર્યો કે હરિયાણામાં ભાજપ સરકાર યમુનાના પાણીમાં ઝેર ભેળવી રહી છે અને દિલ્હીના લોકો વિરુદ્ધ કાવતરું કરવામાં આવી રહ્યું છે. તદ્દન હાસ્યાસ્પદ લાગે એવી આ વાતનાં દુષ્પરિણામો કેવાં આવી શકે એનો AAP કે કેજરીવાલને અંદાજ નથી? પરંતુ છતાં રાજકીય લાભ મેળવવા કે ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તેઓ તૈયાર છે.
કેજરીવાલે આવી પાયાવિહોણી વાતો વહેતી મૂક્યા બાદ તરત દિલ્હી જલ બોર્ડના અધિકારીઓ તરફથી નિવેદન આવ્યું અને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે આ વાતો તથ્ય વગરની અને ખોટી છે અને તેવું કશું જ બન્યું નથી. પણ કેજરીવાલે પછી પણ તંગડી ઊંચી જ રાખી છે અને હજુ પણ આ દાવા કરતા રહે છે. દરમ્યાન, ભાજપે તેમની સામે એક કેસ પણ નોંધાવ્યો છે અને ચૂંટણી પંચે પણ ખુલાસા માંગ્યા છે.
બીજી તરફ, બુધવારે (29 જાન્યુઆરી) હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈની યમુના નદીના કાંઠે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેજરીવાલના દાવાને ખોટા સાબિત કરવા માટે પાણી પણ પીધું. પણ તેમાં પણ કેજરીવાલે રાજકારણ શોધી કાઢ્યું.
हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी ने यमुना का पानी पीने का ढोंग किया… और फिर वही पानी वापस यमुना में थूक दिया।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2025
जब मैंने कहा कि अमोनिया की मिलावट के कारण यमुना का पानी दिल्लीवालों की जान के लिए ख़तरा हो सकता है, तो इन्होंने मुझ पर FIR करने की धमकी दी।
जिस ज़हरीले पानी… pic.twitter.com/xQEVAu9bWh
કેજરીવાલે એક વિડીયો પોસ્ટ કરીને લખ્યું, “હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંઘ સૈનીજીએ યમુનાનું પાણી પીવાનો ઢોંગ કર્યો અને એ જ પાણી ફરી યમુનામાં થૂંકી દીધું. જ્યારે મેં કહ્યું કે, એમોનિયાની ભેળસેળના કારણે યમુનાનું પાણી દિલ્હીવાસીઓ માટે જીવને જોખમ સાબિત થઈ શકે છે તો તેમણે મારી ઉપર FIR કરાવી દીધી. જે ઝેરીલા પાણી તેઓ સ્વયં નથી પી શકતા, એ જ પાણી દિલ્હીની જનતાને પીવડાવવા માંગે છે. હું એ થવા દઈશ નહીં.”
અહીં વાસ્તવમાં કેજરીવાલે નાયબ સિંઘ સૈનીનો જે વિડીયો પોસ્ટ કર્યો છે એ અધૂરો છે અને તેની કેજરીવાલને પણ ખબર છે. આખો વિડીયો જોશો તો તેમાં સૈની પાણી પીતા જોવા મળે જ છે. કેજરીવાલના વિડીયોમાં સૈની એક ઘૂંટડો ભરે છે અને પછી થૂંકી નાખે છે. ત્યારબાદ ફરી પાણી હાથમાં લે છે અને પી જાય છે. આ બીજો ભાગ જાણીજોઈને કેજરીવાલે પોસ્ટ કર્યો નથી, જેથી એજન્ડા ચલાવી શકાય.
#WATCH | Haryana CM Nayab Singh Saini takes a sip of water from the Yamuna River in Delhi's Palla Village. pic.twitter.com/v1rkJXrcbQ
— ANI (@ANI) January 29, 2025
અહીં ખાસ નોંધવું જોઈએ કે કેજરીવાલનાં જૂઠાણાંની પોલ દિલ્હી જલ બોર્ડનાં CEO પહેલેથી જ ખોલી ચૂક્યાં છે અને તેઓ એક અધિકારી છે, કોઈ પાર્ટીના માણસ નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, આ દાવા તથ્યાત્મક રીતે ખોટા છે અને તેનો કોઈ આધાર પણ નથી. સાથે એ બાબત ઉપર પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ પ્રકારના ભ્રામક દાવા કરવાથી લોકોના વિશ્વાસ પર આંચ આવી શકે છે. પરંતુ છતાં કેજરીવાલ કેજરીવાલ છે. તેમણે રાજકારણ બદલવું હતું, પણ આવું બદલી નાખશે એની કોઈને કલ્પના ન હતી.