અમદાવાદ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) ઘટના બાદ અનેક વિડીયો (Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. તેમાં એક વિડીયો અમદાવાદના એક ડૉક્ટરનો (Doctor) પણ હતો. યુએન મહેતાના તે ડૉક્ટરનું નામ અનિલ પવાર હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં તેઓ પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે, તેમને પ્રશાસન તરફથી 24 કલાકમાં મકાન ખાલી કરી દેવાનું કહેવામાં આવ્યું છે. તેઓ તણાવમાં જોવા મળી રહ્યા હતા અને વારંવાર એ જ કહી રહ્યા હતા કે, તેમની પાસે કોઈ આશ્રયસ્થાન નથી અને તેમની દીકરી હૉસ્પિટલમાં દાખલ છે. તેવામાં તેમણે એવી માંગણી પણ કરી હતી કે, સરકાર તેમને મકાન ખાલી કરવા માટે થોડો સમય આપે, ત્યાં સુધીમાં તેઓ કોઈ વ્યવસ્થા કરી શકે.
મીડિયાએ આ વિડીયોને ખૂબ ચલાવ્યો અને ડૉક્ટરને હાથો બનાવીને સરકારને ટાર્ગેટ કરવાની એક પણ તક ન છોડી. સોશિયલ મીડિયા પર બની બેઠેલા કથિત બુદ્ધિજીવીઓએ પણ સરકારની ટીકા કરવાની શરૂ કરી દીધી. પરંતુ હવે એક નવો વિડીયો સામે આવ્યો છે અને સાથે એક એવા સમાચાર પણ સામે આવ્યા છે, જે આ મીડિયા અને બુદ્ધિજીવીઓની ગેંગને મૂળમાંથી ખોટા સાબિત કરે છે. હકીકતમાં મીડિયા સાથે વાત કરતા સમયે ડૉક્ટર ખૂબ તણાવગ્રસ્ત હતા અને માહિતીથી અજાણ હતા, તેથી તેમણે કારણ વગર સરકાર પર પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
પરંતુ તે પછી જ્યારે મીડિયા અને બુદ્ધિજીવીઓના વિશેષ વર્ગે સીધા સરકારને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું ત્યારે જઈને આ મુદ્દો ખૂબ સંવેદનશીલ બની ગયો. ડૉક્ટર પોતાની જગ્યા પર યોગ્ય હતા. કારણ કે, તેમને સરકાર તરફથી મળી ચૂકેલી સુવિધાઓ વિશેનો કોઈ ખ્યાલ નહોતો. બની શકે કે, તેઓ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની સારવારમાં વ્યસ્ત હોય અને તેમની પોતાની દીકરી પણ ઇજાગ્રસ્ત હોવાથી તેઓ માનસિક રીતે પણ અસ્વસ્થ હોય શકે છે. તેવામાં તેમને આ બધી જાણકારી ન હોય એ સ્વાભાવિક છે. પરંતુ, મીડિયાએ પુષ્ટિ કે તપાસ કરવાની જગ્યાએ સીધું પ્રશાસનને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું.
સરકારે બધી સુવિધા આપી, તણાવમાં સમજી ન શકાયું- ડૉક્ટર
ડૉક્ટરના કેસમાં હકીકત એ છે કે, તેમને 24 કલાકમાં મકાન ખાલી કરવાના આદેશ અપાયા હતા. પરંતુ તે પહેલાં તેમને 2 મકાન પણ ફાળવી દેવાયા હતા. ઇમારત ખાલી કરાવવા પાછળનું કારણ એ છે કે, પ્લેન ક્રેશની જ્વાળાઓના ભીષણ તાપમાનના કારણે ઇમારતનો પાયો ખોખલો થઈ જવાની સંભાવના હતી. તેના કારણે ત્યાં રહેવું શક્ય નહોતું. કારણ કે, ત્યાં રહેવાથી જીવનું જોખમ પણ ઊભું થઈ શકે તેમ હતું. તેથી તમામ લોકોને તે ઇમારત ખાલી કરી દેવા માટેનું કહેવામાં આવ્યું હતું.
प्लेन दुर्घटना मैं पीड़ितों के साथ हुई त्रासदी मैं सभी लोगकी संवेदनाएं है.
— Janak Dave (@dave_janak) June 14, 2025
डॉ अनिल की बिटिया भी ज़ख़्मी है और वो ख़ुद लोगों की सेवा मैं लगे है ऐसे मैं तनाव मैं हो सकते है.
ऐसी घटनाओं के वक्त एक बयान प्रशासन मैं जुड़े जवानों अधिकारियों के मोरल को असर कर सकता है.
मकान इसलिए खाली… https://t.co/eXzvIi966b pic.twitter.com/WAnCtKtczy
આ ઉપરાંત ડૉક્ટરને બે મકાન પણ પહેલાં જ આપી દેવામાં આવ્યા હતા. બીજા મકાનમાં તેમનો સામાન પણ પ્રશાસને પોતે શિફ્ટ કરાવી આપ્યો હતો. જ્યારે આ બધી બાબતોની જાણ થઈ, ત્યારે ડૉક્ટર અનિલે પોતે વિડીયો બનાવીને સ્પષ્ટતા કરી હતી કે, તેઓ તણાવમાં હતા, તેથી તેઓ સમજી શકે તે સ્થિતિમાં ન હતા. વધુમાં તેમણે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે વિડીયોમાં કહ્યું કે, “હું બે દિવસથી આઘાતજનક ઘટનાના કારણે માનસિક રીતે પરેશાન છું. મારી દીકરી પણ ઇજાગ્રસ્ત છે. હું શું બોલી ગયો એ મને પોતાને પણ ખબર નથી. હું જે બોલી ગયો એવું કશું નથી, તણાવમાં સમજી શકાયું નહીં. મને ખૂબ મદદ મળી છે. પોલીસ, પ્રશાસન અને હૉસ્પિટલ તરફથી મને ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. હાલ મારો પરિવાર અને હું બધા જ સુરક્ષિત છીએ. અમને પહેલાં પણ એક મકાન આપવામાં આવ્યું હતું અને હવે બીજું પણ આપવામાં આવ્યું છે.”
વધુમાં ડૉક્ટરે એવું પણ કહ્યું છે કે, “મારી પત્નીને એક મકાન આપી દેવામાં આવ્યું હતું, પરંતુ અમારી વાતચીત થઈ શકી નહોતી. તેથી તેના વિશેની મને કોઈ જાણ નહોતી. તે જ મકાનમાં અમારો બધો સામાન પ્રશાસન તરફથી શિફ્ટ કરી દેવામાં આવ્યો છે. હું પ્રશાસન અને હૉસ્પિટલનો ખૂબ-ખૂબ આભાર માનું છું.”