Thursday, July 3, 2025
More
    હોમપેજમિડિયાસંશોધનાત્મક પત્રકારત્વ કરવા જતાં ABPના પત્રકારે બાફ્યું, NTA પરિસરમાં ખાલી પડેલાં બોક્સ...

    સંશોધનાત્મક પત્રકારત્વ કરવા જતાં ABPના પત્રકારે બાફ્યું, NTA પરિસરમાં ખાલી પડેલાં બોક્સ બતાવીને ઉઠાવ્યા સવાલો: પરીક્ષા એજન્સીએ સ્પષ્ટતા કરતાં ખુલી ગઈ પોલ

    આમ તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો બંને સંસ્થાઓએ આ દાવા પાછળની હકીકત જણાવી છે, પરંતુ ABP ન્યૂઝનાં પત્રકારે સામાન્ય બુદ્ધિ વાપરી હોત તોપણ ખબર પડી ગઈ હોત. તેઓ વિડીયોમાં જે બોક્સ બતાવે છે તેની ઉપર લખવામાં આવ્યું છે- E. તેનો અર્થ થાય છે, Empty.

    - Advertisement -

    તાજેતરમાં ABP ન્યૂઝનાં એક પત્રકારે એક વિડીયો વાયરલ કરીને દાવો કર્યો હતો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) હોલની બહાર ખુલ્લા આકાશ નીચે જ CUET પરીક્ષાનાં બોક્સ રાખવામાં આવ્યાં છે અને તેનાં સીલ તૂટેલાં જોવા મળે છે. પરંતુ આ દાવો સદંતર ખોટો અને ભ્રામક છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પછીથી સ્પષ્ટતા કરતાં તેની પોલ ખુલી ગઈ હતી. 

    ABP ન્યૂઝ પત્રકાર અજાતિકા સિંહે X પર એક પોસ્ટ કરીને બે-ત્રણ વિડીયો મૂક્યા હતા. સાથે દાવો કર્યો કે તે ABPનો એક્સ્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટ છે. અને આગળ કહ્યું કે, CUET પરીક્ષાનાં બોક્સ ખુલ્લા આકાશ નીચે રાખવામાં આવ્યાં છે. અનેક બોક્સનાં સીલ તૂટેલાં છે અને અમુકમાં તો સીલ લાગેલાં પણ જોવા મળ્યાં. CUET (UG)ની તાજેતરની પરીક્ષાની તારીખ 15-5-2024 લખવામાં આવી છે અને પરિણામો હજુ આવ્યાં નથી. શું NTA આ મામલે સ્પષ્ટીકરણ આપશે?’ જોકે, આ પોસ્ટ હવે પોલ ખુલી ગયા બાદ ડિલીટ કરી દેવામાં આવી છે. 

    વિડીયોમાં કેમેરા પાછળ એક મહિલાનો અવાજ સંભળાય છે. જેઓ NTA પરિસરમાં રાખવામાં આવેલાં બોક્સ તરફ ઈશારો કરીને કહે છે કે આ બધાં NTAને મોકલવામાં આવ્યાં છે અને તે ખુલ્લાં છે. આગળ તેઓ વિદ્યાર્થીઓએ કરેલી મહેનત અને પરીક્ષાની વાતો કરીને કહે છે કે, એ ચિંતાજનક બાબત છે કે અહીં કોઇ દેખરેખ માટે પણ નથી. આગળ કહે છે કે, “આખરે આટલી લાપરવાહી કેમ? એ મોટો સવાલ છે. NTA રાષ્ટ્રીય સ્તરની એજન્સી આ માટે જવાબદાર છે. આટલી બેદરકારીથી લાખો વિદ્યાર્થીઓનાં પેપર કઈ રીતે રાખી શકાય? ઉપર કોઇ શેડ પણ નથી અને ખુલ્લા આકાશ નીચે જ બોક્સ રાખવામાં આવ્યાં છે.”

    - Advertisement -

    શું છે હકીકત? 

    આમ તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો બંને સંસ્થાઓએ આ દાવા પાછળની હકીકત જણાવી છે, પરંતુ ABP ન્યૂઝનાં પત્રકારે સામાન્ય બુદ્ધિ વાપરી હોત તોપણ ખબર પડી ગઈ હોત. તેઓ વિડીયોમાં જે બોક્સ બતાવે છે તેની ઉપર લખવામાં આવ્યું છે- E. તેનો અર્થ થાય છે, Empty. ગુજરાતીમાં ‘ખાલી’. ઘણાં બોક્સ પર ‘Emplty’ પણ લખવામાં આવ્યું હતું. અર્થાત, આ બોક્સ ખાલી જ હતાં અને તેમાં કશું જ રાખવામાં આવ્યું નથી. ન તો વિદ્યાર્થીઓનાં પેપર છે કે ન કોઇ બીજી સંવેદનશીલ સામગ્રી. 

    PIB ફેક્ટચેક દ્વારા જણાવવામાં આવ્યું કે, આ દાવો સંપૂર્ણ રીતે ફર્જી છે અને NTA પરિસરમાં હોલની બહાર રાખવામાં આવેલાં બોક્સ ખાલી છે, જેમાં પરીક્ષા સંબંધી કોઇ સામગ્રી નથી. આગળ જણાવવામાં આવ્યું કે, NAT દ્વારા પરીક્ષા સંબંધી સામગ્રી બોક્સમાં ખુલ્લામાં રાખવામાં આવતી નથી.  જેમાં હોય તે બોક્સ સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવે છે.  

    આ સિવાય, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પણ એક વિડીયો મારફતે સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, NTA હોલની બહાર ખાલી બોક્સ રાખવામાં આવ્યાં છે અને તેમાં કોઇ સંવેદનશીલ સામગ્રી નથી. મીડિયામાં ખુલ્લામાં બોક્સ રાખવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ આ રીતે ક્યારેય બોક્સ ખુલ્લામાં રખાતાં નથી. જ્યાં બોક્સ રાખવમાં આવતાં હોય ત્યાં સુરક્ષાકર્મીઓ પૂરતા પ્રમાણમાં હોય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં