ઑપઇન્ડિયા તરફથી દાખલ કરાયેલી RTIના જવાબમાં ગૃહ મંત્રાલયના લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE) વિભાગે જણાવ્યું છે કે મોદી સરકાર દ્વારા માઓવાદી આતંકવાદથી પ્રભાવિત રાજ્યોને સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (SIS) હેઠળ ₹630 કરોડથી વધુનું ફન્ડિંગ આપવામાં આવ્યું છે. આ સ્કીમ પોલીસ દળને આધુનિક બનાવવાની અંબ્રેલા સ્કીમનો (MPF) મુખ્ય ભાગ છે.
આ RTIનો જવાબ પહેલાંની માહિતીને વધુ મજબૂત બનાવે છે. તેમાં ગૃહ મંત્રાલયના ડેટામાંથી જાણવા મળ્યું હતી કે મે 2014, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત સત્તા સંભાળી ત્યારથી હજારો માઓવાદી આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે અથવા માર્યા ગયા છે. સાથે જ રેકોર્ડ બ્રેકિંગ એન્ટી-નક્સલ ઑપરેશન પણ થયા છે.
બંને RTIના જવાબો દર્શાવે છે કે મોદી સરકારનો પ્લાન ગ્રાઉન્ડ પર સફળતાપૂર્વક કામ કરી રહ્યો છે અને રાજ્યોની પોલીસને સિસ્ટમેટિક રીતે શક્તિશાળી બનાવવાનું પણ કામ કરી રહ્યો છે.
RTI જવાબમાં શું છે ખાસ?
બીજી RTIના જવાબમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, “પોલીસ ફોર્સ મોડર્નાઇઝેશનની અંબ્રેલા યોજના હેઠળ માઓવાદી આતંકથી પ્રભાવિત રાજ્યોને સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (SIS) હેઠળ રાજ્યવાર અને વર્ષવાર મળતી ફન્ડિંગની વિગતો એનેક્સર ‘A’માં જોડવામાં આવી છે. રાજ્યોને રીઇમ્બર્સમેન્ટના આધારે મંજૂર પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અને બિલ જમા કર્યા પછી જ ફન્ડિંગ આપવામાં આવે છે. SIS સ્કીમમાં રાજ્યો પાસેથી યુટિલાઇઝેશન સર્ટિફિકેટ જમા કરાવવાની કોઈ વ્યવસ્થા નથી.”

આમાં દસ રાજ્યોની વિગતો આપવામાં આવી છે, જેમાં સૌથી વધુ પ્રભાવિત છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
છત્તીસગઢ, ઝારખંડને સૌથી વધુ લાભ
ડેટા દર્શાવે છે કે સૌથી વધુ પૈસા છત્તીસગઢ (₹158.18 કરોડ) અને ઝારખંડને (₹121.83 કરોડ) મળ્યા છે. આ બંને રાજ્યો ઐતિહાસિક રીતે માઓવાદી પ્રવૃત્તિઓના હોટસ્પોટ રહ્યા છે. ફન્ડિંગની પેટર્ન જમીન પરના ઑપરેશનની તીવ્રતા સાથે મેળ ખાય છે. આ રાજ્યોમાં સૌથી વધુ આત્મસમર્પણ અને એન્કાઉન્ટર થયા છે.
સતત ફન્ડિંગથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ, તાલીમ કેન્દ્રો અને અંતરિયાળ વિસ્તારોમાં કોમ્યુનિકેશન નેટવર્ક મજબૂત થયા છે. જેના કારણે કેન્દ્ર અને રાજ્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન સુધર્યું છે.
પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી રીઇમ્બર્સમેન્ટના આધારે ફન્ડિંગ
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે SIS હેઠળ ફન્ડિંગ ત્યારે જ રિલીઝ થાય છે, જ્યારે રાજ્ય મંજૂર પ્રોજેક્ટ પૂર્ણ કરી બિલ જમા કરે. જેના કારણે જવાબદારી જળવાઈ રહે છે અને ફન્ડિંગ અમલીકરણના આધારે આપવામાં આવે છે.

મંત્રાલયે એ પણ કન્ફર્મ કર્યું કે SIS સ્કીમમાં યુટિલાઇઝેશન સર્ટિફિકેટની જરૂર નથી, કારણ કે ફન્ડિંગ પ્રોજેક્ટ વેરિફિકેશન પછી જ આપવામાં આવે છે. આ મોડલ ઝડપથી કામ કરવામાં મદદ કરે છે અને કેન્દ્રીય યોજનાઓમાં અવારનવાર થતા બ્યુરોક્રેટિક વિલંબથી બચાવે છે.
સ્પેશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (SIS) શું છે?
SISનો હેતુ LWE પ્રભાવિત રાજ્યોમાં પોલીસ અને ઑપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો છે. તેમાં આધુનિક હથિયારો, મજબૂત પોલીસ સ્ટેશન, મોબિલિટી, કોમ્યુનિકેશન સાધનો અને એન્ટી-માઓવાદી ઑપરેશન માટે વિશેષ તાલીમનો સમાવેશ થાય છે.
લોકસભામાં ગૃહ મંત્રાલયે આપેલી માહિતી મુજબ, SIS ફંડ શેરિંગ પર ચાલે છે, જેમાં 60% કેન્દ્ર સરકાર આપે છે અને બાકીના 40% રાજ્ય સરકાર. આ ‘મોડર્નાઇઝેશન ઑફ પોલીસ ફોર્સ’ની સબ-સ્કીમ છે.
કુલ ₹638.85 કરોડ ફન્ડિંગ રિલીઝ થયું છે, પરંતુ મંત્રાલયની વેબસાઇટ પર સ્પષ્ટ છે કે ₹1,741 કરોડના પ્રોજેક્ટ મંજૂર થયા છે. તેમાં 306 મજબૂત પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે, જેમાંથી 210 બની ગયા છે.
આ ડેટા એ તથ્ય સાથે મેળ ખાય છે કે પેમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી જ થાય છે. SISએ રાજ્યોની તૈયારીને અંતરિયાળ જંગલો અને હાઇ-રિસ્ક ઝોનમાં લાલ આતંકવાદી હુમલાઓ સામે મજબૂત કરી છે.
દાયકાઓ જૂનો લાલ આતંક ખતમ થવાની અણીએ
ગૃહમંત્રી અમિત શાહે અનેક વખત કહ્યું છે કે ઑપરેશન કાગર હેઠળ માર્ચ 2026 સુધીમાં માઓવાદનો ખાત્મો થઈ જશે. ઑપઇન્ડિયાને મળેલા RTI ડેટા આત્મસમર્પણથી લઈને સતત મોડર્નાઇઝેશન ફન્ડિંગ સુધી, દર્શાવે છે કે સરકાર ઝડપથી લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.
ખાસ વાત એ છે કે શાહે સીઝફાયર કે વાટાઘાટોની માંગને સ્પષ્ટ નકારી કાઢી છે. તેમણે કહ્યું કે માઓવાદી આતંકવાદીઓએ કાં તો આત્મસમર્પણ કરવું પડશે કાં એન્કાઉન્ટરમાં ઠાર થવું પડશે. જેના કારણે તેમના સશસ્ત્ર આંદોલન માટે કોઈ જગ્યા બચી નથી.
આ અહેવાલ મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. મૂળ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.


