Sunday, January 26, 2025
More
    હોમપેજરાજકારણએક્સાઈઝ પોલિસી મામલે કેજરીવાલ-સિસોદિયા વિરુદ્ધ મહિનાઓથી ચાલી રહ્યો છે કેસ, તો હમણાં...

    એક્સાઈઝ પોલિસી મામલે કેજરીવાલ-સિસોદિયા વિરુદ્ધ મહિનાઓથી ચાલી રહ્યો છે કેસ, તો હમણાં EDને ગૃહ મંત્રાલય-ઉપરાજ્યપાલની મંજૂરીની જરૂર કેમ પડી- સમજો

    ગત 21 ડિસેમ્બરના રોજ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ પણ કેજરીવાલ વિરુદ્ધ કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે ગૃહ મંત્રાલયે એજન્સીને લીલી ઝંડી આપી છે. 

    - Advertisement -

    કૌભાંડો અને વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં દિલ્હીમાં સત્તા બચાવી રાખવા માટે આકાશ-પાતાળ એક કરી રહેલી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માટે બુધવારની (15 જાન્યુઆરી) સવાર માઠા સમાચાર લઈને આવી. સમાચાર એવા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત 21 ડિસેમ્બરના રોજ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ પણ કેજરીવાલ વિરુદ્ધ કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપી હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે ગૃહ મંત્રાલયે એજન્સીને લીલી ઝંડી આપી છે. 

    જે કેસની ચર્ચા ચાલે છે એ દિલ્હી એક્સાઇઝ પોલિસીને લગતો છે, જેમાં નીતિના અમલીકરણમાં જે અનિયમિતતાઓ જોવા મળી હતી તેની તપાસ CBI કરી રહી છે. જ્યારે જે નાણાકીય કૌભાંડ થયું હતું તેની તપાસ EDના હાથમાં છે. હવે આ કેસમાં કેજરીવાલ અને સિસોદિયા બંને જેલની હવા ખાઈ ચૂક્યા છે. તો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે કેસ જો પહેલેથી કોર્ટમાં ચાલી જ રહ્યો હોય તો ઉપરાજ્યપાલ અને ગૃહ મંત્રાલયની મંજૂરીના સમાચાર હમણાં શા માટે આવી રહ્યા છે. 

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ EDએ મેળવવી પડી મંજૂરી

    વાસ્તવમાં અમુક કાયદાકીય પ્રશ્નોના સમાધાન માટે આ પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. પહેલાં જો કોઈ પબ્લિક સર્વન્ટ સામે કેસ ચલાવવો હોય તો CBIને સરકાર પાસેથી મંજૂરી મેળવવી આવશ્યક હતી. આ કેસમાં CBIએ ગત વર્ષે ઑગસ્ટમાં જ સરકાર પાસેથી કેજરીવાલ વિરુદ્ધ કેસ ચલાવવા માટે મંજૂરી મેળવી લીધી હતી. પરંતુ ED આવી કોઈ પ્રક્રિયા કરતી ન હતી.

    ગત 6 નવેમ્બર, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નોંધ્યું કે PMLA કેસની તપાસ કરતી એજન્સી EDએ પણ પબ્લિક સર્વન્ટ સામે કેસ ચલાવતાં પહેલાં સરકારની મંજૂરી મેળવવી આવશ્યક રહેશે. આ પહેલાં EDનું માનવું એવું હતું કે એક જ કેસમાં જો CBIને સરકારની મંજૂરી મળી ગઈ હોય તો પછી EDએ નવેસરથી મંજૂરી મેળવવાની રહેતી નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે બંને એજન્સીઓએ અલગ-અલગ મંજૂરી મેળવવાની રહેશે. 

    સુપ્રીમ કોર્ટના આ આદેશના આધારે પછીથી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરી હતી અને ED પર મંજૂરી ન મેળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દલીલ એવી આપી હતી કે, EDએ તેમની વિરુદ્ધ દાખલ કરેલી ચાર્જશીટ અમાન્ય ઠેરવવામાં આવે, કારણ કે એજન્સીએ પરવાનગી જ મેળવી ન હતી. આ મામલે પછીથી ટ્રાયલ કોર્ટે ચાર્જ ફ્રેમિંગ પર કામચલાઉ ધોરણે રોક લગાવી દીધી હતી. 

    બીજી તરફ, EDએ કેસમાં ઔપચારિક મંજૂરી મેળવવા માટે ઉપરાજ્યપાલ અને ગૃહ મંત્રાલય સમક્ષ રજૂઆતો કરી હતી. ગત ડિસેમ્બરમાં ઉપરાજ્યપાલે મંજૂરી આપ્યા બાદ હવે ગૃહ મંત્રાલય તરફથી પણ ગ્રીન સિગ્નલ મળી ગયું છે. જેથી એજન્સી હવે કેસમાં આગળ વધી શકશે. બીજી તરફ, ભવિષ્યમાં તમામ કેસ જેમાં પબ્લિક સર્વન્ટ સામેલ હોય તેમાં એજન્સી સરકારની મંજૂરી મેળવવામાં આવશે તેવો પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. 

    હાલ બંને જામીન પર બહાર, કેજરીવાલ મુખ્ય સૂત્રધાર હોવાનો EDનો આરોપ

    નોંધવું જોઈએ કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા બંને એક્સાઈઝ પોલિસી કેસમાં જામીન પર બહાર છે. મનીષ સિસોદિયાની ધરપકડ ફેબ્રુઆરી, 2022માં કરવામાં આવી હતી. 17 મહિના જેલમાં રહ્યા બાદ ઑગસ્ટ, 2024માં તેઓ જામીન પર બહાર આવ્યા. આ કેસમાં કેજરીવાલની ધરપકડ માર્ચ, 2024માં થઈ હતી. તેઓ સપ્ટેમ્બરમાં જામીન પર છૂટ્યા હતા. 

    મનીષ સિસોદિયા પર આરોપ છે કે તેમની દેખરેખ હેઠળ જ આ સમગ્ર પોલિસી બનાવવામાં આવી હતી, જેના હેઠળ દિલ્હી સરકારે લિકર માફિયાઓને લાભ પહોંચાડીને તેમની પાસેથી લાંચ લેવાના પ્રયાસ કર્યા હતા. તેમની ધરપકડ CBIએ કરી હતી. કેજરીવાલ પર આરોપ છે કે તેઓ સમગ્ર કૌભાંડના સૂત્રધાર હતા અને નાણાકીય લેવડદેવડ પણ તેમના કહેવાથી થઈ હતી. આ કેસમાં આમ આદમી પાર્ટી પણ આરોપી છે, જેની ઉપર દક્ષિણના એક જૂથ પાસેથી ₹100 કરોડની લાંચ લઈને તેના પૈસા ગોવા વિધાનસભા ચૂંટણીમાં વાપરવાનો આરોપ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં