Sunday, June 22, 2025
More
    હોમપેજસ્પેશ્યલઈસ્લામિક કટ્ટરપંથીઓ ‘ભગવા લવ ટ્રેપ’ પ્રોપગેન્ડાના નામે કરી રહી રહ્યા છે મુસ્લિમ...

    ઈસ્લામિક કટ્ટરપંથીઓ ‘ભગવા લવ ટ્રેપ’ પ્રોપગેન્ડાના નામે કરી રહી રહ્યા છે મુસ્લિમ યુવતીઓની ઇજ્જત નીલામ: ફેરવી રહ્યા છે ફોટો-વિડીયો, 1000થી વધુ પીડિતાઓની ઑપઇન્ડિયાએ કરી તપાસ

    ઇસ્લામિક કટ્ટરપંથીઓ જે ‘ભગવા લવ ટ્રેપ’ની વાતો કરે છે, તેમાં ઘણી ખામીઓ જોવા મળે છે. તેઓ આને ‘લવ જેહાદ’ની જેમ રજૂ કરવા માંગે છે, પરંતુ તેમના દાવાઓ મજબૂત નથી લાગતા. જે પણ કેસો ઉઠાવવામાં આવ્યા છે, તેમાં એકપણ કેસમાં એવો દાવો નથી કરવામાં આવ્યો કે હિંદુ યુવકે પોતાની ઓળખ છુપાવીને મુસ્લિમ યુવતીઓ સાથે મિત્રતા કરી હોય.

    - Advertisement -

    ઇસ્લામિક કટ્ટરપંથીઓ (Radical Islamists) એક નવો પ્રોપગેન્ડા (Propaganda) શરૂ કર્યો છે, જેને તેઓ ‘ભગવા લવ ટ્રેપ’ (Bhagwa Love Trap) એવું નામ આપી રહ્યા છે. આ પ્રોપગેન્ડા હેઠળ, હિંદુ યુવકો સાથે પ્રેમ સંબંધમાં હોય તેવી મુસ્લિમ યુવતીઓની વ્યક્તિગત માહિતી સાર્વજનિક કરવામાં આવી રહી છે. આ યુવતીઓ અને તેમની સાથેના હિંદુ યુવકોની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

    આ કરવા માટે ખાસ બેનરો અને પોસ્ટરો બનાવીને મુસ્લિમ યુવતીઓના ‘ઈમાન’ને બચાવવાની અપીલ કરવામાં આવી રહી છે. આવા કેટલાક કિસ્સાઓમાં મુસ્લિમ યુવતીઓ સાથે હિંદુ યુવકો સાથે જોવા મળે તો તેમની સાથે મારપીટ, ગાળાગાળી અને ત્યાં સુધી કે બળાત્કાર જેવી ઘટનાઓ પણ બની છે.

    મુસ્લિમ યુવતીઓની માહિતીનું સાર્વજનિકરણ

    એક્સ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણાં એવા એકાઉન્ટ્સ છે જે હિંદુ યુવકો સાથે મિત્રતા ધરાવતી અથવા તેમની સાથે જોવા મળતી મુસ્લિમ યુવતીઓની માહિતી જાહેર કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, એક્સ પર ‘Indra (@itsme_jk)’ નામનું એક એકાઉન્ટ છે, જેના પર આવી પોસ્ટ સતત શેર થઈ રહી છે. આ એકાઉન્ટ પર એક થ્રેડ છે, જેમાં 1200થી વધુ હિંદુ-મુસ્લિમ યુગલોના ફોટા અને નામો શેર કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    X પર તો માત્ર આવી માહિતી આપવામાં આવી રહી છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર તો આ કટ્ટરપંથીઓ મુસ્લિમ યુવતીઓને સ્ટોક કરવા, તેમના નામ અને ફોટા જાહેર કરવા અને અભદ્ર કમેન્ટ્સ સહિતના કામો કરી રહ્યા છે. Xની સરખામણીમાં આ સમસ્યા ઇન્સ્ટાગ્રામ પર વધુ ફેલાઈ રહી છે.

    ઑપઇન્ડિયાએ ઇન્સ્ટાગ્રામ પર આવું જ એક એકાઉન્ટ શોધ્યું છે, જેનું નામ ‘Islamic_Contenth’ છે. આ એકાઉન્ટ પર મોટાભાગે આવી પોસ્ટ કરવામાં આવેલી છે. એક પોસ્ટમાં કથિત રીતે પટનાની એક મુસ્લિમ યુવતીનો ફોટો મૂકવામાં આવ્યો છે, જેનું નામ આશિકા બતાવવામાં આવ્યું છે.

    આ યુવતીનો કથિત રીતે એક હિંદુ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે આ એકાઉન્ટ ચલાવનારાઓ તેને વાયરલ કરવા માંગે છે. આ પોસ્ટમાં યુવતી પર અભદ્ર કમેન્ટ્સ કરવામાં આવી છે અને તેને ‘રખેલ’ જેવા શબ્દોથી સંબોધવામાં આવી છે. આવી જ રીતે અન્ય યુવતીઓની માહિતી પણ શેર કરવામાં આવી રહી છે.

    આ પોસ્ટોમાં યુવતીની ઇન્સ્ટાગ્રામ આઈડી, હિંદુ યુવકની ઇન્સ્ટાગ્રામ આઈડી, તેમના ફોટા અને કેટલાક કિસ્સાઓમાં તો ફોન નંબર પણ સાર્વજનિક કરવામાં આવે છે.

    ઇન્સ્ટાગ્રામ પર એવા વિડીયો પણ છે, જેમાં બુરખો પહેરેલી મુસ્લિમ યુવતીઓને સ્ટોક કરવામાં આવે છે. તેમની સાથે જોવા મળતા હિંદુ યુવકોની પૂછપરછ કરવામાં આવે છે. મુસ્લિમ યુવતીઓને તેમના પરિવારને ફોન કરવાનું કહેવામાં આવે છે. જો કોઈ કેસમાં યુવતીનું હિંદુ યુવક સાથે બ્રેકઅપ કરાવવામાં સફળતા મળે તો તેને ‘કેસ સોલ્વ્ડ’ તરીકે રજૂ કરવામાં આવે છે.

    સ્કૂટર/બાઈક પર જતી મુસ્લિમ મહિલાઓના વિડીયો પણ આ એકાઉન્ટ્સ દ્વારા શેર થાય છે. અહીં સુધી કે ઊભેલી કે વાતચીત કરતી મહિલાઓના વિડીયો પણ બનાવવામાં આવે છે.

    માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત નથી આ નફરત

    આ મામલો માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત નથી. હિંદુ યુવકો સાથે જોવા મળતી મુસ્લિમ યુવતીઓ સાથે મારપીટની ઘટનાઓ પણ સામે આવી છે. એપ્રિલ 2025માં મુઝફ્ફરનગરમાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં ઇસ્લામિક ટોળાએ એક મુસ્લિમ યુવતી સાથે નિર્દયતાથી મારપીટ કરી હતી.

    મુસ્લિમ યુવતી સાથે હાજર હિંદુ યુવકની પણ પિટાઈ કરવામાં આવી હતી. બંને એક મીઠાઈની દુકાન પાસે હતા. યુવતીનો બુરખો પણ ખેંચવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને છેડતીના આરોપમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી.

    આવા કિસ્સાઓ માત્ર મારપીટ સુધી જ સીમિત નથી. જાન્યુઆરી 2024માં કર્ણાટકના હાવેરીમાં 7 મુસ્લિમ યુવકોએ એક મુસ્લિમ મહિલાને હોટેલમાંથી ઉઠાવી લીધી હતી અને તેનો બળાત્કાર કર્યો હતો. આ કૃત્યને તેમણે ‘ઇસ્લામનું પાલન ન કરવાની સજા’ તરીકે ગણાવ્યું હતું.

    મે 2025માં આ કેસમાં ધરપકડ થયેલા 7 યુવકોને જામીન મળ્યા હતા, જે બાદ તેમનું હીરોની જેમ સ્વાગત થયું હતું. તેમણે વિકટ્રી પરેડ પણ કાઢી હતી, જોકે બાદમાં 4 લોકોના જામીન રદ્દ કરવામાં આવ્યા હતા. આવા કિસ્સાઓ દર્શાવે છે કે આ નફરત માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત નથી.

    બેનર-પોસ્ટરો દ્વારા પ્રોપગેન્ડા

    આ કટ્ટરપંથીઓ ‘ભગવા લવ ટ્રેપ’ના નામે આ પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા છે. ઇસ્લામિક નામોવાળા એકાઉન્ટ્સ ‘ભગવા લવ ટ્રેપ’ના નામે ‘જાગૃતિ અભિયાન’ ચલાવી રહ્યા છે. આવા બેનર-પોસ્ટરોમાં ક્યારેક તેના બનાવનારનું નામ હોય છે, તો ક્યારેક નથી હોતું.

    એક પોસ્ટરમાં ‘મુસ્લિમો’ને ‘જાગવા’ની અપીલ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ પરિવારોને તેમની દીકરીઓને સુરક્ષિત રાખવાનું કહેવામાં આવ્યું છે. આ પોસ્ટરોમાં હિંદુ યુવકો પર મુસ્લિમ યુવતીઓને ‘ફસાવવાનો’ આરોપ લગાવવામાં આવે છે. એક અન્ય પોસ્ટમાં મુસ્લિમ માતા-પિતા અને મોબાઈલને મુસ્લિમ યુવતીઓના ‘દીન’થી દૂર થવાનું કારણ ગણાવવામાં આવ્યું છે.

    આ રૂઢિચુસ્ત માનસિકતા છે, જે મહિલાઓને બહારની દુનિયા સાથે સંપર્ક સ્થાપવાથી અને મોબાઈલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી રોકી રહી છે. ‘એહસાસ ફાઉન્ડેશન’ નામના સંગઠનનું એક પોસ્ટર પણ આ બધા વચ્ચે સામે આવ્યું છે.

    ઇસ્લામિક કટ્ટરપંથીઓ આ ‘ભગવા લવ ટ્રેપ’ને પૂર્વઆયોજિત ગણાવે છે. કટ્ટરપંથ ફેલાવનાર અલી સોહરાબ તેને ‘બંધારણીય સંરક્ષણ’ હેઠળ થતું કામ ગણાવે છે અને દાવો કરે છે કે હિંદુ યુવકોને આ માટે આર્થિક મદદ મળે છે.

    ‘ભગવા લવ ટ્રેપ’ની ‘કહાની’ઓ શા માટે ખોટી?

    ઇસ્લામિક કટ્ટરપંથીઓ જે ‘ભગવા લવ ટ્રેપ’ની વાતો કરે છે, તેમાં ઘણી ખામીઓ જોવા મળે છે. તેઓ આને ‘લવ જેહાદ’ની જેમ રજૂ કરવા માંગે છે, પરંતુ તેમના દાવાઓ મજબૂત નથી લાગતા. જે પણ કેસો ઉઠાવવામાં આવ્યા છે, તેમાં એકપણ કેસમાં એવો દાવો નથી કરવામાં આવ્યો કે હિંદુ યુવકે પોતાની ઓળખ છુપાવીને મુસ્લિમ યુવતીઓ સાથે મિત્રતા કરી હોય.

    ઊલટું, કલાવા કે અન્ય ધાર્મિક ઓળખના આધારે હિંદુ યુવકોને ઓળખવામાં આવી રહ્યા છે. જે હિંદુ યુવકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ શેર કરવામાં આવ્યા છે, તેમના પર પણ તેમણે પોતાના નામ સાચા લખ્યા છે. આથી સ્પષ્ટ છે કે તેમણે કોઈ ઓળખ છુપાવી નથી.

    જો હિંદુ યુવકો પોતાની ઓળખ છુપાવ્યા વિના મુસ્લિમ યુવતીઓ સાથે મિત્રતા કરી રહ્યા છે, તો ઇસ્લામિક કટ્ટરપંથીઓને આમાં શું સમસ્યા છે? શું ઇસ્લામિક કટ્ટરપંથીઓ બે 18 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વાતચીત કરવાથી કે મળવાથી રોકવા માંગે છે?

    આ ઉપરાંત, આ સમગ્ર મામલાની ‘લવ જેહાદ’ સાથેની તુલના પણ સાવ ખોટી છે. લવ જેહાદના કિસ્સાઓમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે મુસ્લિમ યુવકો હિંદુ નામો રાખીને હિંદુ યુવતીઓને ફસાવે છે. ઑપઇન્ડિયાએ આવા સેંકડો-હજારો કેસોના રિપોર્ટ કર્યા છે, જેમાં ધર્માંતરણ અને માંસ ખવડાવવા જેવી ઘટનાઓ પણ સામે આવી છે.

    અત્યાર સુધી મીડિયામાં આ કથિત ‘ભગવા લવ ટ્રેપ’ની વાર્તાઓ સામે આવી નથી. હકીકતમાં, આ લવ જેહાદના વિરોધમાં એક પ્રોપગેન્ડાનો પ્રયાસ લાગે છે. પરંતુ આ ‘ટ્રેપ’ના પ્રોપગેન્ડાની આડમાં મુસ્લિમ મહિલાઓની વ્યક્તિગત માહિતી જાહેર કરવામાં આવી રહી છે, તેમને સ્ટોક કરવામાં આવી રહી છે, તેમને ગાળો આપવામાં આવી રહી છે અને તેમની સ્વતંત્રતા પર તરાપ મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં