સુરેન્દ્રનગરના ‘ક્લબ 71’ જિમમાં હિંદુ યુવતીઓને ફસાવવામાં આવતી હોવાના ચોંકાવનારા ષડયંત્રનો ખુલાસો થયો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જિમમાં આવતી હિંદુ યુવતીઓને પ્રેમજાળ અને સંબંધોમાં ફસાવીને તેમના અંગત ફોટા તથા વિડીયો લઈને બ્લેકમેલ કરવામાં આવતી હતી. આ સમગ્ર ‘જિમ જેહાદ’ કેસમાં જિમ સંચાલક અમીન યાસીન મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે અને 5 ઑક્ટોબર 2026ના રોજ તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલાની શરૂઆત એક મહિલાએ સુરેન્દ્રનગર SP સમક્ષ લેખિત રજૂઆત કર્યા બાદ થઈ હતી. યુવતીએ રજૂઆત કરતા આરોપ લગાવ્યો હતો કે જિમમાં ચેન્જિંગ રૂમમાં કેમેરા લાગેલા છે જેમાં ફોટો-વિડીયો લેવામાં આવે છે અને હિંદુ યુવતીઓને બ્લેકમેલ કરવામાં આવે છે. આ રજૂઆત બાદ પોલીસે સિવિલ ડ્રેસમાં જિમમાં ચાલી રહેલ હરકતો અંગે તાગ મેળવ્યો હતો. ત્યારબાદ જિમમાં દરોડા પાડયા હતા.
તપાસ અનુસાર સુરેન્દ્રનગરમાં ચાલી રહેલી ‘ક્લબ 71’ જિમની દૂધરેજ રોડ અને 80 ફૂટ રોડ પરની બે બ્રાન્ચોમાં હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવાનું આ નેટવર્ક ધમધમી રહ્યું હતું. આ બંને જિમમાં આવતી હિંદુ યુવતીઓનું તેમના અંગત ફોટા-વિડિયોના આધારે શોષણ કરવામાં આવતું હતું, વધુમાં શારીરિક સંબંધ બનાવવા માટે ભારે દબાણ કરવામાં આવતું હોવાના પણ ગંભીર આરોપો લાગ્યા છે.
પોલીસ કાર્યવાહી અને જપ્ત થયેલ મુદ્દામાલ
પોલીસને દરોડા દરમિયાન આરોપી અમીન મુલતાનીના અડ્ડા પરથી 5 મોબાઇલ ફોન, 4 પેન ડ્રાઇવ, વિવિધ બેન્કોના 17 ચેક, 9 આધારકાર્ડની નકલો અને ત્રણ હિસાબી ચોપડા સહિત કુલ ₹1,31,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આટલું જ નહીં, જિમની આડમાં ગેરકાયદેસર વ્યાજવટાનો કારોબાર ચાલતો હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે.
અહેવાલ અનુસાર દરોડા દરમિયાન આશરે 100 જેટલી યુવતીઓના1,300 જેટલા વાંધાજનક ફોટા મળી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. જોકે, કપડાં બદલવાના રૂમમાં કોઈ છુપો કેમેરો મળી આવ્યો નહોતો. પેન ડ્રાઇવમાંથી મળી આવેલ તમામ સામગ્રીને ફોરેન્સિક લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવી છે, જેથી આ તસવીરો વાસ્તવિક છે કે ફેક છે તેનું સત્ય બહાર આવી શકે.
ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસ દરમિયાન પોલીસને એક પત્ર મળ્યો હતો, જેમાં પીડિતાએ ‘અમને તમારી દીકરી સમજીને તપાસ કરજો’ તેવી રજૂઆત કરી હતી. અહેવાલ અનુસાર આ પત્ર મળ્યાના માત્ર 15 કલાકની અંદર પોલીસે ‘ક્લબ 71’ જિમ પર દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન અન્ય કેટલીય નિર્દોષ હિંદુ યુવતીઓ પણ આ જાળમાં ફસાઈ હોવાની માહિતી મળી છે, જેની કડીઓ પોલીસ હાલ જોડી રહી છે.
પોલીસે અમીન મુલતાનીને કોર્ટમાં રજૂ કરીને તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન તેની પાસેથી જપ્ત કરાયેલી ડિજિટલ સામગ્રી, દસ્તાવેજો, આ કાવતરામાં સામેલ અન્ય સહ-આરોપીઓ અને શોષણના ગંભીર આરોપો અંગે પૂછપરછ કરવામાં આવશે. પોલીસે અન્ય સંભવિત પીડિત દીકરીઓને પણ તેમની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની ખાતરી આપીને નીડરતાથી આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી છે.
નોંધનીય છે કે કેટલાક સમયથી ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં મુસ્લિમ જિમ ટ્રેનરો કે સંચાલકો હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરીને પ્રેમજાળમાં ફસાવી તેમના ખાનગી ફોટા-વિડીયો લઈ બ્લેકમેલ કરવા અને શારીરિક-આર્થિક શોષણ કરવાના અનેક બનાવો સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં તો પોલીસ તપાસમાં પાંચ જિમ સાથે જોડાયેલા જેહાદી સંગઠિત નેટવર્કનો ખુલાસો થયો હતો, જેમાં હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરીને ધર્મપરિવર્તન કરાવવાના ષડયંત્રની તપાસ થઈ રહી છે.
મિર્ઝાપુરઃ પાંચ જિમ સુધી ફેલાયેલું લવ જેહાદ અને ધર્માંતરણનું નેટવર્ક
જાન્યુઆરી 2026માં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બે પીડિત હિંદુ મહિલાઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ આ ષડયંત્રનો ખુલાસો થયો હતો. હિંદુ મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે જિમમાં ફિટનેસ ટ્રેનિંગના બહાને તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું, સંબંધો બનાવવા દબાણ કરાતું હતું અને તેમના આપત્તિજનક ફોટા-વિડીયો બનાવીને બ્લેકમેલ કરવામાં આવતી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ કાવતરાનો અસલી હેતુ હિંદુ દીકરીઓને ધમકાવીને અને બ્લેકમેલ કરીને તેમનું ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવાનો હતો. મામલાની ગંભીરતા જોતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શરૂઆતમાં ચાર જિમ સંચાલકોની ધરપકડ કરી હતી અને જેહાદી ગતિવિધિઓના અડ્ડા બનેલા ચાર જિમને સીલ કરી દીધાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર આ નેટવર્ક પાંચ જેટલા જિમ સુધી ફેલાયેલું હતું, જ્યાં હિંદુ યુવતીઓને ફસાવવામાં આવતી હતી. તપાસ દરમિયાન AIથી મોર્ફ કરેલા ફોટા, ખાનગી વિડીયો અને ધાક-ધમકી આપીને બ્લેકમેલિંગ કરવાની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. મે 2026માં મિર્ઝાપુર પોલીસે આ કાવતરામાં સામેલ કુલ 10 જેહાદી તત્વો સામે ગુનો નોંધી જેલભેગા કર્યા હતા.
સાત વર્ષનો સંબંધ અને ₹5 લાખની ખંડણી
આ ઉપરાંત એપ્રિલ 2026માં સુરતના પાલ વિસ્તારમાં 50 વર્ષીય જિમ ટ્રેનર શબ્બીર અસગર ટ્રંકવાલાની SOGએ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે લગભગ સાત વર્ષ પહેલાં સિટી લાઇટ વિસ્તારમાં આવેલા જિમમાં તેની ઓળખ એક પરિણીત મહિલા સાથે થઈ હતી. આરોપ છે કે સમય જતાં બંને વચ્ચે સંબંધ બન્યો અને ત્યારબાદ ટ્રેનરે મહિલાના ખાનગી ફોટા-વિડીયો બનાવી લીધા.
જ્યારે મહિલાના પતિને આ બાબતની જાણ થઈ ત્યારે આરોપીએ આ ફોટો-વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને ₹5 લાખની માંગણી કરી હતી. આ કેસમાં પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ મહિલાના પતિને કાચનો ટુકડો ગળા પાસે રાખીને ધમકી આપી હતી અને ₹50 હજાર પણ પડાવ્યા હતા.
મહત્વની વાત એ છે કે આ ઘટનાના થોડા સમય પહેલાં જ સુરત પોલીસે શહેરના આશરે 100 જિમ માલિકો અને ટ્રેનરોને બોલાવી મહિલાઓને હેરાન કરવા, અશ્લીલ મેસેજ મોકલવા અને વ્યક્તિગત સંબંધો બનાવવા અંગે ચેતવણી આપી હતી. પોલીસે જિમમાં CCTV, ટ્રેનરોનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને મહિલાઓ સાથે વ્યવસાયિક મર્યાદા જાળવવા સૂચના આપી હતી.
યુવતીનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી
જૂન 2023માં સુરતમાં 24 વર્ષીય યુવતીને બ્લેકમેલ કરવાનો એક કેસ સામે આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ફૈઝલ નામનો વ્યક્તિ જિમની આસપાસ રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેણે યુવતીનો વિડીયો તેની જાણ વગર બનાવ્યો હતો. ત્યારબાદ તે વિડીયો અન્ય શખ્સ અલ્તાફ પટેલને મોકલવામાં આવ્યો હતો.
અલ્તાફે યુવતીને વ્હોટ્સએપ પર આ વિડીયો મોકલી વધુ વાંધાજનક સામગ્રી મોકલવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ઇનકાર કરતાં આરોપીએ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી વિડીયો અને યુવતીનો મોબાઇલ નંબર પોસ્ટ કર્યો હતો. બંનેની ધરપકડ કરવામાં આવી હતી. અહીં પણ એક સામાન્ય બાબત જોવા મળે છે, મહિલાની વ્યક્તિગત માહિતી, ફોટો અથવા વિડીયો મેળવ્યા બાદ તેનો ઉપયોગ દબાણ અને બ્લેકમેલિંગ માટે કરવાનો આરોપ.
લગ્નની લાલચ, સંબંધ અને બાદમાં ગંભીર આરોપ
આ સિવાય જૂન 2023માં સુરતના બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાએ જિમ ટ્રેનર કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાના આરોપ પ્રમાણે જિમ ટ્રેનરે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. ફરિયાદ મુજબ મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા બાદ આરોપી સાથે લીવ-ઇનમાં રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો અને મહિલાએ ટ્રેનર તથા તેની પત્ની સામે દુષ્કર્મ અને મારપીટ સહિતના ગંભીર આરોપો સાથે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાઓ સાથે ‘વ્યક્તિગત સંબંધ’ અંગે પોલીસની ચેતવણી પછી જ વધુ એક કેસ
આ વધતી ઘટનનોના કારણે 2026ની શરૂઆતમાં સુરત પોલીસે જિમ ટ્રેનરો દ્વારા મહિલા સભ્યોને અંગત મેસેજ કરવા અને ફસાવવાના પ્રયાસ અંગે મળતી ફરિયાદોને ગંભીરતાથી લીધી હતી. માર્ચમાં પોલીસે લગભગ 100 જિમ માલિકો અને ઇન્સ્ટ્રક્ટરોને બોલાવીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે મહિલા ક્લાયન્ટ સાથે અયોગ્ય વર્તન ચલાવવામાં નહીં આવે.
આ ચેતવણીના થોડા જ અઠવાડિયા બાદ શબ્બીર ટ્રંકવાલા સામેનો કેસ સામે આવ્યો, જેમાં એક પરિણીત મહિલાને લાંબા સમય સુધી સંબંધમાં રાખ્યા બાદ ખાનગી ફોટા મારફતે તેના પતિ પાસેથી પૈસા પડાવવાનો આરોપ લાગ્યો. પાછલા કેટલાક વર્ષોમાં મુસ્લિમ જિમ ટ્રેનરોએ હિંદુ મહિલાઓને ફસાવી હોવાના ઘણા કિસ્સા સામે આવી ચૂકયા છે.
આ તમામ ઘટનાઓમાં કાયદાકીય અને ટેકનિકલ પાસાંઓ અલગ હોવા છતાં મૂળ માનસિકતા એક જ દિશા તરફ ઈશારો કરે છે. મિર્ઝાપુરમાં જ્યાં પાંચ જિમ સુધી ફેલાયેલું લવ જેહાદ, બ્લેકમેલિંગ અને ધર્માંતરણનું સંગઠિત કાવતરું ખુલ્લું પડ્યું, ત્યાં ગુજરાતમાં પણ જિમ સંચાલકો દ્વારા ખાનગી તસવીરો અને વિડીયોના આધારે નિર્દોષ મહિલાઓને ફસાવીને આર્થિક તથા શારીરિક શોષણ કરવાના ગંભીર કેસો સામે આવ્યા છે.
સુરેન્દ્રનગરના ‘ક્લબ 71’ કેસમાં ભલે હાલ ફોરેન્સિક તપાસ ચાલી રહી હોય, પરંતુ 1,300થી વધુ તસવીરો અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવવા એ દર્શાવે છે કે આ માત્ર એક સાધારણ ગુનો નથી, પરંતુ હિંદુ દીકરીઓનો વિશ્વાસઘાત કરીને ઘડાયેલું એક ઊંડું કાવતરું હોવાની શક્યતા છે.
ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ સુધી સામે આવેલા આ કેસો હિંદુ સમાજ માટે એક મોટી ચેતવણી છે. જિમ જેવી જગ્યાઓ, જ્યાં લોકો ફિટનેસ માટે જાય છે, તેને જેહાદી માનસિકતા ધરાવતા તત્વો હિંદુ દીકરીઓના અંગત જીવન, મોબાઇલ નંબર સુધી પહોંચવાના હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
વિશ્વાસના નામે શરૂ થતો આ સંપર્ક આગળ જતાં છેડતી, બ્લેકમેલિંગ, શારીરિક શોષણ અને ધર્માંતરણના દબાણ સુધી પહોંચી જાય છે. સુરેન્દ્રનગર કેસની આગળની તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ એ સ્પષ્ટ કરશે કે આ માત્ર અમીન મુલતાનીનું એકલાનું કાવતરું હતું કે પછી તેની પાછળ પણ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું હતું.


