બિહારના કિશનગંજ જિલ્લામાં મુસ્લિમોની વસ્તી રાજ્યમાં સૌથી વધુ છે, આ જિલ્લામાં 70% મુસ્લિમ વસ્તી છે અને ચૂંટણી પહેલાં જ મુસ્લિમો વિભાજિત થઈ ગયાં છે. આનું કારણ છે જેલમાં બંધ દિલ્હીના રમખાણોનો આરોપી શરજીલ ઇમામ.
શરજીલ ઇમામે કિશનગંજની બહાદુરગંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેનો ભાઈ મુઝમ્મિલ ઇમામ તેના માટે પ્રચાર કરી રહ્યો છે. હવે અહીં મુસ્લિમો આ મુદ્દે વિભાજિત થયા છે કે શરજીલે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડવી જોઈએ.
ઑગસ્ટમાં સ્ક્રોલમાં શરજીલનો એક ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો, જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તે કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગે છે. શરજીલે કહ્યું, “મારી પાસે મર્યાદિત વિકલ્પો છે. હું એવી પાર્ટીઓ સાથે જોડાવા નથી માંગતો જે ફક્ત ભાવનાત્મક ભાષણો આપે છે.”
શરજીલે કહ્યું, “અમે એવી કોઈપણ પાર્ટી સાથે કામ કરવા અને જોડાવા તૈયાર છીએ જે અમને મૂળભૂત સિસ્ટમના મુદ્દાઓ ઉઠાવવામાં અને લઘુમતીઓ તેમજ હાંસિયામાં રહેલા લોકોના આદરપૂર્વક જીવન માટે જરૂરી બંધારણીય ફેરફારોનો સંદેશ ફેલાવવામાં મદદ કરે.”
શરજીલને AIMIMમાંથી સમર્થનની માંગ
સીમાંચલના આ વિસ્તારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ 2020ની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ સીમાંચલની 24માંથી 20 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને 5 બેઠકો જીતી હતી. આ વખતે પણ આ મુસ્લિમ બહુલ વિસ્તારમાં તેઓ પૂરા જોરશોરથી ચૂંટણી લડી રહ્યા છે.
હવે સોશિયલ મીડિયા અને જમીની સ્તર પર શરજીલના સમર્થકો માંગ કરી રહ્યા છે કે AIMIMએ આ બેઠક પર પોતાનો ઉમેદવાર ન ઊભો કરવો જોઈએ. કેટલાક લોકો એવી માંગ કરી કર્યા છે કે AIMIMએ શરજીલને ટિકિટ આપવી જોઈએ.
X પર શેખ સબ્બીર નામના યુઝરે લખ્યું, “શરજીલ ઇમામ જેવા હોનહાર, કાબેલ, શિક્ષિત અને સંજીદા વ્યક્તિને વિધાનસભામાં મોકલવી જોઈએ. AIMIMના જવાબદાર લોકોએ મુઝમ્મિલ સાથે વાત કરવી જોઈએ.” અન્ય યુઝર સોહેલે લખ્યું, “AIMIMએ શરજીલને ટિકિટ કેમ નથી આપી?”
બીજી તરફ બહાદુરગંજના AIMIM ઉમેદવાર તૌસીફ આલમે કહી દીધું છે કે તે કોઈ શરજીલ ઇમામને નથી ઓળખતા. તૌસીફે ત્યાં સુધી કહી દીધું છે કે જો તેનામાં હિંમત હોય તો તે તેના પોતાના વિસ્તારમાં ચૂંટણી લડે. આ મામલે શરજીલના ભાઈ મુઝમ્મિલે પ્રતિક્રિયા પણ આપી છે.
આનો જવાબ આપતા મુઝમ્મિલે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મુદ્દાને ફરીથી દોહરાવ્યો હતો. મુઝમ્મિલે કહ્યું, “શું કોઈએ AIMIM હાઇકમાન્ડને પૂછ્યું હતું કેશરજીલ ઇમામને ટિકિટ કેમ ન આપવામાં આવી, જ્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસી પોતે તાહિર હુસૈનના ઘરે ગયા હતા, તેમના પરિવારને મળ્યા હતા અને તેમને ટિકિટ આપી હતી.”
शरजील ईमाम एक बदक़िस्मत इंसान !
— Muzzammil Imam | مزمل إمام (@imammuzzammil) September 26, 2025
मैं किसी शरजील ईमाम को नहीं जानता हूं, ये कहना है बहादुरगंज विधानसभा के AIMIM प्रत्याशी तौसीफ आलम साहब का की वो किसी शरजील ईमाम को नहीं जानते हैं, मैं यक़ीन के साथ कह सकता हूं की वो बिल्कुल उन्हें नहीं जानते हैं वरना इतनी बे-ग़ैरती से उनकी… pic.twitter.com/02Vr0H1GDc
સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચા વચ્ચે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે શરજીલ ઇમામના અબ્બા અકબર ઇમામ પણ એક રાજકીય નેતા હતા. 2000માં તેમણે કુર્થા મતવિસ્તારથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને ત્યારબાદ નીતિશ કુમારની જેડીયુ પાર્ટીમાં જોડાયા હતા. 2005માં તેમણે જહાંનાબાદ મતવિસ્તારથી જેડીયુની ટિકિટ પર ચૂંટણી લડી, પરંતુ આરજેડી ઉમેદવાર સામે હારી ગયા હતા. 2014માં તેમનું અવસાન થયું હતું.
કોંગ્રેસ-RJDનું મૌન
મુસ્લિમોના ઠેકેદાર આરજેડી-કોંગ્રેસ શરજીલ ઇમામને ટિકિટ આપવાના મુદ્દે મૌન છે. બંને પક્ષો મુસ્લિમોના નેતા હોવાનો દાવો કરે છે, છતાં કોઈ પણ પક્ષ શરજીલને ટિકિટ આપવામાં કોઈ રસ દાખવી રહ્યો નથી, કે કોઈ તેની માંગણી કરી રહ્યું નથી. તેનો અર્થ એ થયો કે બિહારમાં મુસ્લિમો પાસે હવે માત્ર જ આશા બચી છે, AIMIM અને તે આશાએ કિશનગંજના મતદારોને વિભાજિત કર્યા છે.
આરજેડી અને કોંગ્રેસ બંને AIMIM પર વૉટ કાપવાનો આરોપ લગાવે છે અને તેને ભાજપની ‘B’ ટીમ કહે છે, પરંતુ જ્યારે સાથે ઊભા રહેવાની વાત આવે છે, ત્યારે તેઓ ભાગી જાય છે. આ ચૂંટણી પહેલાં પણ ઓવૈસીએ પોતે આરજેડી સાથે ગઠબંધન કરવાની અને તેને મહાગઠબંધનનો ભાગ બનાવવાની વાત કરી હતી.
ત્યારે RJD અને AIMIMના નેતાઓ સાથે મુલાકાત કરવાનું પણ યોગ્ય ન સમજ્યું, ગઠબંધન બનાવવાની વાત તો દૂરની વાત છે. પરિણામે શરજીલ ઇમામને કારણે કિશનગંજમાં મુસ્લિમ સંઘર્ષ ફરી ઉભરી આવ્યો છે.
આ લેખ મૂળ હિન્દીમાં લખાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.


