હોમપેજદુનિયાસસ્તી વ્હિસ્કી, ઉત્તમ ડેરી પ્રોડક્ટ અને વૈભવી કાર….: અહીં સમજો બ્રિટન સાથે...

સસ્તી વ્હિસ્કી, ઉત્તમ ડેરી પ્રોડક્ટ અને વૈભવી કાર….: અહીં સમજો બ્રિટન સાથે ઐતિહાસિક મુક્ત વેપાર કરારથી ભારતને થનાર લાભ

ભારત-યુકે FTA એ ભારતના આર્થિક વિકાસ, નિકાસ વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ કરાર ખેડૂતોને ડ્યૂટી-ફ્રી ઍક્સેસ, નવા બજારો અને વધુ આવકની તકો આપશે, જે ગ્રામીણ રોજગારી અને આર્થિક સમૃદ્ધિ વધારશે.

- Advertisement -

24 જુલાઈ, 2025ના રોજ લંડન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને બ્રિટનના (Britain) વડાપ્રધાનની હાજરીમાં ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (Free Trade Agreement – FTA) પર હસ્તાક્ષર થયા છે. આ કરાર બ્રેક્ઝિટ પછી યુકેનો સૌથી મહત્વનો વેપાર કરાર અને ભારતનો યુરોપીય દેશ સાથેનો પ્રથમ વ્યાપક FTA છે. જોકે, ઘણા લાંબા સમયથી મુક્ત વેપાર વિશે ચર્ચા કરવામાં આવી રહી હતી. પરંતુ, બંને દેશોના વડાપ્રધાનની મુલાકાત બાદ તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. 

આ કરારની સામાન્ય સમજ માત્ર એટલી છે કે, તેનાથી બંને દેશો વચ્ચે આર્થિક સહકાર વધશે અને તેનો સીધો લાભ બંને દેશોના નાગરિકોને પણ થશે. ભારતના નાગરિકોને પણ ઘણી વસ્તુઓ સસ્તા ભાવે મળી જશે અને યુકેના નાગરિકોને પણ ઘણી વસ્તુઓ સસ્તા ભાવે મળવા લાગશે. ટૂંકમાં આ કરારથી બંને દેશોના નાગરિકોને ખૂબ ફાયદો થવા જઈ રહ્યો છે. આ લેખમાં આપણે આ કરારના લાભો, ભારત માટે તેનું મહત્વ અને અન્ય તમામ વિગતોની વ્યાપક ચર્ચા કરીશું.

ભારત-યુકે FTA શું છે?

ભારત-યુકે FTAએ બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને આર્થિક સહકારને વેગ આપવા માટેનો એક વ્યાપક કરાર છે. તેમ છતાં તેનાથી ઘણા હેતુઓ પાર પડી શકે એમ છે. છે. તેના મુખ્ય ઉદ્દેશોમાં ટેરિફ ઘટાડો, ભારતીય અને બ્રિટિશ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવી અથવા નાબૂદ કરવી. બીજો ઉદ્દેશ્ય છે વેપાર સરળીકરણ, નિકાસ-આયાતની પ્રક્રિયાઓને સરળ બનાવવી, જેમ કે પ્રમાણપત્રો અને લોજિસ્ટિક્સ. 

- Advertisement -

ત્રીજો ઉદ્દેશ્ય છે વ્યૂહાત્મક સહકાર, રક્ષા, ટેક્નોલોજી, આબોહવા પરિવર્તન, શિક્ષણ અને ગુનાખોરી સામેના સહકારને પ્રોત્સાહન. તે સિવાય વ્યવસાયિક ગતિશીલતા પણ છે, તેનાથી કુશળ વ્યાવસાયિકો માટે બંને દેશોમાં કામ કરવાની સરળતા બની રહેશે. આ કરારની વાટાઘાટો 2022થી ચાલી રહી હતી અને 14 રાઉન્ડની ચર્ચા બાદ 24 જુલાઈ, 2025ના રોજ હસ્તાક્ષર થયા. આ કરારને હજુ ભારતની ફેડરલ કેબિનેટ અને બ્રિટિશ પાર્લામેન્ટની મંજૂરીની જરૂર છે, જે 2026ના મધ્ય સુધીમાં થવાની શક્યતા છે.

ભારતને શું થશે લાભ? 

આ FTA ભારતના અર્થતંત્ર, નિકાસકારો, MSME, કુશળ શ્રમિકો, ખેડૂતો અને ઉપભોક્તાઓ માટે નોંધપાત્ર લાભો લાવશે. આપણે મુદ્દાસર તેને સમજવાનો પ્રયાસ કરીએ.

નિકાસમાં વધારો

ડ્યૂટી-ફ્રી ઍક્સેસ –  ભારતના 95% નિકાસ ઉત્પાદનોને યુકેમાં શૂન્ય ડ્યૂટીનો લાભ મળશે. તેમાં ટેક્સટાઇલ, ફૂટવેર, રત્ન અને જ્વેલરી, સીફૂડ, એન્જિનિયરિંગ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડનો સમાવેશ થાય છે.

બજારની સુલભતા – યુકેનું 2 ટ્રિલિયન પાઉન્ડનું પ્રીમિયમ બજાર ભારતીય ઉત્પાદનો માટે ખુલશે, જે નિકાસની કિંમતમાં 30-40%નો વધારો કરશે.

વેપાર વૃદ્ધિ – હાલનું 56 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર 2030 સુધીમાં 120 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે.

આર્થિક વૃદ્ધિ

રોજગારી સર્જન – આ કરાર ભારતમાં લાખો નોકરીઓનું સર્જન કરશે, ખાસ કરીને ટેક્સટાઇલ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને IT ક્ષેત્રોમાં.

MSMEને બળ – લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ડ્યૂટી-ફ્રી ઍક્સેસ, વેપાર ધિરાણ અને સરળ સર્ટિફિકેશન પ્રક્રિયાઓથી લાભ થશે. ભારતના 6.3 કરોડ MSMEમાંથી 10%ને (અંદાજે 63 લાખ)  ડ્યૂટી-ફ્રી ઍક્સેસ અને સરળ વેપાર પ્રક્રિયાઓથી લાભ થશે.

રોકાણ – યુકેના 6 બિલિયન પાઉન્ડના રોકાણથી ભારતના ઉત્પાદન અને ટેક્નોલોજી ક્ષેત્રોને વેગ મળશે.

કુશળ શ્રમિકો માટે તકો

વ્યવસાયિક ગતિશીલતા – ભારતના 50,000થી વધુ IT, ફાર્મા, એન્જિનિયરિંગ અને હેલ્થકેર વ્યાવસાયિકોને યુકેમાં કામ કરવાની સરળતા મળશે. ભારતે નેશનલ ઇન્સ્યોરન્સ કોન્ટ્રિબ્યુશન્સ પર વિસ્તૃત છૂટ મેળવી છે, જે ભારતીય શ્રમિકો માટે ‘અભૂતપૂર્વ’ લાભ છે.

શિક્ષણ અને નવીનતા – બંને દેશો શિક્ષણ, AI, અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર વધારશે, જે ભારતના યુવા વર્ગને નવી તકો આપશે.

રક્ષા અને આબોહવા સહકાર

રક્ષા – બંને દેશો રક્ષા ઉદ્યોગમાં સહ-વિકાસ અને સહ-ઉત્પાદન માટે કામ કરશે, જે ભારતના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને બળ આપશે.

આબોહવા – ભારતના ‘એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ વડાપ્રધાન મોદીએ કિંગ ચાર્લ્સ IIIને વૃક્ષનું રોપ ભેટ આપ્યું, જે આબોહવા સહકારનું પ્રતીક છે.

કૃષિ અને ખેડૂતોને થતાં લાભો

ભારતનું ગ્રામીણ અર્થતંત્ર કૃષિ પર નિર્ભર છે અને આ FTA ખેડૂતો અને કૃષિ-આધારિત ઉદ્યોગો માટે નોંધપાત્ર લાભો પણ લાવી શકે એમ છે. જોકે, કોઈપણ વેપાર કરારનો લાભ ખેડૂતો સુધી પહોંચતો હોય છે. આ કરારનો લાભ બ્રિટન અને ભારત બંનેને ખેડૂતોને મળી શકે એમ છે. આપણે મળતા લાભોને નીચે મુજબ સમજવા પ્રયાસ કરીશું.

કૃષિ ઉત્પાદનોની નિકાસ

ડ્યૂટી-ફ્રી ઍક્સેસ – 95% કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનોને યુકેમાં શૂન્ય ડ્યૂટીનો લાભ મળશે. તેમાં ફળો, શાકભાજી, બાજરીમ, ચોખા, સીફૂડ અને ઓર્ગેનિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. 

નવા બજારો – યુકેનું પ્રીમિયમ બજાર ભારતીય ખેડૂતો માટે ખુલશે, જેનાથી ખાસ કરીને ઓર્ગેનિક અને વિશિષ્ટ ઉત્પાદનોની (જેમ કે બાસમતી ચોખા, મસાલા, ચા) નિકાસ વધશે. 

પ્રોસેસ્ડ ફૂડ – પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગને (જેમ કે પકેજ્ડ ફૂડ, ફ્રોઝન ફૂડ) યુકેના બજારમાં નવી ક્લો મળશે, જે ગ્રામીક રોજગારીને વેગ પણ આપશે. 

આર્થિક લાભ

ડ્યૂટી-ફ્રી ઍક્સેસ અને બજાર સુલભતાને કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આ ઉપરાંત કૃષિ-આધારિત MSMEને પણ ખૂબ ફાયદો થશે. ખેડૂતો સાથે સંકળાયેલા નાઆના ઉદ્યોગોને વેપારની સરળ પ્રક્રિયાઓ અને નિકાસ પ્રોત્સાહનથી ફાયદો થશે. તે સિવાય કૃષિ નિકાસની વૃદ્ધિ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધારશે, ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં.

પડકારો અને ઉકેલ

ગુણવત્તા ધોરણો – યુકેના બજારોમાં પ્રવેશ માટે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો અને સર્ટિફિકેશનની જરૂર પડશે. ભારત સરકારે આ માટે તાલીમ અને ધિરાણની સુવિધાઓ પૂરી પાડવા માટે યોજના બનાવવી જરૂરી બની રહે છે.

યુકેની CBAM નીતિ – યુકેની કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ (CBAM) નીતિ, જે 2027થી લાગુ થશે, ભારતીય નિકાસ પર અસર કરી શકે છે. ભારતે આ માટે વાટાઘાટો ચાલુ રાખી છે.

ભારત માટે આ કરારનું મહત્વ

આ કરારના મહત્વ વિશે તો વિગતે ચર્ચા કરવામાં આવી છે. પરંતુ એક સંયુક્ત ગણતંત્ર દેશ તરીકે ભારત માટે આ કરાર કેમ મહત્વનો છે તે ચર્ચા કરવી પણ ખૂબ જરૂરી છે. અહીં આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે, એક દેશ તરીકે ભારત માટે આ કરાર મહત્વનો કેમ છે.

વૈશ્વિક બજારમાં સ્થાન – આ કરાર ભારતનો યુરોપીય દેશ સાથે પ્રથમ વ્યાપક FTA છે, જે ભારતને વૈશ્વિક વેપારમાં મહત્વનું અને મજબૂત સ્થાન આપી શકે તેમ છે. આ ઉપરાંત અમેરિકાના ટેરિફ યુદ્ધોના સંદર્ભમાં આ કરાર ભારતને વૈકલ્પિક બજારો ખોલવામાં મદદ કરી શકે છે.

વિકસિત ભારત-2047 – આ કરાર ભારતના ‘વિકસિત ભારત-2047’ના વિઝન સાથે પણ જોડાયેલો છે. આ વિઝનને પૂર્ણ કરવા માટે ભારત હાલ આર્થિક વૃદ્ધિ, નિકાસ વધારો અને રોજગારી સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુકે સાથેનો વેપાર ભારતના ઉત્પાદન અને સેવા ક્ષેત્રોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.

વ્યૂહાત્મક સહકાર – બંને દેશો ગેરકાયદેસર સ્થળાંતર, ગુનાખોરી અને ફ્રોડ સામે લડવા માટે ગુપ્તચર શેરિંગ અને ક્રિમિનલ રેકોર્ડ શેરિંગ કરાર પર કામ કરશે. આ કરાર ‘યુકે-ઇન્ડિયા વિઝન 2035’નો ભાગ છે, જે રક્ષા, ટેક્નોલોજી અને આબોહવા જેવા ક્ષેત્રોમાં દશકભરના સહકારની રૂપરેખા આપે છે.

ભારતની વૈશ્વિક છબી – આ કરાર ભારતને વિકસિત અર્થતંત્રો સાથે વેપાર કરવામાં ગંભીર અને વિશ્વસનીય ભાગીદાર તરીકે સ્થાપિત કરે છે, જે ભવિષ્યમાં યુરોપીયન યુનિયન (EU) જેવા અન્ય દેશો સાથે વેપાર કરારોનો માર્ગ મોકળો કરશે.

કોને થશે લાભ? 

આ FTA ભારતના વિવિધ ક્ષેત્રો અને વર્ગોને લાભ આપશે:

નિકાસકારો – ટેક્સટાઇલ, ફૂટવેર, જ્વેલરી, સીફૂડ, એન્જિનિયરિંગ ગુડ્સ, ફાર્મા અને કૃષિ ઉત્પાદનોના નિકાસકારોને ડ્યૂટી-ફ્રી ઍક્સેસથી ફાયદો થશે.

MSME – નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળ વેપાર પ્રક્રિયાઓ અને બજાર ઍક્સેસથી લાભ થશે.

કુશળ કામદારો – IT, ફાર્મા, અને હેલ્થકેર વ્યાવસાયિકોને યુકેમાં કામની તકો મળશે.

ખેડૂતો – કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસથી આવકમાં વધારો થશે.

ઉપભોક્તાઓ –  યુકેના ઉત્પાદનો (વ્હિસ્કી, કાર, ચોકલેટ, ચીઝ) ભારતમાં સસ્તા થશે.

કઈ વસ્તુઓ સસ્તી થશે? 

આ FTA હેઠળ યુકેના ઉત્પાદનો પર ભારતમાં લાગતી કસ્ટમ ડ્યૂટી ઘટશે, જે ભારતીય ઉપભોક્તાઓ માટે ઘણી વસ્તુઓને સસ્તી પણ કરી દેશે. આપણે સસ્તી થનારી વસ્તુઓ વિશે પણ વિગતે ચર્ચા કરીએ.

સ્કૉચ વ્હિસ્કી અને જિન

– વર્તમાન ડ્યૂટી: 150%.

– નવી ડ્યૂટી: 2026થી 75%, 2035 સુધીમાં 40%.

– અસર: ભારતમાં સ્કૉચ વ્હિસ્કી (જેમ કે જોની વૉકર, ચિવાસ રીગલ) અને જિનના (જેમ કે ટેન્કરે) ભાવમાં 20-30% ઘટાડો થશે. ઉદાહરણ તરીકે ₹5,000ની બોટલ 2026માં ₹3,500-4,000ની મળશે.

ઓટોમોબાઇલ્સ

– વર્તમાન ડ્યૂટી: 100-125%.

– નવી ડ્યૂટી: 10 વર્ષમાં 50-60%.

– અસર: યુકેની લક્ઝરી કારના ભાવમાં 15-25% ઘટાડો થશે. ઉદાહરણ તરીકે ₹1 કરોડની કાર 2026માં ₹80-85 લાખ થશે.

ચોકલેટ્સ અને કન્ફેક્શનરી

– વર્તમાન ડ્યૂટી: 30-40%.

– નવી ડ્યૂટી: 10-15%.

– અસર: યુકેની બ્રાન્ડ્સ (જેમ કે Cadbury UK, Thorntons) 15-20% સસ્તી થશે. ઉદાહરણ: ₹500ની ચોકલેટ ₹400-425ની થશે.

ચીઝ અને ડેરી ઉત્પાદનો

– વર્તમાન ડ્યૂટી: 30-40%.

– નવી ડ્યૂટી: 10-20%.

– અસર: યુકેના ચીઝના (જેમ કે ચેડર, સ્ટિલ્ટન) ભાવમાં 10-15% ઘટાડો, જે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને લાભ આપશે.

ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી

– વર્તમાન ડ્યૂટી: 20-30%.

– નવી ડ્યૂટી: 5-10%.

– અસર: યુકે-આધારિત ઇલેક્ટ્રોનિક ઘટકો અને ઓડિયો ઉપકરણો 10-15% સસ્તા થશે.

ભારતીય ઉત્પાદનો યુકેમાં સસ્તા:

બાસમતી ચોખા – યુકેમાં 10-15% સસ્તા (2024માં 1.2 બિલિયન ડોલરની નિકાસ).

ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ – 15-20% ભાવ ઘટાડો, જે યુકેના રિટેલ બજારમાં ભારતનો હિસ્સો 10%થી 15% કરશે.

જ્વેલરી – હીરા અને સોનાના દાગીના 10-12% સસ્તા, જે યુકેમાં $3.2 બિલિયનની નિકાસને વધારશે.

પડકારો અને ચિંતાઓ

યુકેની ચિંતાઓ – યુકેને ભારતના નાણાકીય અને કાનૂની સેવા ક્ષેત્રોમાં ઇચ્છિત ઍક્સેસ મળ્યો નથી. બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી (BIT) પર વાટાઘાટો ચાલુ છે.

ભારતની ચિંતાઓ – યુકેની CBAM નીતિ ભારતીય નિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે. ભારતે આ માટે વધુ છૂટની માંગણી કરી છે.

ભારત-યુકે FTA એ ભારતના આર્થિક વિકાસ, નિકાસ વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ કરાર ખેડૂતોને ડ્યૂટી-ફ્રી ઍક્સેસ, નવા બજારો અને વધુ આવકની તકો આપશે, જે ગ્રામીણ રોજગારી અને આર્થિક સમૃદ્ધિ વધારશે. ભારતીય ઉપભોક્તાઓને યુકેના ઉત્પાદનો (વ્હિસ્કી, કાર, ચોકલેટ, ચીઝ) સસ્તા ભાવે મળશે, જે જીવનશૈલી અને ગ્રાહક પસંદગીઓને વધારશે. આ કરાર ભારતના ‘વિકસિત ભારત 2047’ વિઝન અને યુકેના ‘વિઝન 2035’ને સાકાર કરવામાં મદદ કરશે, જે બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં