જવા દો, એ બિચારો તો બાળક છે. ખબર નહીં તેને શું થઈ ગયું. અલ્લાહ પણ એક વાર માફ કરે છે. જો તેને નહીં છોડે, તો શું સરકાર તેને ખોરાક અને કપડાં તો આપશેને?
કૈરાનાની (Kairana) એક વૃદ્ધ મુસ્લિમ મહિલાએ ઑપઇન્ડિયાને ISI જાસૂસ નોમાન ઇલાહી (Noman Elahi) વિશે આ વાત કહી. ઇલાહીનું ઘર કૈરાનાના બેગમપુરા વિસ્તારમાં છે. અમે ઇલાહીના બંધ ઘરની બહાર જ વૃદ્ધ મહિલાને મળ્યા હતા.
કૈરાના ઉત્તર પ્રદેશનું એક એવું સ્થળ છે જે હંમેશા ખરાબ કારણોસર સમાચારમાં રહે છે. તાજેતરમાં, હરિયાણાના પાણીપતથી નોમાન ઇલાહીની ધરપકડ બાદ આ વિસ્તાર ફરી ચર્ચામાં આવ્યો છે. આ સ્થળ 2014માં હિંદુ વેપારીઓની હત્યાને કારણે અને 2016માં હિંદુઓના સ્થળાંતરને કારણે સમાચારમાં આવ્યું હતું. રાજ્યમાં યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ભાજપ સરકાર સત્તામાં આવ્યા પછી, વાતાવરણ બદલાયું અને સ્થળાંતર કરનારા ઘણા હિંદુઓ પાછા ફર્યા છે.
પાકિસ્તાની જાસૂસ નોમાન ઇલાહી વિશે સત્ય જાણવા માટે, ઑપઇન્ડિયાના રિપોર્ટર દિલ્હીથી લગભગ 125 કિમી દૂર કૈરાના પહોંચ્યા હતા. લોકોને પૂછીને, અમે કૈરાનાના તે બેગમપુરા સુધી પહોંચવામાં સફળ થયા, જ્યાં નોમાન ઇલાહીનું ઘર છે.
‘પર્દેમેં હુ, નહીં નીકલ શકતી બાહર’: નોમાન ઇલાહીની પડોશણ
મિશ્ર વસ્તી વચ્ચે એક સાંકડી ગલીમાં આવેલા નોમાન ઇલાહીના ઘરનો દરવાજો બંધ હતો. અમે પડોશીઓના દરવાજા ખટખટાવ્યા. એક મહિલાએ પોતાનું નામ આપ્યા વિના, જાળીવાળા દરવાજાની અંદરથી (પોતાની ઓળખ છુપાવીને) કહ્યું, “તેના (ઇલાહીના) બધા કામ ખોટા છે. તે કોઈના પૈસા લઈને ભાગી જાય છે અને કોઈ બીજાનું કઈક બીજું. અમારે આ લોકો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ વધુ વર્ષોથી અહીં રહેતા નથી.”
Pakistan’s spy in India: Nauman Ilahi
— ऑपइंडिया (@OpIndia_in) May 22, 2025
Ground report.. coming soon
केशव मालान @Keshavmalan93 एवं @outlookmonk जल्द ही लेकर आ रहे हैं विस्तृत रिपोर्ट। #kairana #operationsindoor #indianarmy #panipat #pakistan pic.twitter.com/ZWl6mZBtS5
જ્યારે બહાર આવીને વાત કરવા વિનંતી કરવામાં આવી, ત્યારે મહિલાએ કહ્યું, “હું બહાર આવી શકતી નથી. પરદામાં છું. હું મારું નામ જાહેર નહીં કરું. તેને (નોમાન) મારી નાખો અથવા જેલમાં ધકેલી દો.”
પાકી જાસૂસની ગલીમાં સન્નાટો, કોઈ પોતાની ઓળખ જાહેર કરવા નથી તૈયાર
નોમાન ઇલાહીનું ઘર જ્યાં છે તે શેરીમાં સન્નાટો હતો. લોકો વાત કરવાનું ટાળી રહ્યા હતા. તેઓ પોતાની ઓળખ પણ જાહેર કરી રહ્યા ન હતા. આવી જ એક મહિલાએ પોતાનું નામ જાહેર કર્યા વિના કહ્યું, “નોમાનનું ઘર લગભગ 2 વર્ષથી બંધ છે. તેના ભાઈઓ મજૂર છે અને તેની બહેનો પરિણીત છે. જ્યારે નોમાન અહીં રહેતો હતો ત્યારે સારો હતો, પણ તે બહાર ગયા પછી, મને ખબર નથી.”
આ દરમિયાન બીજી સ્ત્રીઓ પોતાની બારીઓમાંથી ડોકિયું કરી રહી હતી. પણ કેમેરા સામે આવતાની સાથે જ તે ઘરની અંદર જવા લાગી. આ દરમિયાન, એક યુવકે કહ્યું, “નોમાનના કારણે કૈરાનાની બદનામી થઈ છે. તેણે જે કંઈ કર્યું છે તે ખોટું છે.”
આતંકીઓના જાસૂસને માફ કરવાની અરજ કરતી વૃદ્ધ ખાતુન
નોમાનના ઘરની પાસે હાથમાં ચિપ્સ લઈને ઉભેલી એક વૃદ્ધ મહિલાએ કહ્યું, “જ્યારે તે અહીં રહેતો હતો ત્યારે સારો હતો. હવે મને ખબર નથી. તેણે જે કર્યું છે તેની સજા મળશે તેને. તે એક કે બે વાર પાકિસ્તાન ગયો હશે. તેના સંબંધીઓ ત્યાં છે.” આ મહિલાએ એમ પણ કહ્યું કે તેના સંબંધીઓ પણ પાકિસ્તાનમાં રહે છે, પરંતુ તે ક્યારેય ત્યાં ગઈ નથી કારણ કે તે પોતાનો પાસપોર્ટ બનાવી શકી નથી.
આ જ વૃદ્ધ મહિલાએ નોમાન ઇલાહીને માફ કરવાની વાત કરી હતી, જેનો ઉલ્લેખ અમે અમારા અહેવાલની શરૂઆતમાં કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે નોમાનની ધરપકડ બાદ આ શેરીમાં આવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન, નોમાનના ઘરની સામેના ઘરમાં રહેતા એક છોકરાએ કહ્યું, “જ્યારે પણ તે (નોમાન ઇલાહી) અહીં આવતો, ત્યારે તે ઘરમાં એકલો રહેતો અને પછી તેને તાળું મારીને ચાલ્યો જતો.”
‘હું તેને નથી ઓળખતો’- જ્યાં તે રોજ પઢવા જતો નમાજ, તેના ઇમામનો જવાબ
અમે શેરીની સામેની મસ્જિદના ઇમામ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો જ્યાં નોમાન ઇલાહી નમાઝ પઢવા જતો હતો. પરંતુ મસ્જિદના ઇમામે કેમેરા સામે આવવાનો ઇનકાર કરી દીધો. ઇમામ શહજાદે કહ્યું, “હું તેને ઓળખતો નથી. તેણે ખોટું કર્યું છે. તેને સજા મળવી જ જોઈએ.”
આ મસ્જિદમાં નમાઝ પઢતા દાનિશે કહ્યું, “નોમાન શહેરને બદનામ કરે છે. પહેલા (જ્યારે તે કૈરાનામાં રહેતો હતો) તે ઘણીવાર નમાઝ માટે મસ્જિદમાં આવતો હતો. મેં તેને જોયો છે. હવે તે પાણીપતમાં તેની બહેન સાથે રહે છે. તેના પિતા પણ નકલી પાસપોર્ટ બનાવતા હતા. તેણે દેશ સાથે દગો કર્યો છે. તેને ફાંસી આપવી જોઈએ.” ત્યાં બેઠેલા એક વૃદ્ધ માણસે કહ્યું, “હું તેને ઓળખતો નથી. પણ તેને તેના કાર્યોની સજા તેને મળવી જ જોઈએ.”
સમાજવાદી પાર્ટીના શાસન દરમિયાન ‘મીની પાકિસ્તાન’ કહેવાતું કૈરાના
કૈરાના વ્યાપાર મંડળના પ્રમુખ પ્રદીપ ગોયલે જણાવ્યું હતું કે સપા સરકાર દરમિયાન કૈરાના ‘મીની પાકિસ્તાન’ તરીકે જાણીતું હતું. યોગી સરકાર પછી છબી સુધરી છે. પરંતુ નોમાનની ધરપકડથી કૈરાનાની છબી ફરીથી ખરડાઈ છે.
ઑપઇન્ડિયાને જોઈને ભડકી જાસૂસની બહેન
નોમાન ઇલાહીની પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે. તે અહીં સેક્ટર 29ના મોહન નગરમાં તેની બહેનના ઘરે રહેતો હતો. અહીં નોમાન ઇલાહીના સંબંધીઓ અમને કેમેરા સાથે જોઈને ગુસ્સે થયા. નોમાનની બહેન ઝીનત, લગભગ 75-80 વારના જૂના ઘરના ફ્લોર પર બેઠી હતી, તેણે કહ્યું, “તમારી હિંમત કેવી રીતે થઈ ઘરમાં પ્રવેશવાની? ઘરમાં પ્રવેશતા પહેલા તમે કોને પૂછ્યું? અમે કોઈની સાથે વાત કરવા માંગતા નથી. તમારો કેમેરા બંધ કરો.”
જ્યારે અમે નોમાનના બનેવી ઇરફાન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું કે, “અમે મીડિયાથી કંટાળી ગયા છીએ. મીડિયા કંઈક પૂછે છે અને કંઈક બીજું બતાવે છે. અમે કોઈની સાથે વાત કરવા માંગતા નથી.” તેણે આગળ કહ્યું, “હવે અમારો નોમાન સાથે કોઈ સંબંધ નથી. તેણે 35 વર્ષમાં અમે જે માન મેળવ્યું હતું તેને માટીમાં ભેળવી દીધું છે.”
નોંધનીય છે કે નોમાન 3 બહેનો અને 3 ભાઈઓમાં સૌથી નાનો છે. તે પરિણીત નથી. તેના બનેવી, ઇરફાન, પાણીપતમાં કાર વોશ સેન્ટર ચલાવે છે અને બાઇક લેમિનેશન અને લાકડાનો વ્યવસાય પણ કરે છે.
‘ભારતનું ઘાસ ખાઈને, પાકિસ્તાનને આપતો હતો દૂધ’
નોમાનની બહેન જ્યાં રહે છે તે શેરીની બહાર દુકાન ચલાવતી એક મહિલાએ ઑપઇન્ડિયાને જણાવ્યું, “તે ક્યારેક દુકાનમાં બીડીનું બંડલ ખરીદવા આવતો. અમને ક્યારેય શંકા નહોતી કે તેણે આવું કંઈક કર્યું છે. જો તે દોષિત હોય, તો કાયદાએ તેને સજા આપવી જોઈએ.”
પડોશની બીજી એક છોકરીએ કહ્યું કે જો તેમને ખબર હોત, તો તેઓ પહેલાથી જ પોલીસને નોમાન ઇલાહી વિશે જાણ કરી દેત અને તેની ધરપકડ કરાવત. તેમણે કહ્યું, “આવા લોકોને ગોળી મારી દેવી જોઈએ. તેઓ ભારતનું ઘાસ ખાઈને પાકિસ્તાનને દૂધ આપી રહ્યા છે.”