Sunday, March 23, 2025
More
    હોમપેજદેશમાથા પર તિલક, ગળામાં ભગવો ગમછો અને હાથમાં ત્રિશુળ… હિંદુ વેશ ધારણ...

    માથા પર તિલક, ગળામાં ભગવો ગમછો અને હાથમાં ત્રિશુળ… હિંદુ વેશ ધારણ કરી ગૌતસ્કરી કરતો મહોમ્મદ ઉમર: સામસામા ફાયરિંગ 2 આરોપી ઘાયલ, પોલીસે બહુરૂપિયા સહિત 7ને ઝડપ્યા

    ઘટના બારાબંકીના સતરીખ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કરમપુર ગામના ગૌરીયાઘાટ રોડની છે. પોલીસને ડાયલ 112થી બાતમી મળી હતી કે ગૌરીયા ઘાટ રોડ પર આવેલા એક ડેરી ફાર્મ પાસે કેટલાક સંદિગ્ધ ગૌતસ્કરોએ ડેરો નાખ્યો છે.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી દેશના અનેક ઠેકાણેથી ગૌહત્યા (Cow Slaughter) અને ગૌતસ્કરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બારાબંકીમાં (Barabanki) હિંદુ વેશ ધારણ કરીને ગૌતસ્કરી (Cow Smuggling) કરી રહેલા મહોમ્મદ ઉમર સહિત 7 ઝડપાયા છે. પોલીસે બાતમીના આધારે સ્પેશ્યલ ટીમને સાથે રાખી દરોડા પાડતા આરોપીઓએ પોલીસ પર ગોળીઓ ચલાવી હતી, સ્વબચાવમાં પોલીસે (UP Police) સામે ફાયરિંગ કરતા બે આરોપીઓ ઘાયલ થયા હતા. હાલ પોલીસે કૂલ 7 તસ્કરોની ધરપકડ કરી છે. તમામ ગૌહત્યા અને તસ્કરીના રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના બારાબંકીના સતરીખ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કરમપુર ગામના ગૌરીયાઘાટ રોડની છે. પોલીસને ડાયલ 112થી બાતમી મળી હતી કે ગૌરીયા ઘાટ રોડ પર આવેલા એક ડેરી ફાર્મ પાસે કેટલાક સંદિગ્ધ ગૌતસ્કરોએ ડેરો નાખ્યો છે. બાતમીના આધારે પોલીસે તે જગ્યાએ દરોડા પાડતા ત્યાં ઝાડ સાથે બાંધેલા 2 ગૌવંશ અને ત્રીપાલ બાંધેલા એક પીકઅપ અને એક મારુતિ ઇકો વાન જોવા મળી હતી. ઇકો ગાડીની તપાસ કરતા તેમાંથી તમંચા સહિતના હથિયારો મળી આવ્યા હતા.

    પોલીસથી બચવા ફાયરિંગ, આરોપીઓ રીઢા ગુનેગારો

    પોલીસ ફોર્સે તસ્કરોને ઝડપી લેવા સીધો દરોડો પાડ્યો તો નજીક ઝાડીઝાંખરામાં સંતાયેલા અન્ય આરોપીઓએ પોલીસ પર ગોળીઓ ચલાવી દીધી. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ કરતા સરવર અને ગુરફાન નામના આરોપીઓ પોલીસની ગોળીથી ઘાયલ થયા હતા. દરમિયાન અન્ય 5 તસ્કરો ભાગવાનો પ્રયાસ કરતા પોલીસની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ઘેરાબંધી કરી તેમને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપેલા આરોપીઓમાં મોહમ્મદ ઉમર ઉર્ફે ગુલ્જારી, અંકુલ, ગુરફાન ઈરફાન, નવીબાજ રિયાસત અને મહોમ્મદ અઝીઝનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    નોંધનીય છે કે ઝડપાયેલા આરોપીઓ ગૌતસ્કરી અને ગૌહત્યાના રીઢા ગુનેગાર છે. તેઓ પહેલા જ અનેક પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ અંતર્ગત પોલીસના ચોપડે ચઢેલા છે. જેમાં હિંદુ વેશ ધારણ કરનાર મહોમ્મદ ઉમર વિરુદ્ધ 6 કેસ, સરવર પર 6 કેસ અને ગુરફાન વિરુદ્ધ પણ 3 કેસ પહેલાથી જ દાખલ છે. હાલ પોલીસે લગતા-વળગતા પોલીસ સ્ટેશનોને જાણ કરવાની તજવીજ પણ હાથ ધરી છે.

    હિંદુ વેશમાં હતો મહોમ્મદ ઉમર ઉર્ફે ગુલ્જારી

    આ આખા કેસમાં ચોંકાવનારી બાબત તે હતી કે આરોપી મહોમ્મદ ઉમર ઉર્ફે ગુલ્જારી સંપૂર્ણ હિંદુ વેશમાં હતો. તેણે માથા પર મોટું તિલક કર્યું હતું,ગળામાં સાધુ-સંતો અને હિંદુ સંગઠનોના તેમજ ગૌરક્ષા કરતા કાર્યકર્તાઓ રાખે તેવો ભગવા રંગનો ગમછો અને હાથમાં ત્રિશુળ રાખ્યું હતું. અહેવાલોમાં જણાવ્યા અનુસાર તેણે આ વેશ એટલા માટે ધારણ કર્યો હતો કે કદાચ કોઈ તેને જોવે તો હિંદુ સંત કે હિંદુ સંગઠનનો કે કોઈ ગૌરક્ષક સમિતિનો કાર્યકર્તા સમજે. હાથમાં ત્રિશુળ રાખવાનું કારણ પણ પોતાને હિંદુ સંગઠન સાથે જોડાયેલો હોવાનું દર્શાવવાનું હતું. સામાન્ય રીતે બજરંગદળના કાર્યકર્તાઓ આ પ્રકારે ત્રિશુળ રાખીને તેની પૂજા કરતા હોય છે. પરંતુ ઉમર પાસે રહેલું ત્રિશુળ આખું હતું, જ્યારે બજરંગદળનું ત્રિશુળ ખંડિયું હોય છે.

    આ સમગ્ર મામલામાં પોલીસે આરોપીઓ પાસેથી હથિયારોમાં 315 બોરના 2 દેશી તમંચા, 2 ખોખા 315 બોરના કારતુસ, 2 જીવતા કારતુસ, 1 લોખંડનો ચોપર, 2 મોટા છરા, બે મોટા ડંડા તેમજ એક પીકઅપ અને એક મારુતિ ઇકો વાન અને એક બાઈક એમ ત્રણ વાહન જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે સતરીખ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 3 (5), 109 તેમજ ગૌવધ નિવારણ અધિનિયમ કલમ 3,8 તેમજ ગેરકાયદેસર હથીયાર રાખવા મામલે આયુધ અધિનિયમની કલમ 3, 25, અને કલમ 27 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં