Sunday, October 13, 2024
More
    હોમપેજદેશચોર ઔરંગઝેબની પિટાઈ પર આક્રોશ, દલિત નકુલને છરાના ઘા માર્યાની ચર્ચા પણ...

    ચોર ઔરંગઝેબની પિટાઈ પર આક્રોશ, દલિત નકુલને છરાના ઘા માર્યાની ચર્ચા પણ નહીં: અલીગઢમાં એક જ દિવસમાં બની બે ઘટના, પરંતુ હુમલાવર ‘શહેઝાદ’ હોવાથી લિબરલ ગેંગ ચૂપ

    પંકજ જાટવે ઑપઇન્ડિયાને મોકલેલા પોતાના વિડીયોમાં આગળ કહ્યું, "શું હું હિંદુ છું એ જ મારો ગુનો છે?" પંકજે નેતાઓને પણ આડે હાથ લીધા અને કહ્યું કે, તેમના ઘરે કોઈ ડોકિયું કરવા પણ નથી આવ્યું. પંકજ જાટવે પોતાને ન્યાયની લડાઈમાં એકલો ગણાવ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અલીગઢમાં મંગળવાર (18 જૂન 2024)ના રોજ મોહમ્મદ ફરીદ ઉર્ફે ઔરંગઝેબની ચોરીની શંકામાં માર મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યાના આરોપમાં અન્ય ઘણા અજાણ્યા લોકો સહિત કુલ 10 લોકો સામે નામજોગ FIR નોંધવામાં આવી છે, જેમાંથી અડધો ડઝન આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. સમાજવાદી પાર્ટી સહિત અન્ય ઘણી પાર્ટીઓએ ઔરંગઝેબના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરીની પણ માંગ ઉઠાવી છે. તે જ દિવસે, અલીગઢ શહેરમાં એક દલિત યુવકને મુસ્લિમ સમુદાયના વ્યક્તિએ છરાના ઘા ઝીંક્યા હતા અને તે હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હવે દલિત યુવકના પરિવારજનોએ આગળ આવીને કહેવાતા બિનસાંપ્રદાયિક નેતાઓની માત્ર ઔરંગઝેબ માટેની સક્રિયતા અને પોતાના માટેના મૌન પર સવાલો ઉઠાવ્યા છે.

    પીડિત દલિત યુવકનું નામ નકુલ જાટવ છે. નકુલના પિતા દિનેશે 18 જૂને જ અલીગઢમાં સાસની ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક ઔરંગઝેબનું ઘર પણ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. દિનેશે ફરિયાદમાં જણાવ્યું છે કે, મંગળવારે સાંજે લગભગ 7 વાગ્યાના અરસામાં તેમનો પુત્ર શહેરના પઠાણ વિસ્તારમાં કોઈ કામ માટે ગયો હતો. રસ્તામાં નૌશાદના પુત્ર શહેઝાદે નકુલને રોક્યો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. જ્યારે દલિત યુવક નકુલે વિરોધ કર્યો તો શહેઝાદ ગુસ્સે થઈ ગયો અને કહ્યું, “તારી આટલી હિંમત? તુ અમારી સાથે જીભાજોડી કરશે?”

    આરોપ છે કે આ પછી શહેઝાદે પોતાની પાસે છુપાવીને રાખેલો એક છરો કાઢ્યો. તેણે તાબડતોડ નકુલ પર ઘણીવાર સુધી છરાના ઘા કર્યા. આરોપીએ એક પછી એક અનેકવાર છરાના ઘા કર્યા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે નકુલ જમીન પર પડી ગયો અને બેભાન થઈ ગયો. ઘટનાની માહિતી મળતા જ નકુલના પિતા દિનેશ જાટવ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસની મદદથી તેમણે નકુલને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોશમાં આવ્યા બાદ નકુલે સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. ગંભીર સ્થિતિને જોતા નકુલને જેએન મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    દિનેશ જાટવે પોલીસ પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ફરિયાદના આધારે પોલીસે શહેઝાદ પર FIR નોંધી છે. IPCની કલમ 504, 506 અને 307 ઉપરાંત, શહેઝાદ સામે SC/ST એક્ટની કલમ 3(2)(va) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે ફરિયાદની નકલ ઉપલબ્ધ છે. પોલીસે શહેઝાદની ધરપકડ કરી લીધી છે. આ મામલે તપાસ અને અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત નકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની સર્જરી કરાવવામાં આવી છે.

    ઑપઇન્ડિયાને નકુલનો એક વિડીયો પણ મળ્યો છે. વિડીયોમાં પીડિત હોસ્પિટલના બેડ પર સૂઈ રહીને જોર-જોરથી રડી રહ્યો છે. તેણે એક હાથે પાટો બાંધ્યો છે જ્યારે બીજા હાથમાં ગ્લુકોઝ વગેરે ચડાવવામાં આવી રહ્યું છે. નકુલના માતા તેમના પુત્રને ચૂપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નકુલ પીડાથી પલંગ પર પગ પછાડતો પણ જોવા મળી રહ્યો છે.

    ‘ચોર માટે બોલી રહેલ મીડિયા અમારા માટે ચૂપ કેમ?’

    નકુલના ભાઈ પંકજે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, જે દિવસે ચોરને માર મારવામાં આવ્યો હતો તે જ દિવસે તેમના ભાઈને પણ છરો મારવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘા વાગવાના કારણે નકુલના હાથની ઘણી નસો પણ કપાઈ ગઈ છે અને ઘણું લોહી પણ વહી ગયું છે. નકુલના ભાઈએ મીડિયાને પૂછ્યું કે, તેઓ આટલા જોરશોરથી ઔરંગઝેબનો અવાજ ઉઠાવે છે પરંતુ તે જ દિવસે અને એક જ શહેરમાં ઘટના બની ત્યારે તેઓ તેમના ભાઈ વિશે કેમ ચૂપ છે?

    ‘હિંદુ હોવું જ મારો ગુનો છે?’

    પંકજ જાટવે ઑપઇન્ડિયાને મોકલેલા પોતાના વિડીયોમાં આગળ કહ્યું, “શું હું હિંદુ છું એ જ મારો ગુનો છે?” પંકજે નેતાઓને પણ આડે હાથ લીધા અને કહ્યું કે, તેમના ઘરે કોઈ ડોકિયું કરવા પણ નથી આવ્યું. પંકજ જાટવે પોતાને ન્યાયની લડાઈમાં એકલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “વર્ગ વિશેષ સમુદાય સાથે તમામ નેતાઓ ત્યાં ગયા હતા. મારી સાથે કોઈ આવ્યું નથી. તેના માટે તમામ નેતાઓ કામ કરી રહ્યા છે. તેમણે પથ્થરમારો પણ કર્યો પરંતુ અમે તેમ ન કર્યું. બધુ દુઃખ માત્ર તેને જ છે કે? અમને કોઈ દુઃખ કે મુશ્કેલી નથી?”

    ‘તેના માટે વળતર, અમે સારવાર કરાવીને કરજદાર’

    ઘાયલ નકુલના ભાઈએ કથિત ચોર ઔરંગઝેબ માટે વળતરની માંગને એકતરફી ગણાવી છે. તેમણે દાવો કર્યો કે, તેમણે તેમના ભાઈની સારવાર પાછળ લગભગ 40-50 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે. પંકજને 3 ભાઈઓ છે, જેમાંથી માત્ર 2 જ કમાઈને ઘરનો ખર્ચો ચલાવે છે. નકુલના પિતા દિનેશ જાટવ વિકલાંગ છે. તેમની માતા અને એક બહેનના ભરણપોષણની જવાબદારી પણ તેમના માથે છે. આ આખો પરિવાર એક નાનકડા ઘરમાં જેમ-તેમ રહે છે. પંકજના જણાવ્યા અનુસાર ઘાયલ નકુલની સારવાર કરાવતા-કરાવતા પરિવાર કરજદાર બની ગયો છે. પીડિત પરિવાર આ દેવું ચૂકવવાનો કોઈ રસ્તો પણ શોધી શકતો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં