Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતમોનીરા ખાતુન જ્યોતિ બની અને મોહિમા મુલ્લા બની રીન્કુ, અમરોલીની હિંદુ સગીરાને...

    મોનીરા ખાતુન જ્યોતિ બની અને મોહિમા મુલ્લા બની રીન્કુ, અમરોલીની હિંદુ સગીરાને નોકરી આપવાના નામે ફસાવીને દેહ વ્યાપારમાં ધકેલી; પોલીસે 6 લોકોની ગેંગ ઝડપી

    ઘટનામાં મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લા નામની મુસ્લિમ મહિલાઓ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર બંને મુસ્લિમ મહિલાઓએ પોતે હિંદુ હોવાની ઓળખ આપીને ધાગા તોડવાનું કામ કરતી હિંદુ સગીરાને બ્યુટી પાર્લરમાં વધારે પગાર આપવાની લાલચે લઈ ગઈ હતી.

    - Advertisement -

    અત્યાર સુધી હિંદુ નામ ધારણ કરીને માત્ર હિંદુ યુવતીઓ, સગીરાઓ કે મહિલાઓ સાથે લવ જેહાદ જેવી જ ઘટનાઓ થતી હતી, પરંતુ સુરતમાં સામે આવેલી તાજેતરની ઘટના વાસ્તવમાં ચોંકાવનારી છે. સુરતના અમરોલીમાં આખી એક ગેંગે હિંદુ નામ ધારણ કરીને હિંદુ સગીરાને કામ આપવાની લાલચ આપીને તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી. ઘટનામાં મુખ્ય આરોપીમાં બે મુસ્લિમ મહિલાઓના નામ સામે આવ્યા છે, જેમણે પોતે હિંદુ હોવાની ઓળખ આપીને સગીરાને ફસાવી હતી. સુરતના અમરોલીની હિંદુ સગીરાને મુસ્લિમ મહિલાઓએ દેહ વ્યાપારમાં ધકેલી હોવાની ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.

    મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લા નામની મુસ્લિમ મહિલાઓ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર બંને મુસ્લિમ મહિલાઓએ પોતે હિંદુ હોવાની ઓળખ આપીને ધાગા તોડવાનું કામ કરતી હિંદુ સગીરાને બ્યુટી પાર્લરમાં વધારે પગાર આપવાની લાલચે લઈ ગઈ હતી. વધુ પૈસાની લાલચમાં બાળકી તેમની સાથે જવા તૈયાર થઇ ગઈ હતી. આ દરમિયાન મોઈરા ખાતુન ઉર્ફે જ્યોતિ બાળકીને પોતાના ઘરે લઈ ગઈ હતી.

    રાજસ્થાન લઇ જઈ 15 જણાએ પીંખી

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર ઘરે લઈ ગયા બાદ મોઈરાએ અને મોહિમાએ બાળકીને અર્ધનગ્ન કરીને તેના વિડીયો બનાવી લીધા હતા. આરોપ છે કે વિડીયો બનાવ્યા બાદ મોહિમાના શૌહરે બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ તેઓ બાળકીને લઈને રાજસ્થાનના નાગોર જિલ્લામાં લઇ ગયા હતા. જ્યાં તેને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. ઘટનામાં સહુથી વધુ અરેરાટી પમાડે તેવી વાત તે છે કે રાજસ્થાન ગયા બાદ બાળકી પર 15 લોકોએ બળાત્કાર કર્યો હતો.

    - Advertisement -

    બીજી તરફ બાળકી ગાયબ થતા તેના માતાપિતા ચિંતામાં આવી ગયા હતા. તેવામાં કોઈ રીતે તેમને જાણ થઇ હતી કે તેમની દીકરીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી છે. આ પ્રકારની માહિતી મળતા જ તેઓ અમરોલી પોલીસ પાસે મદદ માટે દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન પોલસની ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડીને હૈદરાબાદથી એક મહિલા સહિત 6 જણાની ગેંગ ઝડપી પાડી હતી. આ ધરપકડમાં તે હોટેલ માલિકનો પણ સમાવેશ થાય છે જેની હોટલમાં સગીરા પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

    સુરતના અમરોલીની હિંદુ સગીરાને મુસ્લિમ મહિલાઓએ દેહ વ્યાપારમાં ધકેલી હોવાની આ આખી ઘટનામાં પોલીસે મોનીરા ખાતુન ઉર્ફે જ્યોતિ શાકીલ હલદર, માસ્ટર માઈન્ડ સૈદુલ મોલ્લા મુનાબબાર મોલ્લા સાલોમ, તેની પત્ની મોહિમા મોલ્લા ઉર્ફે રિયા સહિત રાહુલ ટેલર, સમીર કુરેશી અને આરીફ ખાન ની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન કોર્ટે તેમના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં