15 માર્ચના રોજ, ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras) જિલ્લાના બિસાવરમાં એક ભયાનક ઘટના બની, જેના પ્રતિકાર સ્વરૂપ સ્થાનિકોએ સ્થાનિક મસ્જિદ (Attack on Mosque) પર હુમલો કર્યો અને તેનો દરવાજો તોડી નાખ્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પરંતુ આ હુમલો એ 7 વર્ષની હિંદુ સગીરા પર થયેલ બળાત્કાર અંગેનો (Rape) પ્રતિકાર હતો. આ મામલે પોલીસે આરોપી અમન ખાનની (Aman Khan Arrested) ધરપકડ કરી હતી.
અહેવાલો અનુસાર, છોકરી અન્ય બાળકો સાથે બજારમાં સામાન ખરીદવા ગઈ હતી, ત્યારે આરોપી અમન ખાને તેનું અપહરણ કરી લીધું હતું. સગીરાને ત્યાં આવેલ એક તળાવમાં લઈ ગયો, જ્યાં તેણે છોકરી પર નિર્દયતાથી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બાળકીનું અપહરણ થયા બાદ અન્ય બાળકોએ છોકરીના પરિવારને જાણ કરી, ત્યારે પરિવારે તેની શોધખોળ શરૂ કરતા બાળકી તળાવ પાસે બેભાન અવસ્થામાં લોહીથી લથપથ મળી અવી હતી.
બાળકીની હાલત ગંભીર
બાળકીના પરિવારે પોલીસને જાણ કર્યા બાદ છોકરીને સાદાબાદના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) લઈ જવામાં આવી. તેની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેમને હાથરસ જિલ્લા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના જેએન મેડિકલ કોલેજમાં રિફર કરી હતી. સારવાર દરમિયાન પણ છોકરી લાંબા સમય સુધી બેભાન રહી હોવાનું સામે આવ્યું હતું.
બીજીતરફ આરોપી અમન ખાન ફરાર થઈ ગયો હતો, જેની આખી રાત શોધખોળ કર્યા બાદ 16 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જઈ રહી હતી આ દરમિયાન જ તેણે એક પોલીસ અધિકારીનીની પિસ્તોલ લીધી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર કર્યો અને આરોપીને પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો. પોલીસ આ મામલે આગામી કાર્યવાહી રહી છે.
#WATCH | Uttar Pradesh: Hathras SP Chiranjeev Nath Sinha says, "Last night, a case was registered at Saadabad police station in connection with the rape of a minor girl… The suspect, Aman s/o Chand Khan, has been identified, and the accused has been arrested… We took him for… pic.twitter.com/8t2Dc2xMjV
— ANI (@ANI) March 17, 2025
ઘટના અંગે માહિતી આપતા હાથરસના એસપી ચિરંજીવી નાથ સિંહાએ જણાવ્યું હતું કે “બિસાવર ચોકી વિસ્તારમાં એક સગીર છોકરી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. આ કિસ્સામાં, સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ અમન ચાંદ ખાન છે જે આ જ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.”
સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ
Hathras : A 7 year old girl was abducted and rap*d by an IsIamist Aman Khan… He even cut her lips when she cried for help… 💔
— Mr Sinha (@MrSinha_) March 17, 2025
Angry locals are protesting against it; they attacked a nearby mosque in anger.
Now, nobody will talk about Aman Khan's inhuman act—everyone will be… pic.twitter.com/YTj6O9BD3b
બીજીતરફ ઘટના સામે આવતા જ સ્થાનિકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ બજારો બંધ કરી નાખ્યા હતા તથા આરોપીને કડક સજાની માંગ કરી હતી. આ સિવાય ગુસ્સે ભરાયેલા લોકોએ સ્થાનિક મસ્જિદ પર પથ્થરમારો કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ હોબાળાની માહિતી મળતાં, ડીએમ-એસપી સહિત ઘણા પોલીસ સ્ટેશનના પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો.