Sunday, September 8, 2024
More
    હોમપેજક્રાઈમ9 વર્ષની આદિવાસી બાળા સાથે મહેમુદનો બળાત્કારનો પ્રયાસ, બાળકીએ બૂમો પાડતા ભાગી...

    9 વર્ષની આદિવાસી બાળા સાથે મહેમુદનો બળાત્કારનો પ્રયાસ, બાળકીએ બૂમો પાડતા ભાગી ગયો: નર્મદા જિલ્લાના સાગબારાની ઘટના, પોક્સો અને એટ્રોસિટી અંતર્ગત ફરિયાદ નોંધાઈ

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા પીડિત દીકરીની માતા અરુણાબહેને રડતા રડતા માત્ર એટલું જ કહ્યું કે તેમને તેમની દીકરી માટે ન્યાય જોઈએ છે. તે નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી તે બીજા કોઈ સાથે આવું ના કરી શકે.

    - Advertisement -

    ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. અહીંના એક ગરીબ આદિવાસી પરિવારની 9 વર્ષની દીકરી જયારે ઘરની પાછળના ભાગમાં નદી કિનારે રમી રહી હતી ત્યારે સ્થાનિક મુસ્લિમ નરાધમે તેની સાથે શારીરિક અડપલાં કર્યા અને બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો. હાલ આ બાબતે પોલીસે ફરિયાદ નોંધીને તાપસ હાથ ધરી છે.

    અહેવાલો અનુસાર સાગબારાના સેલંબા ગામની આ ઘટના છે. આ 9 વર્ષની દીકરી જયારે નદી કિનારે રમી રહી હતી ત્યારે બાજુના આંબાવાડી ફળિયામાં રહેતા મહેમુદ દગડુ મન્સૂરી નામના વ્યક્તિએ તેની એકલતાનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન બાળકીએ ગભરાઈને બૂમાબૂમ કરી દેતા નજીકની વાડીએ કામ કરતા તેના મામા મામી આવી પહોંચ્યા હતા. તેઓએ મહેમુદને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ત્યાંથી ભાગી ગયો હતો.

    થોડા આગળથી જ ગામ લોકોએ મહેમુદને પકડી પાડ્યો હતો અને મેથીપાક ચખાડ્યો હતો. ઘટના આ મહિનાની 15 તારીખની છે પરંતુ ત્યારે લોકલાજે અને ભવિષ્યમાં દીકરીના લગ્નની ચિંતામાં પરિવારે ફરીયાદ નોંધાવી ન હતી. પરંતુ સ્થાનિક વિશ્વ હિન્દૂ પરિષદ અને બંજરંગ દળ જેવા હિન્દૂ સંગઠનોના કાને વાત પડતા તેઓએ પરિવારને હિંમત આપીને તેમની સાથે રહીને સોમવારના (19 ડિસેમ્બર) રોજ સાગબારા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને એટ્રોસિટી ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પણ પોતાની કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -

    ‘અમારે ન્યાય જોઈએ છે.’ – પીડિત દીકરીના માતા-પિતા

    ઑપઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચિતમાં પીડિત બાળકીના પિતા રુસ્તમભાઇ ભીલ કે જેઓ છૂટક નારિયળ વેચવાનું કામ કરે છે તેમણે જણાવ્યું, “તે દિવસે હું લારી લઈને સેલંબા બજારમાં નારિયળ વેચવા ગયો હતો. બપોરના 3 વાગે મને મારા સાળાનો ફોન આવ્યો અને આખી ઘટના કહી, ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હું બધું પડતું મૂકીને ઘરે ભાગ્યો હતો.”

    પીડિત યુવતીના પરિવારજનો (ફોટો: સ્થાનિક સોર્સ)

    “અમારી દીકરીની બૂમો સાંભળીને લોકો ભેગા થઇ ગયા હતા અને તેનો જીવ બચી ગયો હતો. નહિ તો ખબર નહિ એ રાક્ષસ મારી દીકરી સાથે શું કરી દેતો અને જીવતી રાખતો પણ કે નહીં. અમે નાના માણસો અને પોલીસના કામકાજમાં કાંઈ ખબર ના પડે એટલે અને લોકલાજે અમે ફરિયાદ કરવાનું માંડી વળ્યું હતું, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓ જયારે અમારા ઘરે આવ્યા ત્યારે અમને હિંમત મળી અને અમે ફરિયાદ નોંધાવી હતી.”

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા 9 વર્ષની પીડિત દીકરીની માતા અરુણાબહેને રડતા રડતા માત્ર એટલું જ કહ્યું કે તેમને તેમની દીકરી માટે ન્યાય જોઈએ છે. તે નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી તે બીજા કોઈ સાથે આવું ના કરી શકે.

    વિસ્તારમાં મુસ્લિમો દ્વારા થતી ગુનાખોરીમાં વધારો થયો

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા બજરંગ દળના સ્થાનિક કાર્યકર્તા પ્રેમ વસાવાએ કહ્યું, “અમારા વિસ્તારમાં પાછલાં વર્ષોમાં આવા કિસ્સાઓ ખુબ વધ્યા છે જેમાં આરોપી મુસ્લિમ હોય. ન માત્ર બળાત્કાર અને છેડતી પરંતુ ધાક-ધમકી અને મારામારીના કિસ્સાઓ પણ ખુબ વધી ગયા છે.”

    તેઓએ આગળ જણાવ્યું કે થોડા દિવસો પહેલા જ આ જ વિસ્તારના એક હિન્દૂ વેપારીને 3 મુસ્લિમ લોકોએ જાનથી મારી દેવાની ધમકી આપી હતી. વિવાદ ખાલી એટલો હતો કે અકરમ પઠાણ અને તેના બે મિત્રો હીરારામ રાજપુરોહિતની દુકાનેથી સમાન ખરીદી કરી રહ્યા હતા. ખરીદી બાદ જયારે હીરારામે પૈસા માંગ્યા તો તે લોકો ગુસ્સે થઇ ગયા હતા. તેઓએ પૈસા તો ન જ આપ્યા સાથે જ હીરારામ અને તેમની પત્નીને અભદ્ર ગાળો બોલી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    મુસ્લિમોની ગુંડાગીરી ખુબ વધી છે વિસ્તારમાં (ફોટો: ભાસ્કર)

    નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ હિન્દૂ યુવાન પર થયો હતો હુમલો

    નોંધનીય છે કે આ એ જ સાગબારા છે અને આ એ જ પ્રેમ વસાવા છે કે જેમને નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુક પર પોસ્ટ મુકવા બદલ સલમાન, ઇદરીશ સહીત મુસ્લિમ તોફાનીઓના ટોળાએ ઘરમાં ઘૂસીને માર્યા હતા.

    તે વખતે (13 જૂન 2022) પ્રેમ વસાવાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમા કહ્યું હતું, “12 તારીખે સવારે 10 વાગ્યા આસપાસ હું જ્યારે મારા ભાડાના ઘરમાં મારી પત્ની સાથે બેસીને સવારનો નાસ્તો કરી રહ્યો હતો ત્યારે સાગબારા ગામના જ રેહવાસી સલમાન, ઈદરીશ અને યુનુશ સાથે 8 9 મુસ્લિમોનું ટોળું મારા ઘરમાં ધસી આવ્યું અને મારો કોલર પકડીને અભદ્ર ભાષામાં ગાળો આપીને મારી સાથે મારમારી કરવા લાગ્યું. પછી તેમણે મને ખેંચીને નીચે લઈ ગયા જ્યાં બીજા 15 20 મુસ્લિમોનું ટોળું હતું જે બધાએ ભેગા થઈને મને માર માર્યો હતો.”

    નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવા બદલા હિન્દુ યુવાન પર ઇસ્લામવાદીઓએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો (ફોટો: ફરિયાદી દ્વારા)

    વસાવાના કહેવા મુજબ તેમની સાથે મારામારી કરતી વખતે મુસ્લિમો એમ પણ કહી રહ્યા હતા કે ‘શું પેલી તારી બહેન લાગે છે કે તું એનો સપોર્ટ કરે છે?’ ‘તને પણ એની જેમ જ કાપી દઇશું અમે.’ આ રીતે કટ્ટરવાદી મુસ્લિમોના ટોળાએ તેમને જાનથી મારવાની ધમકી પણ આપી હતી.

    આમ, નર્મદા જિલ્લો અને તેનું આ સાગબારા મથક હમણાંથી અપ્રિય કારણોસર સતત ચર્ચામાં રહે છે. સ્થાનિકોના કહેવા અનુસાર આ વિસ્તારમાં મુસ્લિમોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે અને આવી ઘટનાઓ અવાર નવાર બની રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં