Thursday, May 9, 2024
More
    હોમપેજક્રાઈમગાઝિયાબાદમાં રસ્તા પર રડતી યુવતીને લોકોએ પૂછ્યું કારણ, સામે આવ્યો લવ જેહાદનો...

    ગાઝિયાબાદમાં રસ્તા પર રડતી યુવતીને લોકોએ પૂછ્યું કારણ, સામે આવ્યો લવ જેહાદનો એંગલ: આશિકે તેના ભાઈને મારવાની ધમકી આપીને કર્યો બળાત્કાર

    દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં મુસ્લિમ યુવક આશિક દ્વારા હિન્દુ યુવતી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. લોકોની ફરિયાદ પર ગાઝિયાબાદ પોલીસે કેસ નોંધીને આશિકની ધરપકડ કરી છે.

    - Advertisement -

    દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા યુપીના ગાઝિયાબાદમાં એક અલગ પ્રકારનો લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. ગાઝિયાબાદના કૌશામ્બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મુસ્લિમ યુવક આશિક દ્વારા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને હિંદુ યુવતી પર બળાત્કાર કર્યો હતો. આ સાથે તેણે યુવતીનો રસ્તો રોકીને મારપીટ પણ કરી હતી.

    લવ જેહાદની આ બાબત ગુરુવારે (6 ઓક્ટોબર) સ્થાનિક રહેવાસીઓના ધ્યાન પર આવી હતી. લવ જેહાદની આશંકા સાથે તેમણે ગાઝિયાબાદ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પછી, પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. આ મુસ્લિમ યુવક આશિક ત્રણ વર્ષથી હિન્દૂ યુવતીને પરેશાન કરતો હતો.

    સ્થાનિક લોકોએ સમગ્ર મામલા વિશે જણાવ્યું કે ગુરુવારે સવારે એક યુવતી રડતી જોવા મળી હતી, એક મુસ્લિમ યુવક પણ તેની પાછળ આવી રહ્યો હતો. લોકોએ જ્યારે યુવતી પાસેથી રડવાનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે આશિક લગભગ ત્રણ વર્ષથી છેડતી કરી રહ્યો છે.

    - Advertisement -

    યુવતીના કહેવા પ્રમાણે આશિકે તેના ભાઈને મારી નાખવાની ધમકી આપીને બળાત્કાર પણ કર્યો છે. બુધવારે બપોરે તેનો રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. તેને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે પ્રતિકાર કર્યો તો તેને માર મારવામાં આવ્યો. સવારે તેને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. લોકોએ કહ્યું કે આ લવ જેહાદનો મામલો છે.

    બીજી તરફ, મળેલી ફરિયાદના આધારે ગાઝિયાબાદ પોલીસે આરોપી આશિક વિરુદ્ધ બળાત્કાર, છેડતી, મારપીટ સહિતની કલમો હેઠળ રિપોર્ટ દાખલ કર્યો હતો. તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

    લોકોએ જણાવ્યું કે છોકરીના પિતાનું અવસાન થયું છે. તે તેની માતા, બહેનો અને ભાઈ સાથે રહે છે. તે ઘરે કામ કરીને ગુજરાન ચલાવે છે. આરોપ છે કે આશિક તેના ઘરે પણ ગયો હતો. તેની માતાને ધમકી આપી હતી. તેણે કહ્યું કે તે ત્રણ ભાઈઓ છે. છોકરીનો એક જ ભાઈ છે. જો છોકરી તેની સાથે નહીં જાય, તો તે તેના ભાઈને મારી નાખશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં