દેશમાં તાજેતરમાં જ બકરીદ (Bakri Eid) ગઈ છે. જે દરમિયાન ઘણા પ્રાણીઓનું કતલ કરવામાં આવ્યું હશે. ત્યારે બકરીદ બાદ જામનગરના એક સામાજિક કાર્યકર્તાને સોશિયલ મીડિયા પર એક કટ્ટરપંથી મુસ્લિમ યુવક દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો આરોપ છે. તેમણે આ અંગેની ફરિયાદ પોલીસને આપી હોવા છતાં હજી સુધી પોલીસે કોઈ એક્શન ન લીધા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ અંગે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ ફરિયાદી યુવરાજ સોલંકીનો સંપર્ક કર્યો હતો. તેમણે અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “બકરીદના આગલા દિવસોથી જ જામનગરમાં મોટી માત્રામાં અબોલ પશુઓ ઉતારવામાં આવી રહ્યા હતા. જે અંગે તકેદારી લેવા તેમણે જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.”
મુસ્લિમ કટ્ટરપંથી યુવકે આપી ધમકી
તેમણે આગળ કહ્યું કે, “આ સંદર્ભમાં તેમણે 8 જૂનના રોજ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. જેમાં લખ્યું હતું કે, ‘અમુક અધિકારીઓના પાપે મૂંગા પશુઓનો જીવ ગયો છે, જીવ હત્યા આ તો કેવો તહેવાર?’ આ પોસ્ટમાં કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાય એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. મારી આ ફેસબુક પોસ્ટ OLX જામનગર નામનું ગ્રુપ છે એમાં શેર થઈ હતી.”
યુવરાજે જણાવ્યું કે, “આ ગ્રુપમાં મુસ્તાક મલેક નામના વ્યક્તિએ તેમની ફેસબુક પોસ્ટ પર કમેન્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, ‘ઓલ ઈઝ વેલ, શુકર હૈ વરના બકરે કી જગહ તેરા સિર કુરબાન હોગા, ચુપચાપ મોદી કી કુલ્ફી ખા વરના…’ આવી સર તન સે જુદાની ધમકી આપી હતી. જે અંતર્ગત જામનગર જિલ્લા SP સાહેબને મેં લેખિતમાં અરજી આપી હતી અને માંગ કરી હતી કે આ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક પગલાં લેવામાં આવે જેથી કોઈ ગંભીર ઘટના ન બને.”

તેમણે વધુમાં કહ્યું, “ગુજરાતમાં આની પહેલાં પણ એવા બનાવ બન્યા છે જેમાં સોશિયલ મીડિયા પર સામાજિક કાર્યકર્તાઓ, ગૌરક્ષકોને ધમકી આપવામાં આવી હોય અને પછી તેમની હત્યા કરવામાં આવી હોય.” આ દરમિયાન તેમણે કિશન ભરવાડ અને નવઘણ ભરવાડનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “આ લોકોને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં ન લેવામાં આવ્યા તેથી તેમની હત્યા થઈ ગઈ હતી. તેથી મેં લેખિત અરજી આપી છે.”
@SP_Jamnagar @dgpgujarat @sanghaviharsh #pizzaZone pic.twitter.com/ceSgP0YwdP
— Yuvraj_Sanatani (@Yuvraj_Sanatani) June 9, 2025
તેમણે શેર કરેલી માહિતી અનુસાર મુસ્તાક જામનગર પીઝા ઝોનમાં કામ કરે છે.
હિંદુ સંગઠનો છે સમર્થનમાં
તેમણે કહ્યું હતું કે, RSS, વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ જાગરણ મંચ જેવા હિંદુ સંગઠનો તેમની સાથે જ છે. યુવરાજે જણાવ્યું હતું કે તે માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સેલ સાથે જોડાયેલા છે અને લવ જેહાદ (Love Jihad), લેન્ડ જેહાદ (Land Jihad) જેવા વિષયોને લઈને કાર્યરત છે. આ ઉપરાંત રાજ્યમાં જે ગૌચર જમીન પર કબજો કરવામાં આવેલો છે તેને છોડાવવા માટે પણ તેઓ કાર્ય કરે છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યમાં જેટલી પણ ગૌચર જમીનો છે, જે કોઈકને કોઈક અધિકારી કે નેતાએ કબજે કરેલી છે તેને છોડાવવા માટે તેઓ લડત લડે છે. તેથી તેમને નાની મોટી ધમકીઓ આવતી જ હોય છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર જાહેરમાં સર તન સે જુદાની ધમકી મળી છે તેથી તેમણે સાવચેતી સ્વરૂપે પોલીસને લિખિત અરજી આપી છે.
જામનગર @SP_Jamnagar @dgpgujarat @sanghaviharsh ને નમ્ર વિનતી કે નીચે આપેલ વ્યક્તિ જાહેરમાં "સર તન સે જુદા" કરવા ની ધમકી આપે છે, તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા વિનતી
— Yuvraj_Sanatani (@Yuvraj_Sanatani) June 9, 2025
Fb link : https://t.co/KbFT6jRhoO@kajal_jaihind @Ikiritkotak @narendramodi @VHPDigital @Vhindustani_ @journolinc pic.twitter.com/yvRA0l8NZK
આ સિવાય તેમણે તેમની 2 પોસ્ટ પણ અમારી સાથે શેર કરી હતી. જેમાં તેમણે તેમની ફેસબુક પોસ્ટ પર મુસ્તાકે આપેલ ધમકીનો સ્ક્રીનશોટ કરેલો હતો અને જામનગરના SP, ગુજરાતના DGP અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ટેગ કરેલા છે. તેમણે આ પોસ્ટમાં પણ તંત્રને મુસ્તાક વિરુદ્ધ કડક પગલાં લેવા માટે વિનંતી કરી હતી.
હજી સુધી નથી લેવાયા કોઈ પગલાં
આ સિવાય તેમણે 10 જૂને પણ એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે જામનગર પોલીસને પ્રશ્ન કર્યો હતો કે, “શું જામનગર પોલીસ આ વિષયને ગંભીરતાથી લઈને આની વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે કે કેમ?” આ પોસ્ટમાં તેમણે જામનગર SP સહિતના અધિકારીઓ અને નેતાઓને ટેગ કરેલા છે.
क्या जामनगर की पुलिस इस विषय को गंभीरता से लेकर इन पर कोई कड़क कार्यवाही करेगी या नहीं @SP_Jamnagar @dgpgujarat @sanghaviharsh @narendramodi @AmitShah @Bhupendrapbjp @kajal_jaihind @OpIndia_G @journolinc @SudarshanNewsTV @SureshChavhanke pic.twitter.com/urwBQUY0Em
— Yuvraj_Sanatani (@Yuvraj_Sanatani) June 10, 2025
યુવરાજે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “મેં લિખિત અરજી આપ્યા પછી પણ FIR નોંધાઈ નથી. મને તંત્ર તરફથી કોઈ માહિતી મળી નથી કે તેમણે મારી અરજીને ધ્યાનમાં લઈને કોઈ FIR નોંધી છે કે નહીં. તંત્રએ એ મુસ્તાક વિરુદ્ધ કોઈ પગલાં લીધા કે કેમ એ અંગે પણ કોઈ માહિતી મળી નથી.” ઑપઇન્ડિયા સતત યુવરાજના સંપર્કમાં છે, વધુ માહિતી મળતા આ લેખ અપડેટ કરવામાં આવશે.