Thursday, November 14, 2024
More
    હોમપેજક્રાઈમપરણિત હિન્દૂ મહિલાને MD આપી ડ્રગ પેડલર સલમાન અને તેના સાગરીતો કરતા...

    પરણિત હિન્દૂ મહિલાને MD આપી ડ્રગ પેડલર સલમાન અને તેના સાગરીતો કરતા રહ્યા બળાત્કાર: 6 મહિના પહેલા ચોકલેટમાં ડ્રગ આપીને બનાવી હતી બંધાણી

    સલમાન અમદાવાદમાં રીક્ષા ચલાવતો હતો. એક વખતે બંને સાથે કોફી પીવા ગયા હતા. ત્યારે સલમાને તેને ફોરેનની ચોકલેટ કહીને એક ચોકલેટ ખવડાવી હતી. જે તેને પાછળથી ખબર પડી કે તે ચોકલેટમાં તેણે MD ડ્રગ ભેળવેલું હતું.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં MD ડ્રગનું બંધાણ વધવાના અને અવાર નવાર ડ્રગ પેડલરો પકડાવાના કિસ્સા સામે આવતા રહ્યા છે. હવે આ જ શ્રેણીમાં એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જે જાણીને કોઈ પણ કાંપી જશે. અમદાવાદમાં એક હિન્દૂ પરણિત મહિલાને કઈ રીતે એક મુસ્લિમ ડ્રગ પેડલરે ડ્રગને રવાડે ચડાવી અને તેની શારીરિક શોષણ કર્યું અને કરાવ્યું એની વિગતો આંખો પહોળી કરનારી છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે, ગત અઠવાડિયે બજરંગ દળના અધિકારીઓ પર એક વૃદ્ધનો કોલ આવ્યો હતો અને તેમણે પોતાની પુત્રવધુને મુસ્લિમ ડ્રગ પેડલરોએ ગાયબ કરી હોવાની વાત કરી હતી અને તેમની પાસે મદદ માટે આજીજી કરી હતી. જે બાદ બજરંગ દળની ઓફિસ પર જઈને તે વૃદ્ધે આ વિષયની વધુ જાણકરી આપી હતી સાથે જ પોતાની પુત્રવધૂનો ફોટો વગેરે આપ્યું હતું.

    બજરંગ દળે પોતાના સૂત્રો દ્વારા તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે તે મહિલા મુસ્લિમ ડ્રગ પેડલરોના ચંગુલમાં ફસાઈને તેને MD ડ્રગનું બંધાણ થઇ ચૂક્યું છે અને તેનો જ ફાયદો ઉઠાવીને સલમાન પોતાના મિત્રો સાથે તેનું અનેકવાર શારીરિક શોષણ કરી ચુક્યો છે.

    - Advertisement -

    બજરંગ દળ ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ જ્વલિત મહેતાએ ભાસ્કરને જણાવ્યું કે, “મહિલાના સસરાની ફરિયાદ બાદ અમે રાતભર તેની શોધમાં લાગ્યા હતા. અમારા સૂત્રોએ માહિતી આપી હતી કે સલમાન અને તેના સાથીદારો એ મહિલાને એસજી હાઈવેની કોઈ હોટેલમાં લઇ ગયા હતા. જે બાદ સવારના મળસ્કે અમે તે મહિલાને શોધી કાઢી હતી.”

    “અમે શોધખોળ કરી રહ્યા છે એ સમાચાર મળી જતા ડ્રગ પેડલરો મહિલાને હોટેલમાં અસ્તવ્યસ્ત હાલતમાં છોડીને ભાગી ગયા હતા. ત્યાં જઈને અમે જોયું તો માહિતા ખુબ ખરાબ હાલતમાં હતી તેને કોઈ પણ જાતનો હોશ નહોતો. તે હોટેલમાંથી ભાગી ના જાય તે માટે હેવાનોએ તેના પગના નળા તોડી કાઢ્યા હતા અને તેવી જ હાલતમાં તેને ડ્રગ આપી આપીને તેનો બળાત્કાર કરે રાખતા હતા.”

    હોશમાં આવ્યા બાદ પીડિત મહિલાએ સંભળાવી આપબીતી

    મહિલાને શોધી કાઢ્યા બાદ તેને તેના પરિવારને સોંપવામાં આવી હતી. જયારે મહિલા વાત કરી શકે તેવી હાલતમાં આવી ત્યારે તેને પોતાની આપવીતી સંભળાવી હતી.

    તેણે જણાવ્યું કે સલમાન તેનો જૂનો મિત્ર હતો અને એકવાર જયારે તે ખરીદી કરવા બજાર ગઈ હતી ત્યારે બજારમાં ભટકાઈ ગયો હતો. સલમાન અમદાવાદમાં રીક્ષા ચલાવતો હતો. એક વખતે બંને સાથે કોફી પીવા ગયા હતા. ત્યારે સલમાને તેને ફોરેનની ચોકલેટ કહીને એક ચોકલેટ ખવડાવી હતી. જે તેને પાછળથી ખબર પડી કે તે ચોકલેટમાં તેણે MD ડ્રગ ભેળવેલું હતું.

    હવે થોડા દિવસ બાદ એ ચોકલેટ મેળવવા તે મહિલા સલમાનને સામેથી કોલ કરવા માંડી, પરંતુ સલમાન હવે તે ચોકલેટ માટે જુદી જુદી માંગણીઓ કરતો થઇ ગયો. શરૂઆતમાં તે ચાલુ વિડીયો કોલ પર કપડાં કઢાવીને તેના વિડીયો ઉતારતો પછી તેને બ્લેકમેલ કરીને હોટલમાં લઇ જઈને બળાત્કાર કરવા માંડ્યો હતો. આગળ જતા તે પોતાના મિત્રો દ્વારા પણ તેનો બળાત્કાર કરાવતો હતો.

    નોંધનીય છે કે આ કોઈ પહેલો કિસ્સો નથી કે જેમાં મુસ્લિમ ડ્રગ પેડલર આ રીતે હિન્દૂ મહિલાઓ કે યુવતીઓને ફસાવીને તેમને બ્લેકમેઇલ કરતા હોય. આ પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે. ક્યારેક તેમણે પૈસા માટે બ્લેકમેઇલ કરતા હોય છે તો ક્યારેક શારીરિક શોષણ માટે અને મોટા ભાગે બંને માટે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં