Sunday, June 23, 2024
More
  હોમપેજદેશક્યાંક આંબેડકર ભગવાનને મારી રહ્યા છે થપ્પડ, તો ક્યાંક ઝાડ સાથે બાંધીને...

  ક્યાંક આંબેડકર ભગવાનને મારી રહ્યા છે થપ્પડ, તો ક્યાંક ઝાડ સાથે બાંધીને ચાબુક: હિંદુ ઘૃણાથી ભરી પડી છે વામપંથી ફેમિનિસ્ટ પ્રિયંકા પોલની વોલ, મુંબઈ પોલીસ પાસે કાર્યવાહીની માંગ

  પ્રિયંકા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, તેમાં પણ ખાસ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા લાંબા સમયથી હિંદુ ધર્મને અપમાનિત કરતી સામગ્રીનો પ્રચાર પ્રસાર કરતી આવી છે. પહેલા પણ અનેકવાર ચર્ચાઓમાં આવેલી પ્રિયંકા ફરી એક વાર તેની હરકતોને લઈને હિંદુઓના રોષનું કારણ બની છે.

  - Advertisement -

  દેવી દેવતાઓનું અપમાન કરીને, સનાતન ધર્મ વિશે ઘૃણા ફેલાવીને કરોડો હિંદુઓની અસ્થાઓને ઠેસ પહોંચાડીને પોતાની જાતને ‘એડવાન્સ, કૂલ, સુધરેલ’ બતાવવાની જાણે હોડ લાગી છે. સોશિયલ મીડિયામાં પણ એવા લોકોની કમી નથી જે લોકો પોતાની ઘૃણિત માનસિકતા દર્શાવીને કાયમ હિંદુ સમુદાયને ઠેસ પહોંચાડતા રહેતા હોય છે. આમાંની જ એક છે પ્રિયંકા પોલ નામની યુવતી. ફેમિનિસ્ટ અને વામપંથી પ્રિયંકા પોલ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન અને સનાતન પ્રત્યેની ઘૃણા અને ઝેર ઓકવા માટે કુખ્યાત છે. ફર્ક માત્ર એટલો છે કે પ્રિયંકા ચિત્રો બનાવીને હિંદુઓને ટાર્ગેટ કરે છે.

  પ્રિયંકા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, તેમાં પણ ખાસ કરીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા લાંબા સમયથી હિંદુ ધર્મને અપમાનિત કરતી સામગ્રીનો પ્રચાર પ્રસાર કરતી આવી છે. પહેલા પણ અનેકવાર ચર્ચાઓમાં આવેલી પ્રિયંકા ફરી એક વાર તેની હરકતોને લઈને હિંદુઓના રોષનું કારણ બની છે. પરંતુ આ વખતે તેણે તમામ હદો પર કરી નાંખી છે. હાલ સોશિયલ મીડિયામાં તેની પોસ્ટના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા એટલા આપત્તિજનક છે કે તેને જોઇને કોઈ પણ હિંદુ વ્યક્તિ ઉકળી ઉઠે.

  બનાવે છે હિંદુ દેવતાઓના અભદ્ર ચિત્રો અને ટેટુ

  પ્રિયંકા પોતે ‘artwhoring’ નામનું એકાઉન્ટ ચલાવે છે. આ એકાઉન્ટ પર તેણે તેના ચિત્રનો એક ફોટો શેર કર્યો હતો. આ ચિત્રમાં તેણે દર્શાવ્યું છે કે ડૉ. ભીમરાવ આંબેડકર ભગવાનને થપ્પડ મારી રહ્યા છે. આ ચિત્રમાં જેને થપ્પડ ખાતા દર્શાવવામાં આવ્યા છે તેની વેશભૂષા તદ્દન ભગવાન રામ જેવી લાગી રહી છે.

  - Advertisement -

  આ સિવાય તેણે પોતાના હાથ પર બનાવેલા એક ટેટુનો ફોટો પણ પોતાના આઈડી પરથી શેર કર્યો હતો. આ ટેટુ તેણે તેવું બનાવડાવ્યું છે, જેમાં ભીમરાવ આંબેડકરના હાથમાં ચાબુક છે તથા ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ ઝાડ સાથે બંધાયેલા છે. બાબાસાહેબ આંબેડકર હિંદુઓના આ બંને ઇષ્ટ દેવને ચાબુકથી મારી રહ્યા છે.

  પ્રિયંકાના કારસ્તાન આટલેથી નથી અટકતા. તેણે હિંદુઓના આરાદ્ય દેવી માતા કાલકાને પણ ખૂબ જ બીભત્સ રીતે ચીતર્યા. તેણે એક ક્રોપ ટોપ પહેરીને હાથની આંગળીઓ વચ્ચેથી જીભ દેખાડતી બીભત્સ યુવતીને ‘ગોડીસ કાલી’ નામ આપ્યું છે. તેનાથી પણ વધારે અચરજની વાત તે છે કે તેણે આ ચિત્ર રેડ બબલ નામની વેબસાઈટ પર 15.90 ડૉલરમાં (અંદાજે 1326 ભારતીય રૂપિયા) વેચવા પણ મુક્યું છે.

  મુદ્દો સામે આવ્યા બાદ ઉઠી ધરપકડની માંગ

  આ પ્રકારના તેના ચિત્રો અને ફોટા સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હિંદુ સમાજની ધીરજના બંધ તૂટી ગયા. લોકો પ્રિયંકા પોલની ધરપકડની માંગ કરી રહ્યા છે. હિંદુ સમુદાયના લોકો મુબઈ પોલીસને ટેગ કરી રહ્યા છે. અલગ અલગ હેન્ડલ પરથી પ્રિયંકાની ધરપકડની માંગ ઉઠી રહી છે.

  એક રમણ નામના યુઝરે પ્રિયંકાની પોસ્ટના સ્ક્રિનશોટ મુકીને મુબઈ પોલીસ, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને પૂછ્યું છે કે, “હું તમને માત્ર એક જ બાબત પૂછવા માંગું છું કે એવી તો કઈ બાબત છે, જે તમને પ્રિયંકાની ધરપકડ કરતા રોકે છે. તેની પોસ્ટમાં કાયમ ભગવાન રામ, મહાત્મા ગાંધી, હિંદુ ધર્મ અને અન્યોને અપમાનિત કરવામાં આવે છે. આશા કરું છું કે કોઈ પગલા લેવામાં આવે.”

  વર્ષ 2022માં પ્રિયંકા વિરુદ્ધ નોંધાઈ ચુકી છે ફરિયાદ

  જોકે આ કોઈ પ્રથમ ઘટના નથી કે પ્રિયંકા પોલ વિરુદ્ધ ફરિયાદ કરીને સજા આપવાની માંગ ઉઠી હોય. આ પહેલા પણ એક વાર તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વાત છે વર્ષ 2022ની, તે સમયે હિંદુ આઈટી સેલ દ્વારા પ્રિયંકા વિરુદ્ધ કેસ કર્યો હતો. તેમણે આપેલી અરજીમાં તેમની માંગ હતી કે પ્રિયંકા વિરુદ્ધ IPCની કલમો 153 A, 298, 504, અને 505 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જોકે હિંદુ આઈટી સેલના જણાવ્યા અનુસાર આ મામલે આજદિન સુધી કાર્યવાહી કરવામાં નથી આવી.

  ઉલ્લેખનીય છે કે ફેમિનિસ્ટ વામપંથી પ્રિયંકા પોલ ઈન્સ્ટાગ્રામ પર લગભગ 74 હજાર ફોલોવર્સ ધરાવે છે. વિવાદ શરૂ થયા પછીથી જ તેણે પોતાનું એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાંખ્યું છે. પહેલા તેનું આ એકાઉન્ટ પબ્લિક હતું, પરંતુ જેવો તેને ખ્યાલ આવ્યો કે હવે હિંદુ સમાજ તેની ઘૃણા સહન નહીં કરે, તેણે એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાંખ્યું. લોકો તેવો પણ આરોપ લગાવી રહ્યા છે કે આઈડી પ્રાઇવેટ કરીને તે પોતાની વોલ પરથી તમામ આપત્તિજનક ચિત્રો હટાવી દેશે. લોકો સતત પોલીસ પાસે તેના વિરુદ્ધ એક્શન લેવાની માંગ કરી રહ્યા છે. કરોડો હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવા બદલ પ્રિયંકા પોલ વિરુદ્ધ ક્યારે પગલા લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં