Tuesday, June 17, 2025
More
    હોમપેજદુનિયાસ્મગલિંગ કરીને અમેરિકામાં ખતરનાક બાયોલોજિકલ પેથોજન ઘુસાડવાના આરોપમાં FBIએ કરી 2 ચીની...

    સ્મગલિંગ કરીને અમેરિકામાં ખતરનાક બાયોલોજિકલ પેથોજન ઘુસાડવાના આરોપમાં FBIએ કરી 2 ચીની નાગરિકોની ધરપકડ: નીકળ્યું CCP સાથે કનેક્શન, કાશ પટેલે ગણાવ્યું ‘સંભવિત કૃષિ આતંકવાદી શસ્ત્ર’

    આ પેથોજનનું નામ ‘ફ્યુઝેરિયમ ગ્રામિનિયરમ’ છે, જે એક એગ્રોટેરરિઝમ તરીકે ઓળખાય છે. આ ફૂગ ઘઉં, જુવાર, મકાઈ અને ચોખા જેવા પાકોમાં ‘હેડ બ્લાઈટ’ નામનો રોગ પેદા કરે છે, જેનાથી પાકનો નાશ થાય છે.

    - Advertisement -

    અમેરિકાની FBI દ્વારા બે ચીની નાગરિકોની (Chinese Nationals Arrested in USA) ધરપકડ કરાઈ છે, જેમના પર એક ખતરનાક બાયોલોજિકલ પેથોજનની (રોગકારક) (Biological Pathogen) સ્મગલિંગ કરવાનો આરોપ છે. આ પેથોજન એ એક પ્રકારની ફૂગ છે, જે ખેતી માટે જોખમી છે અને તેનાથી અમેરિકાના ખાદ્ય પુરવઠા અને અર્થતંત્રને ગંભીર નુકસાન થઈ શકે છે.

    ધરપકડ કરાયેલા ચીની નાગરિકોના નામ યૂનકિંગ જિયાન (33) (Yunqing Jian) અને ઝુનયોંગ લિયુ (Zunyong Liu) (34) છે. યૂનકિંગ જિયાન યુનિવર્સિટી ઑફ મિશિગનમાં કામ કરે છે, જ્યાં તે આ પેથોજન પર સંશોધન કરવાનો હેતુ ધરાવતી હતી. ઝુનયોંગ લિયુ, જે જિયાનનો બોયફ્રેન્ડ છે, તે ચીનની એક યુનિવર્સિટીમાં સંશોધક છે અને તેણે પણ આ ફૂગને ડેટ્રોઈટ મેટ્રોપોલિટન એરપોર્ટ દ્વારા અમેરિકામાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.

    શું છે આ પેથોજન અને કેમ છે તે ખતરનાક

    આ પેથોજનનું નામ ‘ફ્યુઝેરિયમ ગ્રામિનિયરમ’ (Fusarium graminearum) છે, જે એક એગ્રોટેરરિઝમ (Agroterrorism) તરીકે ઓળખાય છે. આ ફૂગ ઘઉં, જુવાર, મકાઈ અને ચોખા જેવા પાકોમાં ‘હેડ બ્લાઈટ’ નામનો રોગ પેદા કરે છે, જેનાથી પાકનો નાશ થાય છે. આ ઉપરાંત, આ ફૂગમાંથી ઉત્પન્ન થતા ઝેરી તત્વો માનવો અને પશુઓમાં ઉલટી, યકૃતને નુકસાન અને પ્રજનન સમસ્યાઓ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ પેદા કરી શકે છે. આ ફૂગને કારણે વૈશ્વિક સ્તરે દર વર્ષે અબજો ડોલરનું આર્થિક નુકસાન થાય છે.

    - Advertisement -

    FBI ડિરેક્ટર કાશ પટેલે આ ઘટના અંગે X પર પોસ્ટ કરી માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “આ કેસ એક ગંભીર ચેતવણી છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) અમેરિકન સંસ્થાઓમાં ઘૂસણખોરી કરવા અને અમારા ખાદ્ય પુરવઠાને નિશાન બનાવવા માટે સતત કામ કરી રહી છે. આવા કૃત્યો અમેરિકન જીવન અને અર્થતંત્ર માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.”

    તેમણે ઉમેર્યું કે, “FBI અને અમારી ટીમ આવા જોખમો સામે રક્ષણ આપવા માટે અથાક કામ કરી રહી છે. અમારી ડેટ્રોઈટ ટીમે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) સાથે મળીને આ કેસમાં ઉત્તમ કામગીરી બજાવી છે. “

    બંને આરોપીઓ પર કાવતરું, દાણચોરી, ખોટા નિવેદનો અને વિઝા છેતરપિંડીના આરોપો લગાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન એવા પુરાવા મળ્યા છે કે યૂનકિંગ જિયાન ચીની કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદાર હતી અને તેને આ પેથોજન પર સંશોધન માટે ચીન સરકાર તરફથી ભંડોળ પ્રાપ્ત મળ્યું હતું. ઝુનયોંગ લિયુએ શરૂઆતમાં દાણચોરીની વાત નકારી હતી, પરંતુ બાદમાં તેણે આ ફૂગને અમેરિકામાં લાવવાની કબૂલાત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં